” પ્રકૃતિ ” એક વરદાન……
============================================
હે માનવ !
તું….
શિયાળે ઠરી જાય,
ઉનાળે બળી જાય,
વરસાદે પલળી જાય,
તારા કરતાં તો જાનવર સારાં
ઋતુએ ઋતુએ આનંદે ચરી ખાય….
તારે તો એ.સી ( A/C)માં છે ચોંટવું,
વાણી વિલાસમાં છે રાચવું,
ઉછેરવું નથી તારે એકેય ઝાડવું,
તોયે ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવું…
ફુલ જોઇઅને ચુંટી લે,
ફળ જોઇને તોડી લે,
વન મહોત્સવ ને વૃક્ષારોપણના નામે ગજવાં ભરી લે…
કોકે વાવ્યાં તેં માણ્યાં,
તારાં બચ્ચાં શું ભાળશે ?
એવો કદી વિચાર કરી લે…
જન્મ્થી મરણ સુધી તને સહારો આ વૃક્ષોનો,
જીવન જીવતાં સુધી પ્રત્યેક પળે ઉપકાર આ વનૌષધિનો,
વિકાસના નામે નાશ કર્યો છે વનરાજીનો,
ઓઝોન સ્તરમાં પડ્યું ગાબડું,
અને કર્યો કકળાટ ગ્લોબલ વોર્મિંગનો,
તારી વૃતિ ને વિચાર હંમેશાં સ્વાર્થનો….
ભાઇ બસ કર…
બહું થયું હવે….
આંબો નહિં તો,
લીમડો – પીપળો વાવ,
કંઇ ના કરે તો પછી,
બાવળ ને જગ્યા આપ….
નહિ તો…
શિયાળે ઠરી જઇશ,
ઉનાળે બળી જઇશ,
અને
ચોમાસે તરસે મરીશ….
આંબો . લીમડો અહીં ચ્યોં વાવીએ ? જગા જ નથ !
પણ…
સૂર્યમુખીના ૧૬ છોડ બેકયાર્ડમાં મોટાં થતાં જાય છે – હોં !
LikeLike
આંબો નહિં તો,
લીમડો – પીપળો વાવ,
કંઇ ના કરે તો પછી,
બાવળ ને જગ્યા આપ
મજાની કાવ્ય રચના . ગમી. મોતીચારોમાં સાભાર મૂકી દીધી.
LikeLike