મારા વિષે

મિત્રો બ્લોગ જગતમાં મારા પ્રવેશ ટાણે મારા વડીલોને
પ્રેમપૂર્વક વંદન. માતાઓ અને બહેનોને નમસ્કાર અને
યુવાન મિત્રોને કેમ છો
.
નામ== ગોવિંદ પટેલ ( ” સ્વપ્ન ” જેસરવાકર )
વતન= જેસરવા તા. પેટલાદ. જીલ્લો. આણંદ

પ્રાથમિક શિક્ષણ= જેસરવા ( ધોરણ= ૧ થી ૪ )
૫ થી ૭ પેટલાદ.
માધ્યમિક શિક્ષણ= એન. કે. હાઇસ્કુલ . પેટલાદ.
શિક્ષક ટ્રેનીગ = વલ્લભ વિદ્યાલય=બોચાસણ .
શિક્ષક તરીકે ૧૯૬૯આ માનપુરા ( પેટલાદ ) થી
શરૂઆત કરી .તરકપુર- ભાટીયેલ  ખભાત બ્રાંચ-૬અને ઓ.એન જી સી ખંભાતમાં નવી ગુજરાતી શાળા ચાલુ  કરી.
૧૯૯૦ માં અમેરિકામાં આગમન ……………
શિક્ષક તરીકે ૫ જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા અ રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો અને ૨ રાજ્ય
કક્ષાના યુવા મહોત્સવ. ભાલ વિસ્તાર અને મોરબી પુર હોનારતમાં સક્રિય મદદ અને રાહત
કાર્ય. ૨૫ ગ્રામ આરોગ્ય અને સફાઈ શિબિર.  મહા ગુજરાત= નવ નિર્માણ=અને કટોકટી ના
આંદોલનમાં સક્રિયતા. દુષ્કાળ રાહત કાર્ય.  માતૃશ્રી સુરજબા ના ” પરાર્થે સમર્પણ ” ના
કાર્યને આગળ ધપાવવાનો ઉદેશ્ય . ગામમાં ૧૯૯૯ થી ” સુરજબા કન્યા વિદ્યાલય” શરુ કરી
બાળાઓ ને વિના મુલ્યે શિક્ષણ તદુપરાંત બાળાઓને કપડા- ચંપલ= બુકો- નોટ બુકો
કમ્પાસ =પેન =પેન્સિલ આપવામાં આવતું.  બાળકોમાં દેશ પ્રેમ જાગે એ હેતુથી પેટલાદ
તાલુકાની ૧૮૫ શાળાઓને ૧૮ X ૧૨ ની સાઈઝના ભારતના રાષ્ટ્ર ધ્વજ સ્ટેન્ડ આપ્યા.
૪ X ૬ ની સાઈઝના ૧૦૦ અમદાવાદ અને ૧૦૦ ડઝન આણંદ જીલ્લામાં આપ્યા. જેસરવામાં
સયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોના રાષ્ટ્ર ધ્વજ ૧૯૨ દેશના છે. પ્રદર્શન માટે શાળાઓ ઉપયોગ
કરે છે. ચારૂતર વિદ્યામંડળ ૨ X ૩ ના ૧૯૨ દેશના ધ્વજ આપ્યા છે. ઉપરના તમામ ધ્વજ
અમેરિકાથી ખરીદીને મોકલેલા છે. ગુજરાતની સૂરન જયંતી પ્રસંગે ગુજરાતના નકશામાં એક  બાજુ ગાંધીજી= સરદાર=રવિશંકર મહારાજ તો બીજી બાજુ મેઘાણી =નર્મદ=ઇન્દુચાચા ના ફોટા સાથે ચીનમાં ૬૦૦૦ ધ્વજ બનાવડાવી અમેરિકા મંગાવી ભારત મોકલ્યા.
જેનું ૧૦ – મે -૨૦૦૯ માંપેટલાદ સ્વામી સચ્ચિદાનંદ ના હસ્તે અનાવરણ કરવી ગુજરાત
અને ભારતમાં વિતરણ કારવ્યું.
અમેરિકાથી કેનેડા=ઓસ્ટેલિયા= ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ મોકલ્યા.
ગુજરાતના પ્રથમ પ્રધાન મંડલ અને  પુજ્ય રવિશંકર દાદાના ૧૯૬૦ ના ફોટા મોકલ્યા. 
કુંટુંબ કથા=
અમે બે ભાઈ અને ત્રણ બહેનો.ભાઈ શ્રી ચીમનભાઈ, અને તેની પત્ની લીલાબેન,
મારા ધર્મ પત્ની સવિતાબેન, બે દીકરી ભાવિશા અને મીનલ,
દીકરો બ્રિજેશ અને પુત્રવધુ પૂર્વી, ભત્રીજો દીપેશ અને ભત્રીજી જસ્મીના,
અને 
નાના ભૂલકાઓ પૌત્રો આર્યન- રોહન- રોનિત – કિશન-રાહિલ-ઇશાન-આરવ
સાથે લાડકી પૌત્રી સિયા રાની
કુટુંબનો પરિચય એટલા માટે છે કે સામાન્ય રીતે નાની મોટેલમાં જોબ કરું છું
અને ટુકા પગારમાં જનસેવાના કામ કરું છું તેમાં કુંટુંબ મને સાથ સહકાર આપે છે. 
 જેસરવાનો પાણી વેરો ૧૯૯૩ થી અમારા માતૃશ્રીની યાદમાં અમો ભરીએ છીએ અને ચૈત્ર માસમાં ખંભાત પંથકમાંથી ડાકોરપગપાળા જતા સઘને દહી લાવી વલોવીને છાશને ઠંડી કરીને આપવી, તેમજ થાક માટે પગચંપી જેવીવ્યવસ્થા ૧૪ વર્ષથી “સુરજબા મેમોરીયલ પબ્લિક ટ્રસ્ટ જેસરવા” તરફથી કરવામાં આવે છે.  
સ્વપ્ન છે મારું કે દુનિયા મારા આ નાનકડા  ગામને જાણે- ઓળખે.

સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્ર ભાષા, પણ ગુજરાતીએ વિવેક દેખાય.

જય જય ગરવી ગુજરાત === સ્વર્ણિમ ગુજરાત

આપનો

સ્વપ્ન ” જેસરવાકર

144 thoughts on “મારા વિષે

  1. વ્હાલા દોસ્ત ગોવિંદભાઈ,
    મારી એક મોટી ફરિયાદ છે. અવારનવાર મારા મિત્રોના બ્લોગની કૃતિઓને રિબ્લોગ કરીને મારા બ્લોગમાં મૂકી દેવાની મને એક કુટેવ છે. તમારા બધાના લેખ રિબ્લોગ કરીને મને છાતી ફુલાવવાનો શોખ છે.
    “પન ગોવિન્ડજી ટમે ટો બૌ પાક્કા. ટમારો બ્લોગ મારા ખમ્મીસ જેવો જ. એમાં જાટ જાટના બટન છે પન રિબ્લોગનું બટન જ ની મલે. હું એકલો વાંચીને બેહી રઉં ટેમાં મારો ને ટમારો હું ડારો વરવાનો. હવે જો મને અટન ની જરે તો મારે કોપી કરીને મારા બ્લોગમાં ચોંટારી દેવો પરે. આવું કરું ટો એ ચોરી કહેવાય. પોલીસ પકરી જાય.”

    ભલે એ પોલીસ પકડી જાય. ગોવિંદભાઈ આપનો આ પરિચય આખો ને આખો કોપી કરીને એઝ ઈઝ મારા બ્લોગ પર મૂકું છું.
    આપ એક કર્તવ્યનિષ્ઠ શિક્ષક અને ઉમદા સેવાભાવી માનવ છો. આપની મૈત્રી મારે માટે ગૌરવ બની રહે છે.

    Like

  2. દીવાળી મુબારક તથા સર્વે કુટુંબીજનોને હાર્દિકનુતન વર્ષાભિનંદન…

    અમેરીકામાં નાની મોટલમાં રહીને, નાનો(ઓછો) પગાર હોવા છતાં પણ, તમે જે કાર્ય કરો છો તે નાનું નથી…અને ગાંઠના પૈસા ખર્ચીને પણ તમે સમાજ માટે જે કામ કરો છો તે માટે દિલ બહુ મોટું જોઈએ, તમારા વિચાર અને તમારું ભારત માટેનું સમાજોપયોગી કામજ બતાવે છે, કે તમારું દિલ બહુજ મોટું છે… અને આમજ “ગુજરાતી” ભાષા પણ જીવતી રહેશે….અભિનંદન…..

    Mansukhlal Gandhi
    Los Angeles, CA
    U.S.A.

    Like

  3. તમારા બધા કરતા ઉંમરમાં ઘણી નાની (25 ) અને અગાઉના અસાઇનમેન્ટમાં (વોડાફોન) સાહેબોનેય ઉઘાડછટ જવાબો દઈ આવી છું. ભાષા પ્રેમે M.Tech અને MBA પછીની ભારે પગાર વાળી નોકરી છોડાવી છે. આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ( અમારા પાંચનું સહિયારું યુવા સાહસ , FMS , Delhi અને BITS Pilani ના છોકરાવ ) ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ( ન કેવળ ગુજરાતી તમામ ભારતીય ભાષા માંધાતાઓને ) એક મંચ પર લાવવાનું કામ કરી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.

    આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક વાંચન માટે મુકેલ છે . બ્લોગર્સના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણકરીએ છીએ. તદુપરાંત આ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી શક્ય છે. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ. http;//www.pratilipi.com

    Liked by 1 person

    1. આદરણીય વડિલ ડો. શ્રી રાજેન્દ્રભાઇ

      આપ જેવા અનેક વડિલોની આશિર્વાદ પ્રાપ્તિ થકી આવી સેવા ને સમર્પણની ભાવના જાગે છે .

      અમ આંગણિયે આશિર્વાદનાં પુષ્પો વેરવા બદલ ખુબ આભાર

      Like

  4. hello..
    I have visited your site ,you are doing well..design and arrangements are really fantastic..
    Here I am to inform you that you can add up your income (Up to 10,000/per month and more).
    Our organization Kachhua is working to help students in their study and you can join with us in this work. For that visit the page
    http://www.kachhua.com/index.php/page/Webpartner-42.html

    For further information please contact me.

     Sneha Patel 
     Webpartner Department
     Kachhua.com
     Watsar Infotech Pvt Ltd
    
     cont no:02766220134
     (M): 9662523399(office time;9 AM to 6 PM)
    
     Emai : help@kachhua.com
    

    Like

  5. ” સિર્ફ ખુદ્કે લિયે હી જિયા ,ત્તો ક્યા જિયા?- ખુદકો ભુલાકર …પિછે રખકર દુસરોંકે વાસ્તે કુછ કરના ….”
    ઐસે કામકે લિયે ખુદાને તુમકો ચુના ….તુમ કિતને સદભાગી?….આપને અપની પાત્રતા સિધ્ધ કી!
    -લા’કાંત / ૮.૪.૧૪

    Like

      1. થેન્ક્સ … માય નેમ ઈઝ : ઠક્કર લક્ષ્મીકાન્ત

        *PERSONAL *

        *LMT Initiates / Responds….*

        *Dear One ,*
        * Jay ho .*

        *Hi! La’ Kant sends Warm & Hearty Greetings.*
        *Wishing U ALL the BEST for *your journey ahead.

        [ Love is sharing. love is expansion.
        You can’t but love because you want to expand.
        And nature of life is to expand. But we have learned
        and cultured all our habits to restrain ourselves and
        that is why the Divine Love is not manifesting in our
        life fully.] SS R.Shankar

        *< SHARING ENRICHES"… Just DO IT.*

        *La' KANT,[L.M.THAKKAR , Res.Phone:0251-2450888] / 09320773606*

        2014-04-09 6:40 GMT+05:30 "પરાર્થે સમર્પણ" :

        > પરાર્થે સમર્પણ commented: “આદરણીય વડિલ શ્રી ઠાકર સાહેબ આપના ભાવ ભરપુર
        > ને આર્શિવાદ ભર્યા સંદેશ સાથે અમ આંગણીયે પગલાં પાડવા બ”
        >

        Like

      2. આદરણીય શ્રી લક્ષ્મીકાંત ઠક્કરજી

        મજામાં ને ? મારો બીજો બ્લોગ “ગોદડિયો ચોરો” છે .

        આપે લખેલ ફોન પર મેં બે વાર પ્રયત્ન કરેલ પણ મુલાકાત ના થૈ શકી

        આપ અમારે અંગણે પધાર્યા તે બદલ ખુબ આભાર.

        Like

  6. આદરણીય શ્રી ગોવિંદભાઈ,

    પરાર્થે સમર્પણ – બ્લોગ નું નામ તેમજ તમારું કામ જ કાર્યનો મહિમા અને અને તમારા કાર્યનું મહત્વ કહી જાય છે. આપનો પરિચય આદરણીય ડૉ.કિશોરભાઈ પટેલ (સુરત) દ્વારા સૌ પ્રથમ ટૂંકમાં કરાવવામાં આવેલ અને ત્યારબાદ કોઈને કોઈ રીતે આપના સંપર્કમાં અમે રહેલ છીએ. આજે વિસ્તૃત જાણકારી મળી, ખુશી થઇ. પરદેશમાં રહી અને ખૂબજ ઉત્તમ ભાવના સાથે ઉત્તમ કાર્ય કરો છો.

    આપને તેમજ આપના પરિવારને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

    Like

      1. आप ने वोटसऐप नंबर दिया था लेकिन वोटसऐप ओपन नहीं हुआ नं फिर भेज देना डो भरत ठाकर 9409010651

