કેટલીક કહેવતો અને ઉખાણાં….
88888888888888888888888888888888888888888888888888888888888888888888888888
હે.. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલો ગુજરાત.
ચોમાસે વાગડ ભલો ને ઓલ્યો કચ્છડો બારે માસ .
=XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
હે શિયાળે શીરો ભલો ને, ઉનાળે ભલી છાસ ,
ચોમાસે ભજીયા ભલાં , ઓલી ખીચડી બારે માસ.
222222222222222222222222222222222222222222222222222222222222222222222222222
હે જમણો સુએ જોગી , અને ઉન્ધો સુએ ભોગી,
ચત્તો જ સુએ રોગી , અને ડાબો સુએ નીરોગી.
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
હે કલેકટર કકળાટ કરે ને , મામલતદાર મુંઝાય,
સર્કલ બિચારા શું કરે, એતો તલાટી કરે એમ થાય.
888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888
હે પ્રજા પૂછે પ્રધાનજી ને , તમારો વાસો કયાંય
ભોળી પ્રજા ને ભ્રષ્ટાચાર સાથે ખુરશી જ્યાં હોય.
=================================================================================
હે પ્રધાન પૂછે પટાવાળાને , કેમનું ચાલે છે જ ભાય,
પટાવાળો કહે તમે જ લો પછી મારે હાથ ના આવે કાંય
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
(બદલીની ધમકી આપતા પ્રધાન કે નેતાને ) નીચેનું મારી બદલીઓના
પ્રસંગે બનાવેલું છે. બદલપુર બોરસદ તાલુકામાં અને ગાડા પેટલાદ (સોજીત્રા)
તાલુકામાં આવેલું છે.બદલપુર ધુવારણ નજીક છે. મતલબ કે ગાડાથી બસમાં
નીકળું ને બદલપુર પહોચું ત્યારે નોકરીનો સમય ( ૧૧ થી ૫ )પૂરો થી જાય.
ગાડાથી સોજીત્રા એક બસ સોજીત્રા થી પેટલાદ બીજી બસ , પેટલાદથી બોરસદ
ત્રીજી બસ અને બોરસદથી બદલપુર ચોથી બસ પકડવી પડે.
બદલી કરજો બદલપુર પણ રહીશું ગામ ગાડા,
એવા ઠેકાણે મુકજો જ્યાં ભેંસો જણ્યે નર્યા પાડા.
============================================================================================
નથી દીઠી જેણે ભૂખ જીવનમાં , અને એ ભૂખ પર બોલે,
આચરે અનીતિ ભર્યું જીવન, ને સભામાં નીતિ પર બોલે.
સત્તા લક્ષ્મી કામિની જોઈ જેના નયન ચકળ વકળ ડોલે,
અને વ્યાસપીઠ પરથી એ પાછા એ ધર્મ પર બોલે.
777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777777
હે પૂનમની રાત જેવી બીજી કોઈ રાત નથી,
ભજનની વાત જેવી બીજી કોઈ વાત નથી.
ભક્તોની ન્યાત જેવી બીજી કોઈ ન્યાત નથી,
માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી.
=========================================================================================
સંકલન: સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )