==========================================================================
(રાગ==== જય આધ્યા શક્તિ મા…….)
==========================================================================
જય જય ગુર્જરી મૈયા , માડી જય જય ગુર્જરી મૈયા,
નમામિ દેવી નર્મદે (૨) ઓમ જય જય ગુર્જરી મૈયા.
એકમે અમદાવાદ મૈયા, દિને દિને વિસ્તરતું, (૨)
પહેલ કરી ને રહેતું (૨) પાછુ ન કદી પડતું … …. …. …. ઓમ જય ગુર્જરી…
બીજે બહુચરાજી મૈયા, બાલારામ અતિ સુંદર, (૨)
રાધનપુર સાંતલપુર (૨) ખેડબ્રહ્મા , હિમતનગર ………..ઓમ જય ગુર્જરી…
ત્રીજે તીથલ ધામ મૈયા, સમુદ્ર શોભા સારી (૨)
તારાપુર ના ભૂલીએ (૨) છે એ ભાલની બારી …….. . ઓમ જય ગુર્જરી…
ચોથે ચોટીલા મૈયા, માજી ચામુંડા સવારી, (૨)
ચરોતરની છે શોભા (૨) અમુલ બ્રાંડ ન્યારી ……… …. ઓમ જય ગુર્જરી…
પાંચમે પોરબંદર , કીર્તિ મંદિરની બલિહારી (૨)
પાવાગઢ, પાલીતાણા(૨) પાટણ પ્રભુતા પ્યારી ………. ઓમ જય ગુર્જરી….
ષષ્ઠીએ શુકલતીર્થ , કબીરવડની કથા ન્યારી (૨)
શણગાર સજીને સોળે (૨) માં ખોડીયાર ખમકારી …….. . ઓમ જય ગુર્જરી….
સપ્તમીએ સારંગપુર , કષ્ટ ભંજન દાદા ભારી (૨)
સાસણ ના સાવજ તો (૨) ગીરનાર ગગન ધારી ……. … ઓમ જય ગુર્જરી….
અષ્ટમીએ અંબાજી મૈયા, અંકલેશ્વરે તેલ કુવા (૨)
જેસલ – તોરલ સમાધિ (૨) ભુજ અંજાર જોવા …….. … ઓમ જય ગુર્જરી….
નવમીએ નારાયણ સરોવર, ભાવનગર તો ભમ્યા (૨)
ગોંડલ રાજકોટ રહીને (૨) જામનગરે જ જમ્યા ………… ઓમ જય ગુર્જરી…..
દસમે દાંડી યાદ કરો , જાગી હતી જનતા સારી (૨)
સરદાર બન્યા બારડોલી (૨) પારસીનું નવસારી ………… ઓમ જય ગુર્જરી…..
એકાદશી અક્ષરધામ , ગાંધીનગર રાજધાની ધામ (૨)
મુખ્યમંત્રી જીવરાજને (૨) અમરેલી એમનું ગામ…………, ઓમ જય ગુર્જરી
દ્વાદશીએ દ્વારકા ડાકોર,બાવનગજ ધજા લહેરાય (૨)
સોમનાથ કેરા મંદિરે (૨) હર મહાદેવ સંભળાય ………. . ઓમ જય ગુર્જરી…
તેરસે તો તરણેતર નો , મેળો શામળાજી સાથ (૨)
મેઘાણીજી ને માણો (૨) સુરતના નર્મદનો નાદ ………… ઓમ જય ગુર્જરી….
ચૌદશે ચાણસ્મા ચુંવાળ, વડોદરા સંસ્કૃતિક નગરી (૨)
ભાગ્યું તોયે ભરૂચ (૨) નડિયાદ છે સાક્ષર નગરી …….. ..ઓમ જય ગુર્જરી…..
પૂનમે તો પાલનપુર, પેટલાદ સંસ્કૃત પાઠશાળા (૨)
જુનાગઢ ને સાપુતારા (૨) ગઢડા ઉઝા બરવાળા ……..ઓમ જય ગુર્જરી….
ખંભાત નવાબી શહેર , સંખેડા , ઇડર વખણાય (૨)
વીરપુર ને ગોધરા(૨) થર્મલ, ધુવારણ વીજળી થાય……… ઓમ જય ગુર્જરી…
વલ્લભ વડ રાસમાં, આઝાદી જંગે લડત લડાય (૨)
બોરસદમાં તો છાવણી (૨), સત્યાગ્રહમાં જ નખાય ………ઓમ જય ગુર્જરી…
શેઢી, ભોગાવો ને વાત્રક, મહી મચ્છુ સાબરમતી (૨)
રૂપેણ બનાસ ,વિશ્વામિત્રી (૨) તાપી ને સરસ્વતી …………..ઓમ જય ગુર્જરી…..
નીરમાં, કેડીલા, નેનો ; આબાદ, સુમુલ ,દૂધ સાગર (૨)
કૃભકો ને અંબુજા (૨) રીફાઇનરી ને ફર્ટીલાઈઝર ………… ..ઓમ જય ગુર્જરી….
જનતાપરિષદ, સ્વતંત્ર , શાસક, સંસ્થા ને રાજપ (૨)
કિમલોપ ને મજપા (૨) સામ્યવાદી ને ભાજપ …………….ઓમ જય ગુર્જરી..
બલવંત,ચીમન છબીલ; હિતન્દ્ર શંકરને કેશુભાઈ (૨)
ઘનશ્યામ,અમર,નરેન્દ્ર (૨)માધવ, દિલીપ બાબુભાઈ ……….ઓમ .જય ગુર્જરી…
આરતી ટાણે ગુજરાતની ,ઇન્દુચાચા કેમ ભૂલાય (૨)
શહીદોની સાથમાં (૨) રવિશંકર દાદા ના વિસરાય …………ઓમ જય ગુર્જરી….
ભાવ ભક્તિ ઉભરાયે, વેપાર ને વિકાસ સધાય (૨)
ગાંધી, સરદાર તો આજે (૨) દેશ વિદેશ પૂજાય……………….ઓમ જય ગુર્જરી,,,,,
માં ગુર્જરી ની આરતી , હર ગુજરાતી તો ગાય (૨)
“સ્વપ્ન” હૈયે આજે (૨) જય ગરવી ગુજરાત થાય ……………ઓમ જય ગુર્જરી…
================================================================================================
” સ્વપ્ન ” જેસરવાકર ….કેલિફોર્નિયા (અમેરિકા)
( નોધ;;;= કાવ્યના પ્રાસ માટે મહાનુભાવો ને ટુકા નામથી સંબોધ્યા છે
આ અંગે માફી બક્ષો એવી વિનંતી.)
“સ્વપ્ન “ના વંદન