        Like

  7. આદરણીય સાહેબ અમને ગર્વ છે કે આવા ગુજરાતી ગુજરાત ને મળ્યા છે….આપના વિષે જાણીને ઘણો જ ઉત્સાહ અનુભવું છું કારણ કે તમારા જેવા વડીલો જ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે…..મારે સાહેબ તમારા જેવા ગુરુ ની જરૂર છે…હું પણ ચરોતર ની માટી ને નજદીક થી ભળવાનો અવસર મને મળ્યો છે…થોડું તો થોડું પણ આણંદ જીલ્લો મારી સાથે જોડાયેલો છે જેનો મને ગર્વ છે…છેલ્લી વાર જયારે હું જોસેફ મેકવાન સાહેબ ને મળ્યો હતો ત્યાર પછી આણંદ મારા હૈયે વસવા માંડ્યું છે…સંદેશ પાઠવવા માં મોડો પડ્યો પણ મને તમારા જેવા એક આદર્શ ને સંભાળવા નો રોમાંચ જ કૈક ઓર જ છે.મારે આપની પાસે થી જ્ઞાન લેવું છે….પ્લીઝ જવાબ આપશો….એવી આશા સહ…..જય હિન્દ…………………….

    ~”પ્રવીણસિંહ પરમાર” વડોદરા.

    Like

    1. શ્રી પ્રવિણકુમાર

      આપ જેવા ઉતસાહી યુવાન જે નિખાલસ ભાવથી નવીન જાણવાની ઉત્કંઠા દર્શાવો છો તે આનંદની વાત છે

      આપ્નો ફોન લખ્શો તો વાત જરુર કરીશ.

      આપ્ના શુભ સંદેશ બદલ ખુબ આભાર

      Like

  8. જેસરવામાં જન્મીને, અમેરિકા પહોંચ્યો નરબંકો,
    માતૃભાષાની સેવા કરવા, વગાડ્યો એણે ડંકો;
    બ્લોગે બ્લોગે ફરી ફરીને કાવ્યો સુંદર આપ્યા,
    લોકોને પણ લખવા પ્રેરી, ઈનામ એણે સ્થાપ્યા.
    ગુજરાતીનું ગૌરવ રાખવા દેશ અને દુનિયામા,
    “સ્વપન” નામ ધરીને એણે પ્રણ લીધું રૂદિયામા.
    -પી. કે. દાવડા

    Like

    1. આદરણીય વડીલ શ્રી દાવડા સાહેબ,
      આપના પ્રેમ સભર સંદેશ બદલ ખુબ જ આભાર
      આપના હિમાલયના પહાડ જેવા શબ્દો સામે હું તો ફક્ત સોયની અણી સમાન છું સાહેબ,
      સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છે તો માફ કરશોજી

      Like

    1. . આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ.
      મારા માતૃ શ્રી સ્વ. સુરજબાને આપના સુંદર શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી તે બદલ હું આપનો ઋણી છું
      આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર

      Like

  9. માન્યવર ગોવિંદ ભાઇ,
    આપે કરેલી ટેલીફોનિક વાત થી હું ખુશ થયો છું કે આપના જેવા કદરદાન મિત્રો માં એક વધારેનો ઊમેરો થયો છે.
    આપ મને આપનો ઈ મેઇલ એડ્રેસ મારા મેઇલ પર મોકલશો તો વધારે સુવિધા રહેશે. કેમકે મને હજુ સુધી આપના કહેવા મુજબનો કોઈ મેઇલ મલ્યો નથી.
    સર્વે સાથીઓ સ્નેહીઓ અને કુટુંબી જનોને યોગ્ય સહ યાદ.

    કેદારસિંહજી મે. જડેજા
    ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
    kedarsinhjim@gmail.com

    Like

  10. સૌ પ્રથમ મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર !
    એક NRI ભારતીય સંસ્કૂતિનું ગૌરવ જાળવે છે એ જાણી ખૂબ આનંદ થયો. NRI ની કેટલીક માનસિકતા જોઈ તકલીફ થાય છે. ક્યારેક મારા બ્લોગ પર આ તકલીફ વ્યક્ત થઈ જ જશે, આપના વિષે તો ઉપર ઘણું લખાયું છે પણ આપના વ્યક્તિત્વ અને વિચારોને દિલથી અભિનંદન !

    Like

      1. આપના બ્લોગને વર્ડપ્રેસ રીડરમાં ફોલો કરું છું આથી નવી પોસ્ટની જાણ થતી રહે છે.
        આજે ચરોતરની વાત વાંચી કોમેન્ટ લખવાની ઇચ્છા થઈ પણ બ્લોગપોસ્ટ પર ક્યાંય કોમેન્ટ બોક્ષ દેખાયું નહી, તેથી અહીં લખી નાખ્યું. ‘ચરોતરીયાઓ’ એ પરદેશમાં પણ ડંકો વગાડ્યો છે.. પણ ‘અમુલ’ માં પર પ્રાંતીયને બેસાડી ગાયોનું નિકંદન કાઢી નાખ્યું. ગુજરાતના લોકોની ‘શરીર સમૃધ્ધિ’ અને માંદલાપણું આ દુધની નદીઓના કારણે છે એવું મને લાગે છે.

        Like

Leave a reply to riteshmokasana જવાબ રદ કરો