Category Archives: સ્વપ્ન – કવિતા

૧૨ જુલાઇ ” રાષ્ટ્રીય કવિતા દિવસ ” નિમિતે પ્રથમ કવિ સંમેલન વિષે….


૧૨ જુલાઇ ” રાષ્ટ્રીય કવિતા દિવસ “ નિમિતે પ્રથમ કવિ સંમેલન વિષે….

===============================================================

આજ કાલ કવિ સંમેલન જેવા અનેક અવનવા કાર્યક્રમ યોજાય છે . તો

અમારી ચેનલ દ્વારા પ્રથમ કવિ સંમેલન અંગે સંશોધન કરવાનું કાર્ય અમે

ગોદડિયાજીને સોપ્યું. જેની ફળશ્રુતિ સ્વરુપે આ માહિતિ પ્રાપ્ત થઇ છે….

તો દિલ થામ કે  પઢિયે……

======================================================

“ગોદડિયા ચેનલ “ ના પત્રકાર ” બુઢ્ઢેશ્વર ગરબડેશ્વર ગોદડિયાજી “ દ્વારા==

પ્રસ્તુત દુનિયાના પ્રથમ કવિ સંમેલન અંગેનો હેવાલ જાણો અને માણો.

=======================================================

krishna-preaching-geeta-to-arjuna-during-kurukshetra-QA55_l

સવાલ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન ક્યારે ભરાયું હતું ?

જવાબ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન ” મહાભારત કાળ ” માં ભરાયું હતું .

સવાલ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન કયા સ્થળે ભરાયું હતું ?

જવાબ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન હરિયાણા રાજ્યના ” કુરુક્ષેત્ર “માં ભરાયું હતું .

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં વક્તા (કવિ )તરીકે કયા કવિ હતા ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલન વક્તા (કવિ ) ” શ્રી કૃષ્ણ ” ભગવાન હતા .

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કેટલા શ્રોતાઓ હતા ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં લાખો શ્રોતાઓ હતા પરંતુ ” અર્જુન” એકલા

                    જ કવિ સંમેલન કેરો આસ્વાદ સાંભળી શકતા હતા.

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિતાનો વિષય કયો હતો ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિતાનો વિષય ” ગીતા જ્ઞાન ” હતો.

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિએ કવિતામાં શેનું વિવરણ કર્યું હતું ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિએ માનવ જાતને કર્મ -કલ્યાણ-નિતિ-

                   ધર્મ- ફરજ-એવા ઉદાહરણો આપી સત્ય માટે સ્નેહીજનો સામે પણ લડવું

                   એવા અનેરા ઉપદેશનું વિવરણ કર્યું હતું .

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમા કવિતામાં કેટલી પંક્તિઓ હતી ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિતામાં ૧૪૦૦ પંક્તિઓ એટલે કે ૭૦૦

                   શ્લોક હતા .

=================================================================

આ રાજ્યનું નામ હરિયાણા કેમ પડયું ??????????????????????????????????????

જ્યારે મહાભારત યુધ્ધ હરિયાણાના કુરુક્ષેત્રમાં લડાયું ત્યારે એક પક્ષના સૈનિકો સુર્યાસ્ત પછી

એક બીજાને મળતા ખબર અંતર લેતા પણ પક્ષને દગો દઇ બીજા પક્ષમાં જતા નહિં.

જ્યારે કુરુક્ષેત્રમાં ભગવાને ગીતા જ્ઞાન આપ્યું પછી હરિયાણાના રાજકારણમાં  એક પક્ષે કહ્યું

” હરિ – આના ” એટલે બીજા પક્ષમાંથી હરિ નામનો માણસ ભજન ( ભજનલાલ )કરતો કરતો

બીજા પક્ષમાં પેસી ગયો ને હરિ-આના…હરિ-આના કરતાં પક્ષ પલટાની શરુઆત થઇ ગઇ !!!!!

========================================.=============================..

