દિવાળી આવી દિવાળી આવી…..કવિતા


દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
=========================================================
ગુજરાતી બ્લોગ જગતના આધાર સ્તંભ એવા  આદરણીય વડીલો
 
વહાલાં બહેનો પ્રિય મિત્રો અને વ્હાલા વાંચકો સાથે ભવ્યાતિભવ્ય
 
દેશના ભારતીયજનોને દીપાવલીની………………………………….
                                         શુભ કામના
 
============================================================
દિવાળી આવી દિવાળી આવી જાત જાતના દીવડા  લાવી
 સુંવાળી મઠીયાં મીઠાઈ  ઘૂઘરા સાથે અનેરા  ફટકડા  લાવી
 દિવાળી બહેન તો રુમઝુમ કરતી સાથે ત્રણ બહેનોને લાવી
 વાઘ બારશ ધન તેરસ કાળી ચૌદશ  બહેનોની જોડી  આવી
 મળવા ને કાજે  મોંઘેરા ભઈલાને એ રુમઝુમ  કરતી  આવી
 નૂતન  વરસના આ નવલા ભઈલાને મળવા દોડતી  આવી
 ભક્તિ શક્તિ પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા સાથે લાવી
 સાતેય બહેનડીઓને લઈને મળવા ભાઈના સાગરે  સમાવી 
 ભાઈ કહે આવો જરૂરથી મળવા મને  ખારાશ  કિનારે મુકાવી
 કામ ક્રોધ મોહ લોભ લાલચ વેર શત્રુતાની ખારાશ સુકાવી
 મધ જેવી મીઠાશ ભળશે જીવનમાં મારા આંગણે જ આવી
 નવલા વર્ષે  મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી.
 
====================================
સ્વપ્ન જેસરવાકર

3 thoughts on “દિવાળી આવી દિવાળી આવી…..કવિતા

  1. નવલા વર્ષનું પરોઢ, આપણા આદર્શ અને નવા વીચારો મુજબનાં આપણા સૌનાં સોનેરી સોણલાં સાકાર કરે એવી દીલી શુભેચ્છાઓ સાથે અમારા નુતન વર્ષાભીનંદન..

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s