Monthly Archives: નવેમ્બર 2015

દિપાવલીની શુભકામના…સંવત બે હજાર બોંતેરનાં નવા વરસનાં વધામણાં…. કાવ્ય


દિપાવલીની શુભકામના…

સંવત બે હજાર બોંતેરનાં નવા વરસનાં વધામણાં. કાવ્ય
===========================================================================
ગુજરાતી બ્લોગ જગતના વડીલો, મિત્રો, વહાલા બહેનો, વાચક
મિત્રો તેમજ જગતભરના ગુણીજનોને સંવત ૨૦૭૨ વર્ષના………
……………………..નુતન વર્ષાભિનંદન………………………………………..
Govindbhai%20Patel-USA[2]
         રાગ= ચાંદીકી દીવાર ના તોડી ..( ફિલ્મ- વિશ્વાસ)
 ============================================================
 આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને 
સંવત બે હજાર બોંતેરનાં વધામણાં કરી (૨)  નવા વરસને  વધાવો ને… આવ્યો.

 વાઘબારશથી શરુ થતા નવલા દિનોને મનમાં ભરી લઇએ

ધનતેરશે લક્ષ્મી પુજન દેવાધિદેવ કુબેરજીનું અર્ચન ધરીએ

કાળી ચૌદશે  હનુમાન પુજાથી(૨) સર્વે વિનાશકોને ભગાવો ને … આવ્યો.

ઉલ્હાસ ઉમંગના પર્વનું  તન મન ધનથી અનેરું સ્વાગત કરીએ

સુંવાળી મઠિયાં  મિઠાઇ થકી માનવંતા મહેમાનોને આવકારીએ

અંતરમાં તો દિવડાને પ્રગટાવી (૨)શુભ દિપાવલીને વધાવો ને …આવ્યો.
લાંચ નહિ લઇએ નહિ આપીએ એનો સંકલ્પ કરીને શપથ લઇએ
ગંદકી નહિ કરીયે ને કરે તેને રોકીને સ્વચ્છતાનો સંકલ્પ  ધરીએ
ભષ્ટાચાર કેરા ભોરિંગ નાથીને (૨)એક ટેક નેક ભારત બનાવો ને …આવ્યો
મા ગરવી ગુજરાતના તો આપણે સહુ બાળક  છઈએ 
ગરવા ગુંણલા ગાઈને ગુજરાતી ભાષાનું જતન કરીએ
નરસિંહ નર્મદ મીરાં મેઘાણીજીના (૨) વારસાને તમે તો  વધારો ને…આવ્યો.
વૈષ્ણવજન તો તેને જ રે કહીએ  જે પીડ પરાઈ જાણે રે
ગુજરાતી દેશ વિદેશે વસી  ગરવા ગુજરાતને ગજાવે  રે 
 ભાષા વિકાસ કેરી પરબો જ માંડી (૨) ગરવી ગુજરાત સંસ્કૃતિ ઉજાળો ને…આવ્યો.
==========================================================
સ્વપ્ન જેસરવાકર