સ્વપ્ન જેસરવાકર

2015 in review


The WordPress.com stats helper monkeys prepared a 2015 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 27,000 times in 2015. If it were a concert at Sydney Opera House, it would take about 10 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

શિક્ષણ સરોવરે મચ્યો છે શોર…કાવ્ય


શિક્ષણ સરોવરે મચ્યો છે શોર…કાવ્ય 

==================================================

શિક્ષણ..સરોવર

       http://shikshansarovar.wordpress.com/

 

કિશોર પટેલ                                        શ્રી કિશોરભાઇ પટેલ 

========================================================================

એતો વયસ્ક પણ  તોય કહેવાય છે કિશોર

લેખ કાવ્યો ને સુવિચાર કેરો મહેંકે છે મોર

વિદ્યાર્થીનો શિક્ષણ સહાયક બની કરે શોર

દોઢ લાખ મુલાકાતીએ ઉભરાયું છે સરોવર

અવનવાં ચિત્રો મુકે એમિનેશન કેરો ભંડાર

શિક્ષા ક્ષમા ને કર્મ સિધ્ધાંતો કેરો એકલવીર

બ્લોગ જગતમાં સહુનો માનીતો છે ભડવીર

ગોદડિયાજી અર્પે અભિનંદન ખોબલા ભરપુર

===================================

સ્વપ્ન જેસરવાકર

હર હિન્દુસ્તાની હૈયામાં ગુંજતો સવાલ …કવિતા


હર હિન્દુસ્તાની હૈયામાં ગુંજતો સવાલ …કવિતા
=====================================================

આદરણીય શ્રી માણિક વર્માજીને દેશને સ્પર્શતા હર પ્રશ્નોને

ભારતીય સંસદ સામે ઉભા રહીને સતાધીશોને પુછ્યા હોય

એવો ભાવ ધરવતી મનભાવન રસપ્રદ કવિતા માણો.

