પુષ્પ પાંખડીએ તમને જોયાં છે… ( કાવ્ય-ગઝલ ) 13 ફેબ્રુવારી 2013કાવ્ય-ગઝલસ્વપ્ન...કાવ્ય...પુષ્પ..પાંખડીએ..ગઝલ..પરાર્થે સમર્પણ પુષ્પ પાંખડીએ તમને જોયાં છે… ( કાવ્ય-ગઝલ ) ======================================= મિત્રો આ કાવ્ય ત્રીજી ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ ગાંધીનગરથી પ્રકાશિત થતા સાપ્તાહિક ” જન ફરિયાદ”માં પ્રસિધ્ધ થયું છે. શુક્રવારે ” ગોદડિયા ચોરા” વાંચવાનું ના ભુલશો ” ફુંગરાયેલો ફેબ્રુઆરી “ મુલાકાત અવશ્ય લો== http://godadiyochoro.wordpress.com ” પ્રેમ સ્વીકાર દિનની શુભેચ્છા “ ( આભાર ગુગલનો…) (આજનું કાવ્ય જગતભરના પ્રેમીઓ ને પ્રેમ સ્વીકાર દિનની ભેટ સ્વરૂપે અર્પણ ) ============================================= શ્રધ્ધાના સ્ક્રીન ઉઘાડી મેં જયારે તમને જોયાં છે હતાં તમે એજ કે પુષ્પ પાંખડીએ તમને જોયાં છે કાયાનાં કોમ્પ્યુટરમાં તમને પણ ખોળી ના શક્યો ગુગલના ગગને પુષ્પ પાંખડીએ તમને જોયાં છે મનના માઉસને ફેરવતાં દિન રાત એક થઈ ગયાં યાહુની યાદોમાં પુષ્પ પાંખડીએ તમને જોયાં છે વર્ક સ્ટેશનના વિભાગમાં ના છબી તમારી મળી મેમરીકાર્ડ કિનારે પુષ્પ પાંખડીએ તમને જોયાં છે માયાના મધર બોર્ડમાં લપેટાઈને ખોળતો રહ્યો વિડીયો કાર્ડ સહારે પુષ્પ પાંખડીએ તમને જોયાં છે દિલની ડિસ્ક પર ફેરવ્યા છે તમને જિંદગી ભર માઈક્રોસોફ્ટ વિંગની પુષ્પ પાંખડીએ તમને જોયાં છે લેપટોપની લલના જેવાં મન મંદિરના મૂર્તિ તમે ડેસ્ક ટોપના દ્વારેથી પુષ્પ પાંખડીએ તમને જોયાં છે વેલેંન્તાઈન એટલે પ્રેમના સ્વીકાર કેરો દિન પ્રણયપ્રેમની યાદોમાં પુષ્પ પાંખડીએ તમને જોયાં છે પ્રેમ સ્વીકારનો અનોખો દિન જ આવી ચડ્યો ‘સ્વપ્ન’ ના સહારે રહી પુષ્પ પાંખડીએ તમને જોયાં છે. ========================================= સ્વપ્ન જેસરવાકર પરાર્થે સમર્પણWhatsAppTweetMoreEmailLike this:Like Loading...