Monthly Archives: મે 2016

છે…છે..છે…..કાવ્ય..


છે…છે..છે…..કાવ્ય..

==================================

ચાલે છે  ચાલે છે   ચાલે છે

અમારી રામ ભરોસે હોટલ

અનાયાસે ચાલે છે .

મારે  છે  મારે  છે   મારે  છે

ભજિયાં   સમોસા  ને રબડી

અમને રખડાવી મારે છે .

નાખે  છે  નાખે છે  નાખે છે

તમાકુ  પડીકી  ને  વ્યસનો

અમને  પછડાવી  નાખે છે.

મારે  છે  મારે છે  મારે છે,

ઇર્ષાળુ  અદેખું  ને દગાળું

અમને  ડખરાવી  મારે  છે.

નાખે છે નાખે છે નાખે છે,

ભજન  કિર્તન  ને  ભરોસા

અમને  ભરમાવી  નાખે છે .

મારે છે  મારે  છે  મારે  છે

મમત  ગમ્મત  ને રમત

અમને ઝઘડાવી મારે છે .

નાખે છે  નાખે છે નાખે છે

કારણ તારણ ને મારણ

‘કાન્ત’ ને કરમાવી નાખે છે.

==================================

સાભાર= શબ્દાલોક સાહિત્ય સંસ્થા= પેટલાદ.

લેખક=સુર્યકાન્ત અંબાલાલ પટેલ

(શેખડીવાળા ) તા. પેટલાદ, જિલ્લો. આણંદ.

===================================

વાળે છે વાળે વાળે છે

નેતાનાં રાશન ભાષણ ને ભ્રમણ

જનતા પૈસાનો દાટ વાળે છે .

===================================

સ્વપ્ન જેસરવાકર