============================================
           શ્રી માણિક વર્માજી
==========================================================
મેરે મુલ્કકે માલિકોં તુમને યે દેશકી ક્યા હાલત બનાદી ?
ઉનહોં તો કેવલ લુટીયા ડુબાઇ થી આપને તો લુટીયા હી ગુમાદી
ભ્રષ્ટાચારકે સારે તાર આપસે જુડ ગયે
ટ્યુબ લાઇટ આપકા જલા ઓર ફ્યુઝ હમારે ઉડ ગયે
એસી દેશભક્તિ સબકો ફલે
કટોરા લેકર આયે થે ઓર સુટકેશ ભરકે ચલે
અબ દેશ પરાયા હો ગયા ઓર આપ કુર્શીકે સગે હો ગયે
હરિયાલી દીખી તો આદમીસે ગધે હો ગયે
ભુખને યહાં તક તુમકો તોડા કે પશુઓંકા ચારા તક નહીં છોડા
હજુર આપહીને તો કહા થા
જિસ દિન હમ આઝાદી પાયેંગે
એક એક ભ્રષ્ટાચારીકો બીજલીકે ખંભેસે લટકાયેંગે
આપ તો ઇસસે ભી જ્યાદા ઝાંસા દે ગયે
લટકાના તો દુર આપ તો ખંભે હી ઉખાડકે લે ગયે
એક વો શહીદ જિનને વંદે માતરમ ગા કર પ્રાણ દીયે
ઓર એક તુમ જીનને જનમનગણ ગા કર પ્રાણ લીયે
સત્તા સુંદરી ઇસ કદર ભાયી કે મા કી વંદન ભી તુમે રાસ નહીં આયી
જીસકો ગા ગા કર હમારા કંઠ થકા
વો વંદે માતરમ હમારા રાષ્ટ્રીય ગાન નહીં બન શકા?
આપ ક્યોં અપનેકો દેશ ભક્તોંમેં તોલતેં હેં ?
ગુલામ હંમેશાં દુસરોંકી ભાષા બોલતેં હેં
જો અપની ચમક પર આયી રોશની ખોતી હેં
જુગનુકી ઓલાદેં એસી હી હોતી હેં…..જુગનુંકી ઓલાદે એસી હી હોતી હેં.
ધન્ય હો બાબા આંબેડકર આપ
અચ્છા સંવિધાન બનાયા ગરીબોંકે બાપ
ચપરાસીકે લિયે એમ.એ ઓર મંત્રીકે લિયે અંગુઠા છાપ
પ્રતિભાવાન દર દરકી ઠોંકરેં ખાયે
ઓર સંવિધાનકે કાતિલ દેશ ચલાયેં !
કોના કોના અપરાધીયોંસે ભરા ગયા હેં
ઓર શાસ્ત્રીજી ક્યા મરે પુરે દેશકા સપના મર ગયા હે…પુરે દેશકા સપના મર ગયા .
નમક હરામ માલિકોં જીસ જનતાને તુમ્હેં ચુના
તુમને ઉસીકો ગોલિયોંસે ધુના
અબ ઉસીકે ડરસે તુમ્હીકો ચાહિયે ઝેડ સૈનીકી સુરક્ષા
અચ્છા હમારી કોન કરેગા રક્ષા ?
હમ મરે તો આપકે લિયે સુરક્ષા ખડી હો ગઇ
ઓર આપકી સુરક્ષા દેશસે બડી હો ગઇ !
આગે પીછે ચાર ચાર કમાન્ડો ….સાંઢો..
કારસે જરા નીચે તો ઉતરો
પાંવમેં છાલેં નહી પડ જાયેંગે
હમારી મિટ્ટીકા મન કાલા નહીં હે જો આપ કાલે પડ  જાયેંગે… કાલે પડ જાયેંગે .
રામ રાજ્યકે ધોબીઓં સત્તાકે લોભિયોં
આપ હમારા મુંહ ના ખુલવાયેં
સીમા પર શર હમ કટવાયેં
ઓર સુરમા ભોપાલી આપ કહલાયેં
તોપ ઓર બંધુકોં તો ફેંકો અરે મુંહકી મખ્ખી તો ઉડાકે દેખોં
અરે યાર કાયરતા જીસ ચેહરેકા શિંગાર કરતી હે
ઉસ પર મખ્ખી તક બેઠનેકા ઇન્કાર કરતી હે…મખ્ખી તક બેઠનેકા.
માફ કરના હજુર યે મેરે દેશકી સરહદ હે
આપકે બંગલેકા બેડરુમ નહી જહાં રોજ નઇ બુલબુલેં ચહકતી હેં
સરહદે ખુશ્બુસે નહીં ખુન સે મહેંકતી હે….સરહદે ખુનસે મહેંકતી હેં
ઓર મત દો હમેં આશ્વાસનોંકે ઝુલે
હમ શહીદ હુએ તો હમારા નામ તક ભુલે
દિયે હમારે ઘરકે બુઝે ઇતિહાસમેં પાંવ આપકે પુજે
આપ તો ઓર લહુસે હમ નહાયેં
ઓર હોલી ખેલતે આપકે ફોટૂ આયે
કોન એસી બેશરમી પર થુંકે
બલિદાનોંકા સોદા કરના ભી નહિ ચુકે ?
જીસને કશ્મીરકી કેસર ક્યારીઓમેં બારુદ ભર દી
ઉસીકો જીતી હુઇ જમીન વાપસ કર દી !
અબ સીમાઓ પે હમ નહીં આપ મરેંગે
યા વો કાગજ નહી બનેગા
જીસ પર આપ દસ્તક કરેંગે…જીસ પર આપ દસ્તક કરેંગે.
હમી અગર મોસમકા રુખ દેખકર ફસલ બોતે
તો હમ ભિંડી ઓર આપ ટમાટર નહીં હોતે
ક્યા જલવા હે હજુર આપકા
પ્રજાતંત્ર આપકા ચપરાસી હે
સંસદ આપકી દાસી હે
કીસમેં હિંમત હે આપકે ગીરેબાન પે હાથ ડાલે ?
કીયે જાવ ઘોટાલે પે ઘોટાલે
દીયે જાવ કાનુનકો ધોખે પે ધોખે
લગાયે જાવ ભ્રષ્ટાચારકે ચોકે પે ચોકે
અમ્પાયર અપના હે !
એસા સુનહરી અવસર મત ખોના
જબ તક એક દર્શક જિન્દા હે આપ આઉટ મત હોના
દેશ આપકે અબ્બાકી જાગીર હે ખાવ
મગર એક બાત તો બતાવ
ઉસ દિન દુનિયાકે કોનસે વકિલ લાઓગે
જબ અપરાધીયોંકે કઠેરેમાં હમ નહિ તુમ નજર આઓગે
તબ યાદ આયેગા ગુરજારીલાલ નંદા
જબ પડેગા ગલેમેં ફાંસીકા ફંદા
તબ સમજોંગે દેશદ્રોહીયોં કિ દેશ ભકત ક્યું મરકર અમર હોતા હે
ભગતસિંહ ઓર તુમ્હારે ફંદેમેં ક્યા અંતર હોતા હે
હમ સચ્ચી આઝાદી ઉસી દિન મનાયેંગે
જબ આપ લાલ કિલ્લેપે નહીં હમારે દિલોંમેં ઝંડા ફેહારાયેંગે ….હમારે દિલોં મેં
========================================================================

આદરણીય શ્રી માણિક વર્માજીને દેશને સ્પર્શતા હર પ્રશ્નોને

ભારતીય સંસદ સામે ઉભા રહીને સતાધીશોને પુછ્યા હોય

એવો ભાવ ધરવતી મનભાવન રસપ્રદ કવિતા માણો તેમના

જ  શબ્દોમાં..તમે પણ વાહ વાહ પોકારી જશો.

