Monthly Archives: જાન્યુઆરી 2016

ગાંધીજીનાં સ્મરણો …..અંજલિ કાવ્ય.


ગાંધીજીનાં સ્મરણો …..અંજલિ કાવ્ય.

 ==================================================================

gandhi-antim-yatra                                  મહાત્મા ગાંધીની વસમી વિદાય

  ૩૦ મી જાન્યુઆરી એટલે શહીદ દિન .  આજના દિને ભારતના રાષ્ટ્રપિતા
 મહાત્મા ગાંધી બાપુ દેશ કાજે શહીદીને વર્યા. ભારતે મુક્તિદાતા અને જગતે
 એક સત્ય અહિંસા અને સત્યાગ્રહનો પુજારી ગુમાવ્યો . રાષ્ટ્ર સંઘ દ્વારા તેમના
 જન્મ દિવસને શાંતિ દિવસ તરીકે ઉજવાય છે .તે પણ ભારતનું ગૌરવ ગણાય.
 ભારત ભરમાં દર વર્ષે ૩૦ મી જાન્યુઆરીના દિવસે સવારના ૧૧ કલાકે તમામ
 શહીદોને અંજલિ અર્પવા ૨ મીનીટનું મોંન રખાય છે…. ” શહીદો અમર રહો”….

 =====================================================================

 “દુર્બળ દેહ ને પોતડી પહેરી, સજ્યો સત્યાગ્રહનો શણગાર

 અંગ્રેજ હકુમતને હંફાવી,   એના સત્ય અહિંસાનો ચમત્કાર

 અપાવી આઝાદી  હિન્દને એણે ત્યારે  વરત્યો   જયજયકાર

 એકતા કાજે ગોળીઓ ઝીલી  અંતે  જપ્યો રામનામ રણકાર”

 ======================================================================

    ગાંધીજીનાં સ્મરણો …..અંજલિ કાવ્ય.

=====================================================================

 ગાંધીજીનાં સ્મરણો આવે , સૌના હૈયા ને ભાવે
 અંગ્રેજ હકુમતને હંફાવે ,જગત એના  ગુણ ગાવે.
 અહિંસાના હથિયાર બનાવ્યા ને રેટિયો લીધો હાથ
 આઝાદી  કેરી હાકલ દીધી જયારે ત્રિરંગી ઝંડા સાથ….. ગાંધીજીનાં.
 હિન્દ દેવીને હાકલ કરીને  સ્વરાજ કેરી  જ શાન 
 એકી  અવાજે દેશ જગાડ્યો, દેશ બન્યો  બળવાન…..   ગાંધીજીનાં.
 પંડિત  નહેરુ ને વીર વલ્લભ, નેતાજી સુભાષ બોઝ
 હિન્દ તણા  ભારતીય યોધ્ધા,  દીસંતા જબરા જોધ….. ગાંધીજીનાં.
 તારીખ ત્રીસને  માસ જાન્યુઆરી , સાંજનો  શુક્રવાર 
 ગોડસેની ગોળીએથી વીધાંણા,    હિંદના તારણહાર….. ગાંધીજીનાં.
 શહેર દિલ્હીના  વાયરા વાયાને,   રેડીયોના રણકાર
 દેશના બાપુ સ્વર્ગે સિધાવ્યા  મચી ગયો  હાહાકાર……  ગાંધીજીનાં.
 ચંદન કાષ્ઠની ચિતા રચાવી , મૈયા જમુનાને તીર
 આઝાદી કેરા અમર ઓઢી  , પોઢ્યા છે એ  નરવીર …..  ગાંધીજીનાં.
 સંત ગયા શિખામણ મૂકી , તમે રાખજો રૂડી  ટેક
 હિંદના જન જન એકઠા મળી, રાખજો રૂડો  વિવેક……. ગાંધીજીનાં. 
 ================================================
સ્વપ્ન જેસરવાકર 

તમે પાછળથી મારો લાતો…કાવ્ય.


તમે પાછળથી મારો લાતો...કાવ્ય.

===========================================

sharif-modi

ભાઇ ઓ ભાઇ પુતિન કેવું લાગ્યું મારું રુટિન

આવ્યો છું રશિયા ને અમે ફરવાના  રસિયા

ભાઇ ઓ ભાઇ નવાજ સાંભળો  મારો અવાજ

છોડ્યું છે અફઘાનિસ્તાન આવું છું પાકિસ્તાન

લાહોરમાં કર્યાં ચાપાણી એને કર્યા ધુળધાણી

હર્ષથી કરી ભેટ  આતંકવાદી આયા પઠાણકોટ

મને શરીફ આશ પણ તું નિકળ્યો શરીફ બદમાશ

કેમ કરીયે  સાથે વાતો તમે પાછળથી મારો લાતો

===============================================

સ્વપ્ન જેસરવાકર