અમારા ચુંટેલા અમને નડે છે…કાવ્ય


અમારા ચુંટેલા અમને નડે છે…કાવ્ય

​.​
================================
bharatkenetaa

ચુંટણીમાં વાયદાઓની ભરમાર જમાવી

અમારા મતો ઉઘરાવી સરકારો બનાવી

આજે એ નેતાઓ  શોધ્યા ના જડે છે

અમારા ચુંટેલાઓ અમને જ નડે છે.

ચુંટાયા પછી સુરત (મોઢું) ના દેખાડી
 
ભોળી પ્રજાને વચનોમાં ભરમાવી
 
પાછા પાંચ વર્ષે લોકોની પાછળ પડે છે

અમારા ચુંટેલા અમને  જ નડે છે.
 
એમના ઉત્સવો  રેલીમાં ભીડ જમાવી
 
નિર્દોષ જનતાને ટ્રાફિકમાં ફસાવી
 
ખુણે ખાંચરે ના શોધ્યા જડે છે
 
અમારા ચુંટેલા અમને જ નડે છે.
 
અમારી માગણીએ બેફિકર થઇને
 

સત્તાના મદમાં  મદહોશ  બનીને

મૌન બનીને મોંઢે તાળાં જડે છે
 
 અમારાચુટેલા અમને જ નડે છે
 
સમાજ વડે જ તમે છો એ સમજો
 
તમારાથી સમાજ નથી એ જાણજો
 
તમારી પોલિસ નિર્દોષોને ઝુડે છે
 
અમારા ચુંટેલા અમને જ નડે છે.
 
માગણી ને લાગણી અમારી સમજો
 
મતની ભીખનાં શકોરાં લૈ ના આવજો
 
જુઓ રાહુ ને કેતુ તો સહુ કોઇને નડે છે
 
ચુંટાયેલાં ભુતો અમારી છાતી પર ચડે છે.
 
અમારા ચુંટેલા અમને જ નડે છે….અમારા ચુંટેલા અમને જ નડે છે.
==================================================
 
સ્વપ્ન જેસરવાકર…(કેલિફોર્નિયા)

 
 
 
 
 

2 thoughts on “અમારા ચુંટેલા અમને નડે છે…કાવ્ય

  1. ચૂંટાયા પછી નાં નડે એવા રાજકારણીયો મળવા મુશ્કેલ છે.

    ઉતાવળે લગ્ન કરો અને નિરાંતે પસ્તાવો કરો એના જેવી આ વાત છે ,ગોવીંદભાઈ

    ભોળી પ્રજા આ બધું જ જાણે છે

    જાણ્યા છતાં એ અનજાન બને છે

    એક ને એક ભૂલ ફરી વાર કરે છે

    એમના ચૂંટેલા એમને જ નડે છે

    વિનોદ પટેલ આ સત્ય કહે છે

    Like

  2. બહુ સરસ, સાચી અને અસરકારક. ગોવિંદભાઈ પાછા ઓરીજીનલ મુડમાં આવી ગયા.

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s