========================================================
રચનાકાર===શ્રીમાણિક્લાલ વર્માજી (મધ્ય પ્રદેશ)

સંકલન= સ્વપ્ન જેસરવાકર

દિવાળી આવી દિવાળી આવી…..કવિતા


દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
============================================ 

Govindbhai%20Patel-USA[2]
આદરણીય વડીલો વહાલાં બહેનો પ્રિય મિત્રો અને
” પરાર્થે સમર્પણ” તેમજ “ગોદડિયા ચોરા”ના વ્હાલા વાંચકો
સાથે  ભવ્યાતિભવ્ય દેશના ભારતીયજનોને દીપાવલીની…
   શુભ કામના અને નુતન વર્ષાભિનંદન
==================================
દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
============================================
દિવાળી આવી દિવાળી આવી જાત જાતના દીવડા  લાવી

સુંવાળી મઠીયાં મીઠાઈ  ઘૂઘરા સાથે અનેરા  ફટકડા  લાવી

દિવાળી બહેન તો રુમઝુમ કરતી સાથે ત્રણ બહેનોને લાવી

વાઘ બારશ ધન તેરસ કાળી ચૌદશ  બહેનોની જોડી  આવી

મળવા ને કાજે  મોંઘેરા ભઈલાને એ રુમઝુમ  કરતી  આવી

નૂતન  વરસના આ નવલા ભઈલાને મળવા દોડતી  આવી

ભક્તિ શક્તિ પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા સાથે લાવી

સાતેય બહેનડીઓને લઈને મળવા ભાઈના સાગરે  સમાવી 

ભાઈ કહે આવો જરૂરથી મળવા મને  ખારાશ  કિનારે મુકાવી

કામ ક્રોધ મોહ લોભ લાલચ વેર ને શત્રુતાની ખારાશ સુકાવી

મધ જેવી મીઠાશ ભળશે જીવનમાં મારા આંગણે એજ આવી

નવલા વર્ષે  મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી.

 

=====================================================

સ્વપ્ન જેસરવાકર…(ગોવિંદ પટેલ)

 

