શ્રાદ્ધ પક્ષે પૂર્વજોને ….( કાવ્ય )


શ્રાદ્ધ પક્ષે પૂર્વજોને ….( કાવ્ય )

=============================================
 
હે પૂર્વજો પ્રેમે તર્પણ કરી  પ્રેમથી  આશીર્વાદ માંગીએ,
 
આપના આશીર્વાદ થકી  જીવન  સાચું  અમે  જીવીએ.
 
આપના સંસ્કારને  આદર્શ થકી  માનવતા  ને ઉજાળીએ,
 
પરમાત્મા  આપે મોઘેરો  મોક્ષ એ ભાવના ઉચ્ચારીએ.
 
લખચોર્યાશી બંધનોથી મુક્તિને પ્રભુ શરણમાં બીરાજજો,
 
આપના  અમીમય આશીર્વાદ  સદા અમ પર   રાખજો.
 
શ્રાદ્ધ કેરું રૂડું પર્વ  આવ્યે  અમો સહુ આપને સમરીએ ,
 
કાગ વાસ નાખીને ભાવતાં ભોજન  આપને  ધરાવીએ.
 
જન્મો જન્મ મળે  મુજને  આપ સરીખા પ્રેમથી પૂર્વજો,
 
અરજી ધ્યાને  ધરીને આપ સહુ આશીર્વાદ વરસાવજો.
=============================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements

2 thoughts on “શ્રાદ્ધ પક્ષે પૂર્વજોને ….( કાવ્ય )

  1. જન્મો જન્મ મળે મુજને આપ સરીખા પ્રેમથી પૂર્વજો,

    અરજી ધ્યાને ધરીને આપ સહુ આશીર્વાદ વરસાવજો.

    =============================================
    શ્રી ગોવિંદભાઈ

    પિતૃઋણ અદા કરવાની સંતાનોની ફરજ ને શ્રાધ્ધ પક્ષ થકી જોડતી આપણી સંસ્કૃતિને ધન્ય છે.સુંદર ભાવભરી રચના છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    તા.ક. ફોન કરજો

    ૯૧૨ ૨૨૧ ૪૫૩૪

    Like

  2. શ્રાદ્ધ કેરું રૂડું પર્વ આવ્યે અમો સહુ આપને સમરીએ ,

    કાગ વાસ નાખીને ભાવતાં ભોજન આપને ધરાવીએ.

    સરસ ભાવના કાવ્યમાં વ્યક્ત થઇ છે,ગોવિંદભાઈ.

    શ્રાધ એ શ્રધ્ધા રાખીને પૂર્વજોના આશીર્વાદ મેળવવાનો પ્રસંગ.

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s