Monthly Archives: ફેબ્રુવારી 2016

દિવાલે લખાવી દીધું છે…..કાવ્ય


દિવાલે લખાવી દીધું છે…..કાવ્ય

============================================= 
=================================================

રામરાજ્યના આદર્શનું બાપુના સ્વપ્નને મિટાવી દીધું છે 

 પ્રજાની આશા ને અરમાનોના  સ્વપ્નને  જલાવી દીધું છે

 પ્રજા પૈસે બંગલામાં માલિકીપણું  પોતે લખાવી દીધું છે

 પક્ષના નામે જમીનને બંગલા લઇ બધું  પચાવી દીધું છે

મફત રહેવાનું  જમવાનું  બીલ નહી એવું કરાવી દીધું છે

નોકર રસોઈયા અંગરક્ષક મફતમાં એવું ભણાવી દીધું છે

 કેન્ટીનમાં પચીસની ડીશ મળે બસો ભથ્થું સેરવી લીધું છે

 ફોન બીલ સરકાર ભરે છતાં રોકડું નાણું મેળવી લીધું છે

 હજુ તો માગો વધતી જાય જમાઈ પદ ગણાવી  દીધું છે

 દલા તરવાડીની વાડી સમજી બેઠા બાપીકું જણાવી  દીધું છે

જાગશે પ્રજા વશરામ ભુવાના ડંડા પડશે એ  ક્હાવી દીધું છે

 ચેતી જાવ સમજી જાવ શાનમાં અમે દિવાલે લખાવી દીધું છે

 =================================================

સ્વપ્ન જેસરવાકર