માંગીલાલ ઓર મેંને…કવિતા


માંગીલાલ ઓર મેંને…કવિતા
===============================================
મોતીલાલ અને માંગીલાલ બે નેતાઓ ચુંટણી માટે ટિકિટ માગે છે એમાં
મોતીલાલને ટિકિટ મળે છે અને ચુંટણીમાં હારી જવા સાથે ડિપોઝીટ ગુમાવે
છે તો કોઇ કહે છે કે, જનતાએ આપને હરાવ્યા તો ખરા પણ જનતાનો આભાર
તો માનો .
કવિવર શ્રી માણિક વર્માજીની કલમે આલેખાયેલ અવનવાં અનોખાં ને કદીયે
કોઇએ ના ઉચ્ચાર્યાં હોય એવાં  લાજવાબ સંબોધનો જ્યારે હારેલા નેતા ઉચ્ચારે
છે ત્યારે એવી મજાની હાસ્યની રંગત જામે છે કે કવિ શ્રી માણિક વર્માજીની કલમને
ધન્યવાદ આપવા જ ઘટે.
==================================================
લોકતંત્રકે લુચ્ચોં દગાબાજ તુચ્ચોં
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય હરિજન
જબ હમ હાર ગયે તો કાયકા ઇલેક્શન
ભીતરઘાતીયોં જયચંદકે નાતીયોં
તુમને અંગુરી પીકે અંગુઠા દીખાયા હૈ
આજ મુજકો નહીં મીની મહાત્મા ગાંઘીકો હરાયા હૈ
હમારી હાર બીબીસી લંડનસે બ્રોડકાસ્ટ કરવાઇ
ઓર યે ખબર આજ તક કીસી અખબારમેં નહીં આઇ
દેશકો આઝાદી કિન્હે દીલાઇ…..માંગીલાલ ઓર મેંને…(૧)
ગુલમચો ગુલામસે મતદાતા બને તો બુધ્ધિ ચકરાઇ
હમારે ચેહરે પર સુખા ઓર તુમ્હારે ચેહરે પર મલાઇ
પશુ મેલેકે પોસ્ટરો ભુલ ગયે વો દિન
જબ જંગલમેં ઉછલ કુદ કરતે થે
આસમાન ધરતી પર ધરતે થે
અરે લંગોટી લપેટના ભી  ઢંગસે નહિ આયા
તુમકો બંદરસે આદમી કિસને બનાયા…માંગીલાલ ઓર મેંને …(૨)
અંધેરોંકી અવૈધ સંતાનોં હમને તુમ્હેં નૈ રોશનીમેં ખડા કિયા
ઓર હમીકો અંધેરેમેં ચુના લગા દિયા
દુશ્મનકો વોટ ઓર હમકો ટાટા
એક ગાલપે ચુંબન ઓર એક ગાલપે ચાટા
બહોત અચ્છે અબ ખા લો રબડીકે લચ્છે
યે મુંહ ઓર રસ ગુલ્લા કેસરીયા દુધકે પુલ્લે
ઉપરસે ગાંજેકી ચિલમ
ભગવાન કસમ તુમકો યે દિન કીસને દીખાયે…માંગીલાલ ઓર મેંને(૩)
કાયરતાકે કુકડ મુરતો  તુમસે તો બેહતરીન તુમ્હારા બાપ થા
પીછલા ચુનાવ ઇસીને મુજે જિતાયા થા
અરે પેટી લેકે એસા ભાગા કિ આજતક ઘર નહીં આયા
હમને ભી એડી ચોટીકા જોર લગાયા
ઓર ઇસકો શિખંડી પુરસ્કાર કિસને દીલવાયા…માંગીલાલ ઓર મેંને...(૪)
ગીદડકે આખરી અવતારો યે રાજનીતી તુમહારી સમજમેં ક્યું નહી આતી
સત્તા કીસીકી ભી હો જનતા હંમેશાં સતાયી જાતી હે
અરે ખુન હંમેશાં ગરીબોંકા બહા
ઓર યે ચાર જનોંકે સામને કીસને કહા…માંગીલાલ ઓર મેંને…(૫)
ઝાંસીકી રાની કોન થા
પુરા પંડાલ મૌન થા
એક મતદાતા બોલા ઝાંસીકી રાની થા નહિ થી
નેતા ફોરન ઘુમકર બોલે
યે બુધ્ધિ તુમકો કીસને દી…માંગીલાલ ઓર મેંને…(૬)
કાલીદાસકે કલ્લુઓ કભી ખોલા હૈ વો ઇતિહાસકા સુનહરા પન્ના
જબ ભગતસિંહને અસમબ્લીમેં બમ્બ ફોડા
સારે દેશકો જગાયા
હમારે શરીરમેં  ભી એસા કરંટ આયા
યે દેશ પર મર મિટને કે લિયે
એક દરજન બચ્ચે કીસને પેદા કિયે…માંગીલાલ ઓર મેંને…(૭)
કામદેવકી કાર્બન કોપીયો
ક્યા તુમ ઓર ક્યા તુમહારી ઓખાત
અરે જીસ દિનથી તુમહારી સુહાગ રાત
ઓર અંધેરેમેં દીખતી નહીં થી તુમ્હારી લુગાઇ
તબ બીજલીકી બતી કીસને પહુંચાઇ...માંગીલાલ ઓર મેંને…(૮)
દુનિયાકે સારે દેશ હમસે જ્યાદા તરક્કી કર રહે થે
ઉનકે નાઝ નખરે હમેં ખલ રહે થે
અરે હમને ભી એસા દાવ મારા કિ સબ પે પડ ગયે ભારી
સાલોંસે ઇતના કરજા લિયા કિ વો ખુદ હો ગયે ભિખારી
પીટ ગયા સબકા દિવાલા
ઓર યે તરક્કીકા નયા ફોર્મ્યુલા કિસને નિકાલા…માંગીલાલ ઓર મેંને…(૯)
રેગીસ્તાનકે ઠુંઠો સુખેકા મઝા તુમને ચખા
ઓર સંતોષી માતાકા વ્રત હમારી પત્નીને રખા
એક હી ઉપવાસમેં જિંદગી ભારી હો ગઇ
સુબહ તક રામ દુલારી થી સામકો રામ પ્યારી હો ગઇ
ચલી ગઇ સારી જવાની લે કે
ઓર બુઢાપેમેં યે દિન કીસને દેખે….માંગીલાલ ઓર મેંને…(૧૦)
ઓર માંગીલાલ તું તુને  દેશકો ક્યા દીયા
જો કુછ દીયા વો તો મેંને દીયા
ખટિયા તેરી ભી ખડી હે બુન લે
ઓર જાતે જતે એક શેર સુન લે
કિ તુજસે કોઇ ગીલા નહીં હે આસ્તિનકે સાંપ
હમસે હી તુજસે  ખૂન પીલાતે નહી બના..કિ હમસે હી તુજસે  ખૂન પીલાતે નહીં બના.
===============================================
મુલાકાત લ્યો>>>>>http://www.14gaam.com/gujarati-poem.htm
રચયિતા– કવિવર શ્રી મણિક વર્માજી
સંકલન- સ્વપ્ન જેસરવાકર

એ હાલો હાલો ને વેબ ગુર્જરીના મલક્માં…કવિતા


 વેબ ગુર્જરીના ચમકતા તારલાને અભિનંદન…..

 વધુ વિગતે  જાણૉ.…www.webgurjari.in

============================

” ચિરાગ” કેરી જ્યોત થકી ઝળહળી ઉઠ્યો ” દિપક “

”  જિજ્ઞેશ “ કેરી જિજ્ઞાસા ઉદભવ્યો છે ” ગુર્જરી વેબ “

 ” જુગલ કિશોર “ કરાવશે  ” પંચમ “ સુરો કેરી સેર

 ” પ્રજ્ઞાજુ “પ્રમુખસ્થાને ગાજશે જગમાં ગુજરાતી ભેર

============================

ભેર= ભુંગળ , સેર = સહેલ

===============================

 

 

એ હાલો હાલો ને વેબ ગુર્જરીના મલક્માં…કવિતા

=====================================

એ હાલો હાલો ને વેબ ગુર્જરીના મલક્માં

 

એ હાલોને મલકમાં ગરવી ગુજરાતીના ગગનમાં…એ હાલો હાલો ને.

 

નેટ ગુજરાતીઓની વહારે ધાશું 

 

ને  ભાષા સહિત્યને સમજાવશું

 

ગરવી ગુજરાતી ભાષાનાં લખાણૉને સુધરાવશું રે… એ હાલો હાલો ને.

 

નેટ કેરી ટેક્નીકલ વાતોને સમજાવશું

 

શહેરો જિલ્લા તાલુકામાં કોન્ફરન્સો સજાવશું

 

સહિત્ય ને  બોલીને રોજીંદી બાબતોમા ચમકાવશું રે…એ હાલો હાલો ને.

 

વ્યક્તિ વિશેષ સંસ્થા બ્લોગોનો પરીચય પામશું

 

લખાણૉ સંગીત સાંસ્ક્રુતિક કાર્યક્ર્મોને ગજવશું

 

ને ઇતિહાસ ભુગોળ વિજ્ઞાનનો અભિષેક કરાવશું રે ….એ હાલો હાલો ને

 

રસના વિષય ને ગમતા ગુણોનું ગુંજન કરશું

 

દેશ વિદેશ વસતા ગુજરાતીઓનુ વર્તુળ બનાવશું

 

હે વેબ ગુર્જરીના કેકારવ થકી ગુજરાતીને ગજાવશું રે….એ હાલો હાલો ને

 

======================================

સ્વપ્ન જેસરવાકર

ચમકારા ચટણીના (ચુંટણી)… કવિતા


ચમકારા ચટણીના  (ચુંટણી)… કવિતા

===============================================

મિત્રો ઘણું ખરું કોમ્પ્યુટર રીપેર થઈગયું છે તો હવેથી આપના
 
બ્લોગની સફરે આવી શકીશ.

===============================================



ચુંટણી નગારાં ગુજરાતમાં જોર શોરથી વાગી ચુક્યા છે . આ ચુંટણીની

અસર ને રંગત ચટણી જેવી ખાટી મીઠી ને ચટપટી હોય છે એના સંદર્ભમાં

થોડું રમૂજમાં લખેલ છે આશા છે કે આપને ગમશે.

