Monthly Archives: ઓગસ્ટ 2016

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે…કાવ્ય


 ફોડવી છે ફોડવી છે અમારે  મટકી ફોડવી છે…કાવ્ય

=====================================================boys-playing-dahi-handi-janmashtami-vector-illustration-32903368

અમારે મટકી ફોડવી છે એમ ભારતની જનતા કહે છે પણ શેની મટકી

ફોડવી છે એ કાવ્યાનંદના મધુર રસને વાગોળતા માણો…..

કૃષ્ણ બાલ લીલા

વડિલો..મિત્રો..બહેનો..સર્વેને કૃષ્ણ જન્મોત્સવનાં વધામણાં…

======================================================

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

સતાધીશોના અભિમાનની મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

સતાધીશોના જુઠા વચનની મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

અમલદારોના ભ્રષ્ટાચારની મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

નાત-જાત-કેરા ભેદભાવની મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

ભારતમાંથી ગરિબાઇ કેરી મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

અંધશ્રધ્ધા અવિશ્વાસ કેરી મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

નિરક્ષતાને અભણતા કેરી મટકી ફોડવી છે.

ફોડવી છે ફોડવી છે અમારે મટકી ફોડવી છે.

અરાજકતા આતંકવાદ કેરી મટકી ફોડવી છે.

====================================

સ્વપ્ન જેસરવાકર

પરમ ગુરુ “શ્રી પ્રમુખ સ્વામી મહારાજ “ને હદય પુર્વક શ્રધ્ધાંજલિ.


 પરમ ગુરુ “શ્રી પ્રમુખ સ્વામી  મહારાજ “ને હદય પુર્વક શ્રધ્ધાંજલિ.

======================================================

pramukh-swami-maharaj

દુનિયા ભરના કરોડો ભકતોના પરમ ગુરુ “શ્રી પ્રમુખ સ્વામી  મહારાજ “

કે જેમના થકી ભારતીય અસ્મીતા ને સંસ્કૃતિનો ધ્વજ વિશાળ ગગને

લહેરાયો ને એની શિતળ છાંયમાં  દુનિયા ભરના કરોડો ભકતોમાં ત્યાગ

સેવા વ્યસન મુક્તિ ને બાલ સંસ્કાર વિકસ્યા એવા પ્રાતઃ સ્મરણીય પરમ

પુજ્ય પ્રમુખ સ્વામી બાપાને હદય પુર્વક શ્રધ્ધાંજલિ………………….

====================================

પરમ  સ્નેહી  હરિ ભક્તો,
ગુરુ પૂર્ણિમા નિમિતે આપ સૌના સમક્ષ રજુ કરું છું,
 પરમ ગુરુ “શ્રી પ્રમુખ સ્વામી  મહારાજ “
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
   શ્રી પ્રમુખ સ્વામી  મહારાજ……………….
====================================

શ્રી  યોગી  બાપાની જન્મ  તો  શતાબ્દી    ઉજવાય

પ્ર   ણામ  કરું  પ્રેમથી, જીવન સાગરતો તરી જવાય.
મુ  ખ થકી જો  શ્રીજી  ભજે,  ઉત્તમ  જીવન જ જીવાય
ખ  રેખરું તો સુખ  છે, શ્રીજી  બાપાનાં  ચરણો  માંય.
સ્વા મી બને છે  શામળો, શ્રી પુરશોતમ પ્રેમે  દેખાય
મિ  થ્યા આ માં જીવન હવે,  સાચું  સુખ જરા ના દેખાય.
મ   ધ્ય બિંદુ બની શિખામણ આપે,સાચો સંત જ કહેવાય
હા  થ થકી જ  આશીર્વાદ  આપે ને, દર્શનથી  શાંતિ થાય.
રા  જી થઇ સત્સંગ કરો, અક્ષર પુરશોતમ દિલમાં સમાય
જ  ય  જયકાર પ્રમુખ સ્વામી બાપાનો, દેશ- વિદેશે  થાય.
==============================================================================================================
(આ રચના સપ્ટેમ્બર ૧૯૯૧ માં પ્રમુખ સ્વામીની  લોસ એન્જલસ  યાત્રા સમયે લખેલી છે.)
==================================================================
  ” સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )