Category Archives: સ્વપ્ન…ગીત..ગઝલ

કભી થી…ના હે …ના હોગી…ગઝલ


કભી થીના  હેના હોગી….ગઝલ

========================================
ભૂત, વર્તમાન, ભવિષ્ય આમ ત્રણેય કાળને એક જગ્યાએ દર્શાવતું એક કાવ્ય
 
મધ્ય પ્રદેશના સુવિખ્યાત કવિ શ્રી માણેક વર્માજીની કલમે આલેખાયેલું છે .
જે આપની સમક્ષ પ્રસ્તુત  કરું છું.
આશા છે કે આપને ગમશે. આ મારી ૪૦૦ મી પોસ્ટ છે .
દરેક  બે લીટીમાં જુદા જુદા પ્રસંગોને  દર્શાવતું કાવ્ય ખરેખર અદભૂત તો છે જ
પણ સામાન્ય માનવીની  જીવન શૈલીના પ્રસંગો રજુ કરે છે.
====================================================
મુજે આપસે મહોબત ………કભી થીના હેના હોગી
મેરી એસી ખોટી કિસ્મત …..કભી થીના હેના હોગી
મેં ઉધાર લું કિસીસે ઓર ફિર ઉસે ચુકાઉં
એસી ખરાબ મેરી આદત….કભી થી….ના હે ….ના હોગી
મેં બના હું જબસે લીડર હુઈ ઇસ કદર ફજીહત
મેરે ઘરમે મેરી ઈજ્જત ….કભી થી …. ના હેના હોગી
તું અગર હોતા જાનવર તો તુજે સબ ખરીદ લેતે
યહાં આદમીકી કિંમત…..કભી થી ….ના હે….ના હોગી
મેં ગરીબ આદમી હું મુઝે ન્યાય કબ મિલા હે
મેરે વાસ્તે અદાલત ….. કભી થી ….ના હે …..ના હોગી
મેરે ગુલિસ્તાં કે હોઠોંસે છીન લે હસીં જો
કિસી બમમેં ઇતની તાકત..કભી થીના હે ….ના હોગી
કવિ ઓર ભી હેં યહાં લેકિન આપ જેંસા ” માણિક”
કભી દુસરે કવિકી શોહરત….કભી થીના હેના હોગી
=========================================
રચયિતા= આદરણીય શ્રી માણિક વર્માજી ( મધ્ય પ્રદેશ )
  સંકલન-     સ્વપ્ન જેસરવાકર

વખોડે છે….(.કાવ્ય )


વખોડે છે……….

======================================

          મુક્તક

=======================

મિત્રો ય  મળ્યા છે કેવા જુઓ

એમના જ  લહેણાંનો ય   ભાર    છે.

હસી ખુશી ગુજારતા દિવસ ને રાતો ,

હવે એમણા  મહેણાંનો ય  માર છે.

==================================

 

સાગર ઉપર કરી  સવારી અમે,

જુઓ નાવને  મોજાં રગદોડે  છે.

જીવનના બંધન  ઝાંઝવા નીર,

એ પળમાં પ્રાણને    તરછોડે છે.

સંસાર સંગ્રામ ક્યાંય છે સ્થિર,

એ પળમાં  સબંધો ને   તોડે છે.

સાચા ખોટાની પરખ કરવા કાજે ,

એ હજારો  મોતીઓને ફોડે છે.

કરતા હતા મોજથી વખાણ મારા,

એ મિત્રો જ મને  હવે વખોડે છે.

શું કરવું સમજ નથી  પડતી મને,

સ્વપ્ન એકલો એકલો જ રડે છે.

=================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

સિંદુર આજ ઘોળી લાવ્યો છું….


સિંદુર  આજ  ઘોળી લાવ્યો છું
===================================================================
દિકરી તારા સોભાગ્યનું સિંદુર આજ ઘોળી લાવ્યો છું,
વિઘાતાએ જે લખ્યું હતું તે સરનામું શોઘી લાવ્યો છું,

કાળજા કેરો કટકો તુ, વેગળી નથી કરી ક્યારેય ,
તારી ને મારી જુદાઇનું કોઇને વચન દઇને આવ્યો છું,

દિકરી તારા માટે આજ પાનેતર લઈને આવ્યો છું,
સપના મારા જે હતા પાલવમાં બાંઘી લાવ્યો છું,

પારકી અમાનત છે તુ બીજાની ક્યાં સુઘી સંભાળુ,
ભારે હૈયે તારી કંકોત્રી હેતના તેડા લખવા લાગ્યો છું,

ઢીંગલી જેવી લાડલી માટે રણઝણ ઝાંઝર લાવ્યો છું,
હદય મારું રડે છે પણ મુખ પર સ્મિત લાવ્યો છું,

પથ્થર જેવો બાપ પણ રડી પડે છે દિકરી ની વિદાયથી,
આંગણું મારૂ સુનું થાશે હું વિવશ બની ઉભો છું,

સંસાર તારો સ્વર્ગ બને એજ આશિષ ગુંથી લાવ્યો છું,
દર્પણ છે તુજ મારૂ એવો અરીસો લાવ્યો છું,

પારકાને પોતિકા ગણી બન્ને કુળને શોભાવજે ,
લુછી નાંખ આંસુ દિકરી ખુશીનો અવસર લાવ્યો છું,

ખુણે ખુણે સંભળાશે તારો નાદ , હરપળે આવશે અમોને તારી યાદ,
કોને પાડીશું હવે અમે સાદ, સાસરવાસને શોભાવજે એવી અમ આસ.

===============================================================================

એક કંકોત્રી માંથી ( લેખક અજ્ઞાત )

===============================================================================
 
સંકલન: ‘ સ્વપ્ન’  જેસરવાકર  ( ગોવિંદ પટેલ)

સ્વપ્નનું સમર્પણ ” આદિલ” ને……….


      સ્વપ્નનું  સમર્પણ  આદિલ”  ને
============================================================================
 
                         મુક્તક
============================================================================
 
બેફામ  બન્યા  વિના  આદિલ   તૂટતું  નથી,
ઘાયલ બન્યા વિન  ગઝલ  કોઈ લખતું  નથી.
સ્વપ્ન  ગમે તેવું   સુંદર  હોય  છતાં ,
પરિણામે  શૂન્ય  એ કદી  સાચું   પડતું    નથી.
=============================================================================
 
(  રાગ: ====  માનવ  ના થી   શક્યો તો  ઈશ્વર બની  ગયો.==== )
 
પામી ન શક્યો  પ્રેમ  તો   પાગલ  બની  ગયો,
બેફામ  બની ને   પ્રેમમાં  ઘાયલ  થઈ  ગયો.
અસીમ   પ્રેમ  પામીને  ગુમાવ્યું  છે  આદિલ ,
કેલાશ જવાની  આશમાં   બેહાલ  બની ગયો.
અવિનાશ ને  આદમ તો  ગની મત દહીથી,
શોભિત  થઈને  વેણી   માં ફુલ  બની ગયો.
સૈફ   હતો  હું  પણ   પ્રેમમાં  મળ્યું  જ  શૂન્ય ,
જલન  લાગી  દિલમાં તો  ગુલાલ બની ગયો.
આઝાદ,  બાપુ  કેરું  મનહર  ખીલ્યું  છે પંકજ ,
મરીઝ બનીને  સ્વપ્ન  માં ગઝલ લખી ગયો.
=========================================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ પટેલ)
( આ રચના પણ આદિલની ષષ્ઠીપૂર્તિ સમયે લખેલું છે.)