===============================================

ચટણી આવી ચટણી આવી રુમઝુમ કરતી ચટણી આવી


ચટણી આવી ચટણી આવી  ધમધમ કરતી ચટણી આવી 


રંગબેરંગી લાલ પીળી લીલી ધોળી ને કાળી ચટણી આવી


ભાતભાતના રંગો ને  ગજબના જંગો  લઇને  ચટણી આવી

 

======================================================

ચટણી આવે શું લાવે ?

ચમકતી દમકતી વાતો ને  લાવી બીજું ચટણી  શું શું  લાવી ?


વાયદાને વચનો લઈને આવી પૈસાને દારૂ રેલમછેલ લાવી


સભા સરઘસો રેલી ને સાથે  હાથ જોડવાની મુખમુદ્રા લાવી


ઘર ઘર ને સમાજ કે ગામ શહેરમાં ઝઘડાનાં કારણોને લાવી

 

=======================================================

ચટણી શું શું કરાવે  ?

ચટણી પોતાની ચોક્કસ જીતના સરવાળા કરાવે


વિરોધી ઉમેદવારની હાર માટે  બાદબાકી  કરાવે


અપક્ષો ઉભા રાખીને મતદાનનો ભાગાકાર કરાવે


અને જે જીતે એ પોતાની સંપતિનો ગુણાકાર કરાવે

 

==================================================

ચટણીમાં શું શું નડે ?

આદર્શ આચાર સંહિતાનો અમલ જ નડે


અપક્ષ ઉમેદવાર કેરો  કરિશ્મા પણ નડે


પાંચ વર્ષમાં ના લીધેલી મુલાકાત  નડે


જ્ઞાતિ સમાજ કેરા  સમીકરણો પણ  નડે

 

===========================================

 


ચટણીમાં કોણ કોણ ભીંજાય ?

ચટણીમાં ભાજપનાં ભજિયાં પણ ભીંજાય


ચટણીમાં કોંગ્રેસની કચોરીઓ પણ ભીંજાય


ચટણીમાં પરિવર્તનના પકોડાં પણ ભીંજાય


ચટણીમાં સમાજવાદીનાં સમોસાં જ ભીંજાય


બહુજન સમાંજ્વાદીના બટાકા વડાં ભીજાય


અપક્ષોનું મિક્સ ફરસાણ ને ભેલપૂરી ભીંજાય

 

==============================================

ચટણી કેવી લાગે ?

ચટણી ખારી પણ લાગે


ચટણી ગળી પણ લાગે

ચટણી ખાટી પણ લાગે


ચટણી મોળી પણ લાગે


ચટણી  કુટુંબ પણ ભગાવે


ચટણી ભાઈબંધી તોડાવે

 

=========================================

ચટણી કેવા કેવા અનુભવ કરાવે ?

ચટણી  જાત જાતના તો  અનુભવો  કરાવે


સગા સબંધીઓ કંઈક ઊંચા નીચા કરાવે

પાયલુંય ના ઉપજે તેવાઓ લાખો  માંગે


ચટણી જ જીતાવે ને કદી ચટણી જ  હરાવે

એ જીતેલાને સહુ કોઈ  ” હાર “  જ પહેરાવે


“ગોવિંદ ” ગતકડાંમાં ચટણીનો  રાગ ગાવે

=========================================


સ્વપ્ન જેસરવાકર

બાર માસનું ગીત….કવિતા


 
બાર  માસનું  ગીત….કવિતા 

 
==========================================

    
આવ્યો પ્રથમ  કારતક માસ,  લાવ્યો નવા  વર્ષનો   સાદ

ભાઈ બીજ ને લાભપાંચમ, આવે દેવ દિવાળી  ની  સાથ.

 

 

માગશર માસ છે બીજો, હવે  શિયાળાની  ખરીદો  ચીજો

અંબાજીના સંઘમાં જોડાઈને, હેતે ગબ્બર ગઢે જ  ઘૂમો.

 

 

પોષ માસ તો છે  રૂડો, ભાઈ પતંગ લઈને આકાશે  ઝૂમો

માણો  પોંકની  મઝા અનેરી,સાથે ઉધીયાની આશ ઘણેરી.

 

 

મહા માસની આભા  સોનેરી, વસંત પંચમી છે મોઘેરી

લાખેણા  લગ્ન જ લેવાય, સર્વે તો  આનંદ મંગલ ગાય

 

ફાગણમાં ફુલો  મહેકાય ,  હોળી ધૂળેટીએ  રંગોમાં ન્હાય

ધાણી-ચણા,ખજુર ખાય, ડાકોર સંઘમાં માનવ ઉભરાય.

 

 

ચૈત્ર  માસે  મેળા  ભરાય, રામ  જન્મોત્સવ જ  ઉજવાય

 હનુમાન  જયંતિની   સાથે,  ચૈત્રી  નોરતાની   જ  વાટે.

 

 

વૈશાખે  આવે   અખાત્રીજ, ખેડૂત  શોધે  બળદ ને  બીજ

લગ્ન સમયનું છે ટાણું,  કપડા, સોનામાં  જ જાયે નાણું.

 

 

જેઠ માસે  થાય છે ઉકળાટ,  સૌ  જુએ વરસાદની  વાટ

ખેડૂત ખેતર સરખું કરે, સહુ અગાશીમાંથી  કચરો   ભરે.

 

 

મોરલો  કળા  અષાઢે  કરે, ગુરુને અર્ચન પૂજન ભેટ ધરે

રીમઝીમ મેઘ મલ્હાર વરસે,તરસી  ધરતી  હરખે  હર્ષે.

 

 

પુરષોતમની થાયે વધામણી, એ  શ્રાવણની તો એંધાણી

શિવ મંદિરમાં ઘંટારવ ગાજે, બહેનો હૈયે હરખ  જ નાચે.

 

 

ભાદરવો  ભરપુર રાચે, દેવ  દુદાળાને શણગારવા લાગે

શ્રાદ્ધ પક્ષનું  પખવાડિયું આવે, પૂર્વજો ને  તર્પણ  ધરાવે

 

 

આસો  નવરાત્રમાં સંગીતના સાજે, અબાલ વૃદ્ધ સહુ જ નાચે

શરદપુનમ,ધનતેરશ ને,ચૌદશ કાળી, રુમઝુમ આવી દિવાળી.

 

 

આવી છે  ભાઈ બારમાસની કહાની, તહેવારોની  છે જવાની

કહી  છે  “સ્વપ્ન” એ  હરખ વાણી,  વાંચો ગાઓ આ  કહાણી.

=============================================

( શ્રાવણ માસમાં “ બહેનો ને હૈયે હરખ નાચે એટલે રક્ષા બંધન )
 
  “  સ્વપ્ન ” જેસરવાકર 

ગરવા ગુજરાતી થઈને……( કવિતા )


  
ગરવા ગુજરાતી થઈને……( કવિતા )
=========================================================
 
( રાગ: નજરના જામ…… ( ફિલ્મ: અખંડ સૌભાગ્યવંતી )
 
=========================================================
 
 
ગરવા ગુજરાતી થઈને ચાલ્યા ક્યાં તમે
 
દિલને   ટકોરા દઈને  ચાલ્યા ક્યાં તમે.
 
 
 
ગુજરાત તો પાડે   પોકાર તમે ઉભા રહો
 
વાયબ્રન્ટના ખુલ્યાં છે દ્વાર  તમે ઉભા રહો
 
તમે ઉભા રહો તમે ઉભા રહો
 
ગરવા ગુજરાતમાં આવીને ચાલ્યા ક્યાં તમે.
 
 
મંદીનો માર ઝીલીને તમે આવ્યાં હતા
 
પીઝા પાસ્તા ને  તમે અપનાવ્યાં  હતા
 
બર્ગર  બરીટા તો ભાવ્યાં  હતા,  ભાવ્યાં હતા
 
ઘી  ગોળ  રોટલાને છોડીને ચાલ્યા  ક્યાં તમે.
 
 
કોલેસ્ટરના કકળાટે  તો કંટાળ્યા હતા
 
ટેન્શનના તાપે તમને તપાવ્યા  હતા
 
એટલે તો ગુજરાત આવ્યા હતા, આવ્યા હતા
 
લીલાછમ શાકભાજી છોડીને ચાલ્યા ક્યાં તમે.
 
 
આવ્યાં છો તો ગુજરાતની રંગત જાણો
 
ખીચડી ને ઊંધિયા કેરી  જયાફત માણો
 
ને રણોત્સવ કેરી સંગત માણો,  સંગત માણો
 
ગુજરાતના પતંગોત્સવની  વિરાસત માણો તમે.
 
===================================================
 
સ્વપ્ન જેસરવાકર