Category Archives: …સ્વપ્ન…જાણવા જેવું …અનોખું..

” પ્રકૃતિ ” એક વરદાન……


 ” પ્રકૃતિ ” એક વરદાન……

============================================

હે માનવ !

તું….

શિયાળે ઠરી  જાય,

ઉનાળે  બળી જાય,

વરસાદે પલળી જાય,

તારા કરતાં તો જાનવર સારાં

ઋતુએ ઋતુએ આનંદે ચરી ખાય….

 

તારે તો એ.સી ( A/C)માં છે ચોંટવું,

વાણી વિલાસમાં છે રાચવું,

ઉછેરવું નથી તારે એકેય ઝાડવું,

તોયે ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવું…

 

ફુલ જોઇઅને ચુંટી લે,

ફળ જોઇને તોડી લે,

વન મહોત્સવ ને વૃક્ષારોપણના નામે ગજવાં ભરી લે…

કોકે વાવ્યાં તેં માણ્યાં,

તારાં બચ્ચાં શું ભાળશે ?

એવો કદી વિચાર કરી લે…

 

જન્મ્થી મરણ સુધી તને સહારો આ વૃક્ષોનો,

જીવન જીવતાં સુધી પ્રત્યેક પળે ઉપકાર આ વનૌષધિનો,

વિકાસના નામે નાશ કર્યો છે વનરાજીનો,

 

ઓઝોન સ્તરમાં પડ્યું ગાબડું,

અને કર્યો કકળાટ ગ્લોબલ વોર્મિંગનો,

તારી વૃતિ ને વિચાર હંમેશાં સ્વાર્થનો….

 

ભાઇ બસ કર…

બહું થયું હવે….

 

આંબો નહિં તો,

લીમડો – પીપળો વાવ,

કંઇ ના કરે તો પછી,

બાવળ ને જગ્યા આપ….

 

નહિ તો…

શિયાળે ઠરી જઇશ,

ઉનાળે બળી જઇશ,

અને

ચોમાસે તરસે મરીશ….

 

એક એક વૃક્ષ  છે મહાન

” પ્રકૃતિ ” એક વરદાન……

=======================

સ્વપ્ન જેસરવાકર

સેનાપતિઓ ! સાંભળો ! તમારે કોઈ પણ ભોગે કાશ્મીરને બચાવવાનું છે !


એકતા અખંડતાના  શિલ્પી એવા સરદારશ્રી ને જન્મ દિને કરોડો વંદન..

sardarvallabhbhaipatel

saurastra-raajy

સેનાપતિઓ ! સાંભળો ! તમારે કોઈ પણ ભોગે કાશ્મીરને બચાવવાનું છે !

=============================================

ઝીણા તો શ્રીનગરની વિજય યાત્રામાં ભાગ લેવા તૈયાર થઈને બેઠા હતા .

” અબ તો તુમ્હારા, હૌંસલા જરા બુલંદ કરો,

 જો મીલ કે પથ્થર થેં, અબ દિવાલ બન ગયે.”

ઇતિહાસનો એ ઘોર અંધાધૂંધીભર્યો સમય હતો.

કયો સૈનિક કે કયો અફસર કાશ્મીરના મહારાજાના પક્ષે છે અને કયો પાકિસ્તાનનું પડખું સેવે છે,

એનો કોઈ અંદાજ આવતો નહોતો. કોના પર ભરોસો મૂકવો, એ જ યક્ષ પ્રશ્ન હતો. ભારતીય

ગુપ્તચર ખાતાના એંસી ટકા ગુપ્તચરોએ પાકિસ્તાનમાં જવાનું પસંદ કર્યું હતું.

ભારતની ગુપ્તચર સેવા સાવ ખોરવાઈ ગઈ હતી.

સૈનિકના  વેશમાં  પાકિસ્તાનના  હુમલાખોરો આવતા  હતા અને કાશ્મીર  પર  ચડાઈ  કરીને

એમણે  મુઝફ્ફરાબાદ અને  રાહુરાનું  વિજય  મથક  કબજે  કર્યું.  પાકિસ્તાની  સૈનિકો  છેક

બારામુલ્લા  સુધી  આવી  પહોંચ્યા  અને એમને સામે  શ્રીનગર  દેખાતું  હતું !

કાશ્મીરના રાજા હરિસિંઘ સ્વતંત્ર દેશના સ્વપ્ના સેવતાં હતાં. સરહદના તાયફાવાળાઓને

સઘળાં શસ્ત્ર સરંજામ આપીને પાકિસ્તાન આગળ ધસતું હતું.

સ્વતંત્ર દેશ તરીકે કાશ્મીરને રાખવાના સ્વપ્નાં સેવતા રાજા હરિસિંહનો મદાર આઠ હજાર ડોગરા

સૈનિકો પર હતો, પરંતુ એમાંથી ત્રીજા ભાગના મુસલમાન હોવાથી એ બધા પોતપોતાના શસ્ત્રો

સાથે હુમલાખોરોમાં ભળી ગયા. કાશ્મીરની ફોજના કર્નલ નરેન્દ્રસિંહ પરિસ્થિતિનો પાર પામી

શક્યા નહી અને પાકિસ્તાનના પક્ષે ગયેલા સૈનિકોએ એમની ક્રૂર હત્યા કરી.

પાકિસ્તાને કાશ્મીરની કાથુઆથી ભીંબર સુધીની બસો માઇલની સરહદ પર ઘુસણખોરો અને

છાપામારોને શસ્ત્ર સરંજામ સાથે મોકલ્યા હતા. જમ્મુના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પણ પાકિસ્તાન

સાથે ભળી ગયા હતા. મહારાજા હરિસિંઘનું સૈન્ય વિખરાઈ ગયું હતું. હુમલાખોરો લૂંટફાટ,

અત્યાચાર, બળાત્કાર અને આતંક ફેલાવી રહ્યા હતા.

કાશ્મીરના મહારાજા હરિસિંઘ અને મુખ્યપ્રધાન મહાજન ભીંબરમાં જ્યાં રહેવાના હતા, એ ડાક

બંગલાને ઉડાવી દેવાની પાકિસ્તાને યોજના કરી હતી. બંગલો ઉડાડી દીધો, પણ મહારાજા અને

મુખ્યપ્રધાને પોતાનો રસ્તો બદલ્યો હોવાથી ઉગરી ગયા. ૨૩મી ઑક્ટોબરે મુઝફરાબાદ થઈને

પાકિસ્તાનની લોરીઓ, જીપો, બીજા વાહનો અને સશસ્ત્ર પાકિસ્તાનીઓ કાશ્મીરમાં પ્રવેશ્યા.

પાકિસ્તાન સરકારના કહેવાથી પેશાવરની પોલિટિકલ એજન્સીએ આ આક્રમણની વ્યવસ્થાનું

સઘળું આયોજન સંભાળ્યું હતું.

કાશ્મીરના મહારાજાએ વચ્ચે આવેલા પૂલને ઉડાવી દેવાનું વિચાર્યું પણ એને માટે રાજ્યમાં પૂરતો

ડાઇનેમાઇટ નહીં હોવાથી તે શક્ય બન્યું નહી. ડોગ્રા લશ્કરના થોડા સૈનિકોએ આને

અટકાવવાની કોશિશ કરી, પણ એ મુશ્કેલ હતું. ૨૪મી ઓક્ટોબરે તંગદિલી દેખાય નહી તે માટે

મહારાજાએ દશેરાની ઉજવણી કરી.

બીજી બાજુ શ્રીનગર તરફ પાંચ હજાર તાયફાવાળાઓ ધસી આવતા હતા, એથી પ્રજામાં ભય

વ્યાપી ગયો હતો. શ્રીનગરથી ભાગીને સુરક્ષિત એવા જમ્મુમા આશરો લેવા સહુ દોડતા હતા.

કાશ્મીરની હાઇકોર્ટ પણ શ્રીનગરથી જમ્મુમાં ખસેડવાની વાત ચાલી.

૨૪મી ઑક્ટોબરની સાંજ સુધી તો નવી દિલ્હીને કાશ્મીરની કફોડી હાલતનો કશો અણસાર

મળ્યો નહોતો. કાશ્મીર એટલી બધી અંધાધૂંધીમાં ફસાયેલું હતું કે આ સમાચાર પણ એ દિલ્હી

સુધી પહોંચાડી શક્યું નહોતું. પળેપળ કટોકટીભરી હતી, પણ સામે અંધાધૂંધી વધતી જતી હતી.

૨૨મી ઓક્ટોબરે સૌરાષ્ટ્રના માણાવદર, માંગરોળ અને બાબરીયાવાડમાં પ્રવેશવાના ગૃહમંત્રી

સરદાર વલ્લભભાઈ પટેલના નિર્ણયને કેન્દ્રના પ્રધાનમંડળે બહાલી આપી. ૨૩મી ઓક્ટોબરે

માણાવદરનો કબજો લેવાયો. હજી રજવાડાના વિલીનીકરણની આ ઘટનાના પડઘા શમે, ત્યાં

સરદાર સામે નવા સમાચાર આવ્યા.

૨૪મી ઓક્ટોબરે કાશ્મીરની કફોડી હાલતના સમાચાર મળ્યા. કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી

કાશ્મીરના મહારાજા હરિસિંઘનો ભારતમાં ભળી જવાની કાકલૂદીભરી વિનંતી કરતો પત્ર લઈને

નવી દિલ્હી આવ્યા. મહારાજાએ એમને બીજા બે પત્રો પણ આપ્યા હતા. જેમાં એક પત્ર પં.

જવાહરલાલ નેહરુ માટે અને બીજો સરદાર વલ્લભભાઈ પટેલને ઉદ્દેશીને લખેલો હતો. એ

પત્રોમાં કાશ્મીરને બચાવવા માટે સૈનિકો અને શસ્ત્રોની માંગ કરવામાં આવી હતી.

૨૫મી ઓક્ટોબરે પ્રધાનમંડળની સંરક્ષણ સમિતિની બેઠક મળી. વિચિત્ર વાત એ હતી કે લોર્ડ

માઉન્ટબેટન ભારતની સંરક્ષણ સમિતિના અધ્યક્ષસ્થાને હતા. એમણે એવો સવાલ કર્યો કે જે

રાજ્ય પોતાનામાં ભળેલું ન હોય, ત્યાં ભારત કઈ રીતે પોતાનું લશ્કર મોકલી શકે ? પં. જવાહરલાલ

નેહરુએ કહ્યું કે પાકિસ્તાની હુમલાખોરોના પ્રતિકાર માટે શેખ અબ્દુલ્લાની સહાય લેવાનો

વિચાર કરવો જોઈએ. આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલની સિંહગર્જના સંભળાઈ. સરદાર

વલ્લભભાઈએ દ્રઢતાથી કહ્યું કે, ‘કાશ્મીર ભારત સાથે જોડાયું હોય કે ન જોડાયું હોય, તે સાવ

ભિન્ન બાબત છે. હાલ તો એના મહારાજાએ આપણી પાસે લશ્કરી સહાયની માંગણી કરી છે અને

તે આપવામાં મને કોઈ મુશ્કેલી દેખાતી નથી.’

કાશ્મીરના વડાપ્રધાન મહેરચંદ મહાજને કાશ્મીરની છેલ્લામાં છેલ્લી અતિ ગંભીર પરિસ્થિતિથી

સહુને વાકેફ કર્યા. કાશ્મીરના વડાપ્રધાન શ્રી મહેરચંદ મહાજને ભારપૂર્વક કહ્યું કે, કાશ્મીરને

બચાવવું હોય તો બારામુલ્લા અને શ્રીનગર તરફ ધસી રહેલા પાંચ હજાર શસ્ત્રસજ્જ

ઘૂસણખોરોને અટકાવવા જોઈએ અને શ્રીનગરને બેફામ લૂંટ, ક્રૂર, હત્યા અને ભયાનક

વિનાશમાંથી બચાવવું જોઈએ.

પં. નહેરુએ મહાજનને કહ્યું કે, લશ્કર મોકલવાનો નિર્ણય આટલો ઝડપી લઈ શકાય નહીં. આને

માટે પૂરતી તૈયારી અને ગોઠવણ કરવી જરૃરી બનશે. કાશ્મીરના મુખ્યપ્રધાન શ્રી મહેરચંદ

મહાજને જોયું કે ભારતના વડાપ્રધાન પં. નહેરુ આ વિષયમાં તત્કાળ કોઈ પગલું ભરવાનું

વિચારતા નથી.

મહાજનના અભિપ્રાય મુજબ એવી પરિસ્થિતિ હતી કે હવે લશ્કરી સહાયમાં થોડો પણ વિલંબ

થાય, તો કાશ્મીર પર તાયફાવાળા તોફાન મચાવીને પાકિસ્તાનની સત્તાની સ્થાપના માટે રસ્તો

સરળ બનાવી દેશે. પાકિસ્તાનના જિન્નાહ તો શ્રીનગરની વિજય યાત્રામાં ભાગ લેવા માટે તૈયાર

થઈને બેઠા હતા. શ્રી મહેરચંદ મહાજને છેલ્લા ઉપાય તરીકે એક પાસો ફેંકતા કહ્યું, ‘અમને જરૃરી

લશ્કરી દળો આપો, તમારે જે લોકપ્રિય પક્ષને સત્તા આપવાની ઇચ્છા હોય તેને કાશ્મીરમાં સત્તા

આપો, પરંતુ આજે સાંજે લશ્કર અહીંથી શ્રીનગર રવાના થવું જોઈએ, નહીંતર હું લાહોર જઈને

મોહમ્મદઅલી ઝીણા સાથે વાટાઘાટ કરીશ.’

મહાજનના આ શબ્દોએ વાતાવરણમાં ઉત્તેજના આણી દીધી. મહાજન કાશ્મીરના વડાપ્રધાન

હોવાની સાથે કાશ્મીરના મહારાજાના સલાહકાર પણ હતા. કાશ્મીરના મહારાજાએ આઝાદીના

આંદોલન સમયે એક વખત પં. નેહરુને કેદ પણ કર્યા હતા.

પં. નહેરુ કાશ્મીરના શેખ અબ્દુલ્લા તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હત અને એથી જ જ્યારે

મહાજને એમ કહ્યું કે, કાશ્મીરના મહારાજાનો એમને આદેશ છે કે, જો ભારત તરત મદદ કરે, તો

કાશ્મીરને બચાવવા પાકિસ્તાનનો સાથ મેળવવા પ્રયાસ કરવો. આ સાંભળતા જ પં. નેહરુએ

ગુસ્સે મહાજનને કહ્યું, ‘તો મહાજન, તમે ચાલ્યા જાવ.’

મહેરચંદ મહાજન ઊભા થયા અને બહાર જવા જતા હતા, ત્યાં સરદાર પટેલ મહાજનને સહેજ

અટકાવીને કાનમાં કહ્યું, ‘પણ મહાજન, તમારે પાકિસ્તાન જવાનું નથી.’ આ સમયે શેખ

અબ્દુલ્લાએ પણ કાશ્મીરની ગંભીર પરિસ્થિતિ વિશે વાત કરતાં પં. નહેરુ વિચારમાં પડયા. શેખ

અબ્દુલ્લાએ ભારપૂર્વક કહ્યું કે, કાશ્મીરને બચાવવા માટે તાત્કાલિક મદદ આપવી જરૃરી છે.

અત્યાર સુધી આ બધી ચર્ચા સાંભળી રહેલા સરદાર સ્પષ્ટ અને નિર્ણયાત્મક શબ્દોમાં કહ્યું,

‘સેનાપતિઓ સાંભળો, ગમે તે ભોગે કાશ્મીરને બચાવવાનું છે. તમારી પાસે સાધન- સામગ્રી હોય

કે ના હોય, તમારે આ કાર્ય પાર પાડવાનું છે. સરકાર તમને તમામ પ્રકારની મદદ કરશે.’

આટલું કહ્યા પછી સરદારે દ્રઢ અવાજે ઉમેર્યું, ‘જુઓ, તમારે આ કામ પાર પાડવાનું છે. જરૃર, જરૃર

અને જરૃરથી’ (સરદાર ‘જરૃર’ શબ્દ ત્રણવાર બોલ્યા હતા.) ગમે તે થાય, પણ આ કાર્ય સિદ્ધ

કરવાનું છે. કાલ સવારથી ‘ઓપરેશન એરલિફ્ટ શરૃ કરી દો. કોઈ પણ ભોગે કાશ્મીરને

બચાવવાનું છ.’ આટલું બોલીને સરદાર સભામાંથી બહાર નીકળ્યા.

સરદારે નિર્ણાયત્મક અવાજે કાશ્મીરમાં તત્કાળ લશ્કર મોકલવાનો દ્રઢ સંકલ્પ કર્યો. એ રાત્રે જ

ભારતીય લશ્કરની બે કંપની હવાઇ જહાજ મારફતે શ્રીનગર મોકલવાનો નિર્ણય લેવાયો.

દિલ્હીના સંરક્ષણ મથકે રાતભર ધમાલ થઈ રહ. લશ્કરી અધિકારીઓ અને સનદી અમલદારોએ

આખી રાત જાગીને પાયલોટો, હથિયારો અને પુરવઠો એકઠો કર્યો. જગતના ઇતિહાસમાં હવાઈ

જહાજ મારફતે આટલું મોટું લશ્કર મોકલવાની વિરલ ઘટના સર્જાઈ.

એ સમયે દેશમાં સહુને માટે એક આશ્ચર્ય સર્જાયું. નાગરિકો માટેના દેશના તમામ વિમાનો દિલ્હી

પહોંચી ગયા. નાગરિક માટેનું વિમાન હોય કે લશ્કરનું વિમાન હોય, પણ તેમાં દિલ્હીથી એકસો

વિમાન મારફતે લશ્કર શ્રીનગર પહોંચ્યું.

સરદાર પટેલના નિર્ણયે એક નવી પરિસ્થિતિ ઉભી કરી. સરદાર પટેલ દ્રઢ નિર્ણયના માનવી હતા

અને એ જ રીતે એ નિર્ણયના પૂર્ણ અમલીકરણને ચકાસનારા હતા. લશ્કર વિમાન મારફતે ગયું તે

પૂર્વે સ્કવોડ્રન લીડર ચીમનીએ સરદાર પટેલને કાશ્મીરમાં વિમાન મારફતે જવા તૈયાર થઈ રહેલી

સેનાની માહિતી આપી.

હજી લશ્કરનો પહેલો કાફલો પહોંચે, ત્યાં જ સરદાર પટેલે ખુદ કાશ્મીર જવા માટે ભારતીય હવાઈ

દળના વિમાનની માંગણી કરી. એમને કાશ્મીરની જાત તપાસ કરવી હતી. લશ્કર મોકલ્યું, પણ

એની જરૃરિયાતો પ્રત્યક્ષ રીતે જાણવી હતી.

શ્રીનગરના હવાઈ મથક પર અગાઉના દિવસે ત્રણસો જેટલા ઘૂસણખોરોએ હુમલો કર્યો હતો.

એના અર્ધા ભાગ પર ઘૂસણખોરોનો બોંબમારો ચાલતો હતો. આવે સમયે કાશ્મીરમાં જવું એ

સામે ચાલીને જાનનું જોખમ વહોરવા જેવું હતું. સરદાર કદી આવા જોખમોથી ડર્યા નહોતા.

મૃત્યુનો એમને કશો ભય નહોતો, આથી તેઓ મણિબહેન અને બીજા સ્ટાફના સભ્યોની સાથે

કાશ્મીર જવા નીકળ્યા.

કોઈકે એમ કહ્યું કે આવા જોખમી સફર માટે કમાન્ડર ઇન ચીફ સર રોય બૂચર તમને પરવાનગી

નહિ આપે. બોંતેર વર્ષના સરદાર પટેલે કહ્યું કે એ અંગે તમારે ચિંતા કરવાની જરૃર નથી. માત્ર મને

જવા માટે વિમાન આપો.

સરદાર પટેલ તત્કાળ શ્રીનગર ગયા. જઈને સીધા ભારતીય લશ્કરના બ્રિગેડિયર સેનને કહ્યું કે,

તમારે કોઈ પણ ભોગે વિજય મેળવવાનો છે. એને માટે તમારી જે જરૃરિયાત હોય, તે તત્કાળ

જણાવો તે મળે તેવો પ્રબંધ કરીશ. સરદાર પટેલે આવશ્યકતાઓની યાદી કરી લીધી. તરત જ

દિલ્હી પાછા ફર્યા. સેનાપતિ એમને શ્રીનગરના હવાઈ મથક સુધી વળાવવા આવવા માંગતા

હતા, ત્યારે સરદારે કહ્યું, ‘તમારે વળાવવા આવવાની જરૃર નથી. તમે તમારું કામ કરો અને હું

મારું કામ કરું.’ સરદાર રાત્રે દિલ્હી પહોંચ્યા અને તરત જ મધરાતે ફોન કરીને સઘળી

સાધનસામગ્રી તૈયાર કરાવી મોકલી આપી.

સરદાર પટેલે જોયું કે, આ લડાઈ લાંબી ચાલવાની છે. આથી જમ્મુ અને પઠાણકોટ વચ્ચે ભારે

વજનદાર લશ્કરી વાહનો ચાલી શકે, તેવા મજબૂત રસ્તાની જરૃર છે. આ રસ્તો આઠ મહિનામાં

તૈયાર થવો જોઈએ. આ અંગે સરદાર પટેલે જાહેર બાંધકામ ખાતાના મંત્રી ગાડગીલને બોલાવ્યા.

એમને નકશો ખોલીને સરદારે જમ્મુથી પઠાણકોટનો ૬૫ માઇલનો લાંબો રસ્તો બતાવ્યો. કહ્યું કે

આ રસ્તો યુદ્ધ સમયે ઉપયોગમાં લેવાય તેવો બનાવવો છે. શ્રી ગાડગીલે કહ્યું, ‘આ નકશામાં માત્ર

રસ્તો બતાવ્યો છે, પણ એમાં વચ્ચે આવતી ટેકરીઓ નથી. નદી પર બાંધેલા નાળા નથી. આ

બધાનો વિચાર કરવો પડે.’
સરદાર પટેલે કહ્યું, ‘આ બધાનો વિચાર કરજો, પણ આ કામ કોઈ પણ હિસાબે થવું જોઈએ.’

પાંસઠ માઇલનો રસ્તો બાંધવા માટે રાજસ્થાનથી ખાસ ટ્રેનો મારફત મજૂરો બોલાવવામાં

આવ્યા. રાત્રે કામ ચાલે, તે માટે ફ્લડલાઇટો મૂકાવી. મજૂરો માટે દવાખાનાં અને હરતા-ફરતા

સિનેમાઓ ઊભા કર્યા. ચીજવસ્તુઓ મળી રહે તે માટે બજાર ઊભું કર્યું.

અંતે સરદારની ઇચ્છા મુજબ પાંસઠ માઇલનો રસ્તો સમયસર પસાર થઈ ગયો.

===========================================================================  સંયોજક ===સ્વપ્ન જેસરવાકર

દિપાવલીની શુભ કામના.====


દિપાવલીની શુભ કામના.====

=======================================================================

ભવ્ય ભારતના હરેક જન જનની તેમજ તમામ નાગરિકોને દિપાવલી શુભ કામના.

Govindbhai%20Patel-USA[2]=======================================================================

ઘરના આંગણે દિવડા પ્રગટાવજો પણ એના પ્રકાશનું કિરણ દિલમાં દીપાવજો.
ઘરના આંગણે રંગોળી સજાવજો પણ એ રંગબેરંગી ડિઝાઇન દિલમાં કોતરજો.
દિપાવલીમાં મેવા મિઠાઇ ચાખજો પણ એ મિઠાશ સમાજ ઘડતરમાં ફેલાવજો.
દિપાવલીમાં નવાં વસ્ત્રો ખરીદજો પણ કોઇ અનાથને વસ્ત્ર આપીને સજાવજો.
દિપાવલીમાં ધનપપૂજન કરજો ને એમાંથી સફાઇ,આરોગ્ય, વિદ્યામાં વાપરજો.
દિપાવલી ઉમંગથી મનાવજો પણ દેશ રક્ષા કાજે ઝઝુમતા જવાનો ના ભુલજો.
દિપાવલીમાં કાશ્મીરથી કન્યાકુમારી ને દિવથી દિબ્રુગઢ સુધી એકતા મનાવજો.
=======================================================

સ્વપ્ન જેસરવાકર

 

૧૨ જુલાઇ ” રાષ્ટ્રીય કવિતા દિવસ ” નિમિતે પ્રથમ કવિ સંમેલન વિષે….


૧૨ જુલાઇ ” રાષ્ટ્રીય કવિતા દિવસ “ નિમિતે પ્રથમ કવિ સંમેલન વિષે….

===============================================================

આજ કાલ કવિ સંમેલન જેવા અનેક અવનવા કાર્યક્રમ યોજાય છે . તો

અમારી ચેનલ દ્વારા પ્રથમ કવિ સંમેલન અંગે સંશોધન કરવાનું કાર્ય અમે

ગોદડિયાજીને સોપ્યું. જેની ફળશ્રુતિ સ્વરુપે આ માહિતિ પ્રાપ્ત થઇ છે….

તો દિલ થામ કે  પઢિયે……

======================================================

“ગોદડિયા ચેનલ “ ના પત્રકાર ” બુઢ્ઢેશ્વર ગરબડેશ્વર ગોદડિયાજી “ દ્વારા==

પ્રસ્તુત દુનિયાના પ્રથમ કવિ સંમેલન અંગેનો હેવાલ જાણો અને માણો.

=======================================================

krishna-preaching-geeta-to-arjuna-during-kurukshetra-QA55_l

સવાલ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન ક્યારે ભરાયું હતું ?

જવાબ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન ” મહાભારત કાળ ” માં ભરાયું હતું .

સવાલ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન કયા સ્થળે ભરાયું હતું ?

જવાબ== દુનિયાનું પ્રથમ કવિ સંમેલન હરિયાણા રાજ્યના ” કુરુક્ષેત્ર “માં ભરાયું હતું .

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં વક્તા (કવિ )તરીકે કયા કવિ હતા ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલન વક્તા (કવિ ) ” શ્રી કૃષ્ણ ” ભગવાન હતા .

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કેટલા શ્રોતાઓ હતા ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં લાખો શ્રોતાઓ હતા પરંતુ ” અર્જુન” એકલા

                    જ કવિ સંમેલન કેરો આસ્વાદ સાંભળી શકતા હતા.

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિતાનો વિષય કયો હતો ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિતાનો વિષય ” ગીતા જ્ઞાન ” હતો.

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિએ કવિતામાં શેનું વિવરણ કર્યું હતું ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિએ માનવ જાતને કર્મ -કલ્યાણ-નિતિ-

                   ધર્મ- ફરજ-એવા ઉદાહરણો આપી સત્ય માટે સ્નેહીજનો સામે પણ લડવું

                   એવા અનેરા ઉપદેશનું વિવરણ કર્યું હતું .

સવાલ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમા કવિતામાં કેટલી પંક્તિઓ હતી ?

જવાબ== દુનિયાના પ્રથમ કવિ સંમેલનમાં કવિતામાં ૧૪૦૦ પંક્તિઓ એટલે કે ૭૦૦

                   શ્લોક હતા .

=================================================================

આ રાજ્યનું નામ હરિયાણા કેમ પડયું ??????????????????????????????????????

જ્યારે મહાભારત યુધ્ધ હરિયાણાના કુરુક્ષેત્રમાં લડાયું ત્યારે એક પક્ષના સૈનિકો સુર્યાસ્ત પછી

એક બીજાને મળતા ખબર અંતર લેતા પણ પક્ષને દગો દઇ બીજા પક્ષમાં જતા નહિં.

જ્યારે કુરુક્ષેત્રમાં ભગવાને ગીતા જ્ઞાન આપ્યું પછી હરિયાણાના રાજકારણમાં  એક પક્ષે કહ્યું

” હરિ – આના ” એટલે બીજા પક્ષમાંથી હરિ નામનો માણસ ભજન ( ભજનલાલ )કરતો કરતો

બીજા પક્ષમાં પેસી ગયો ને હરિ-આના…હરિ-આના કરતાં પક્ષ પલટાની શરુઆત થઇ ગઇ !!!!!

========================================.=============================..

સ્વપ્ન જેસરવાકર

ખુરશી માટે સરદાર સરદાર સરદાર કરતા નેતાઓને સવાલો


ખુરશી માટે સરદાર સરદાર સરદાર કરતા નેતાઓને  સવાલો.
==================================================

જન જન કેરા મનમાં વસે સરદાર હમારા..  ( કાવ્ય )

(૧)૨૦૦૧ થી ૨૦૦૭  સુધી મોદી સાહેબ ને ભાજપના નેતાઓને સરદાર સાહેબ કેમ યાદ
આવ્યા જ નહિ.?
(૨)૨૦૦૭માં જ્યારે સુરતમાં પાટીદાર સંમેલન ભરવાની જાહેરાત થઇ ત્યારે રાતોરાત
કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય કર્યો છે સરદાર સાહેબને ભુલાવી દીધા છે. એવી વાતોનો
જોરદાર પ્રચાર મારો શરુ કર્યો
કેમકે ૨૦૦૭ના ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આવતી હતી.
અલ્યા એમણે તો ભુલાવી દીધા તમે શું કર્યું.? એ તો જણાવો ને .
(૩) પાટીદારો ભાજપથી વિમુખ ના થાય માટે  મત અને સતાની લાલચે મોટે ઉપાડે
જાહેરાત કરી કે અમે તેમની દુનિયામાં ન હોય તેવી મોટી પ્રતિમા બનાવીશું. પ્રતિમા
૨૦૦૭ થી બનાવો છો તે ક્યારે બનશે.?
(૪) મોદી સાહેબ દિલ્હીમાં રાજ ધાટ, વિજય ઘાટ, શાંતિ ઘાટ એવા અનેક ઘાટ છે. એ તો
આપ જાણતા હશો.
(૫)સરદારશ્રીનો એકતા અખંડિતતા ઘાટ કેમ નથી ? કોગ્રેસે ભુલાવી દીધા તો સવા
વરસમાં આપને યાદ આવ્યું ખરું.?
(૬) ઘણા બહાનાં કાઢે છે કે સરદાર સાહેબની અંતિમક્રિયા મુંબાઇમાં ચોપાટી પર થયેલી
તો મહારાષ્ટ્ર્માં ૧૯૯૫ થી ૨૦૦૦ સુધી ભાજપ ને શિવસેના સરકાર હતી તે દરમ્યાન
સરદાર સમાધિ સ્થળ કેમ ના બનાવ્યુ. આપ તો ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી હતા. ?
હાલ આપ વડા પ્રધાન છો ને ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં છે.! એ જરા વિચારો.
(૭) ગુજરાતના પનોતા પુત્ર સરદારશ્રીનું સમાધિ સ્થળ કે ઘાટ સાબરમતી કિનારે
અમદાવાદમાં બનાવવાનો વિચાર આપને ૨૦૦૧ થી ૨૦૧૪ સુધીમાં ક્યારેય કેમ ના
આવ્યો.?
(૮) મોદીજી આપ ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે
અમદાવાદમાં શાહીબાગમાં સરદાર પટેલ મેમોરિયલ છે એની મુલાકાતે કેટલા વખત
ગયા છો. મને ખ્યાલ છે ત્યાં સુધી મનમોહનસિંહ વડા પ્રધાન તરીકે એ મેમોરિયલ
મુલાકાતે આવેલા ત્યારે જ આપ ત્યાં ગયેલા. ખરું ને.
(૯) સરદાર સરદાર સાહેબની બુમો પાડી આપે સરદાર મેમોરિયલ ને ગુજરાતના મુખ્ય
મંત્રી તરીકે કેટલી આર્થિક સહાય કરી?
(૧૦) ગુજરાતના હાલના મુખ્ય માંત્રી આનંદીબેને સરદાર મેમોરિયલની કેટલી વાર
મુલાકાત લીધી.?
(૧૧) ગુજરાતના ધારાસભ્યો કે પ્રધાન મંડળના સભ્યોએ સરદાર મેમોરિયલની કેટલી
વાર મુલાકાત લીધી.?
(૧૨) ગુજરાતના ધારાસભ્યો કે નેતાઓએ સરદારશ્રીના વતન કરમસદની મુલાકાત
લીધી છે ખરી?
(૧૩) એમનું જન્મ સ્થળ એમના મોસાળ નડિયાદમાં છે એ ખબર છે ખરી?
(૧૪) ૩૧ ઓકટોબરે કે ૧૫ ડિસેમ્બરે જી, આજતક , સહારા સમય કે બીજી ચેનલો ખાલી બે
મિનિટ જ સરદાર સાહેબને સમાચારોમાં સ્થાન આપે છે તે માટે સરદારનું ગાણું ગાતા
નેતાઓએ એના પત્રકારો કે સ્ટુડિયોમાં બેઠેલા એન્કરને આબાબતે કોઇ સવાલ પુછ્યો છે કે
વિરોધ નોધાવ્યો છે.?
(૧૫)મોદીજી આપે વડા પ્રધાન થવા સરદારશ્રીની મહાન પ્રતિમા માટે આપે દેશભરમાં
ફરી સભાઓ ગજવી કિસાનો પાસેથી લોખંડ ભેગું કર્યું તેની શું થયુ.? તે અત્યારે ક્યાં છે ?
કે પછી અદાણીજી એનો વહીવટ કરી ક્યાંક લોખંડની ખાણોનો વેપાર તો નહિ કરે ને ?
(૧૬) એમના જન્મ દિવસને ” એકતા અખંડિતતા દિવસ” જાહેર કર્યો ખરો.?
(૧૭)  અલ્યા જો સરદારશ્રીએ રજવાડાં એકત્ર કરી ભારતનું નિર્માણ ના કર્યું હોત તો આપ
સર્વે નેતાઓ ધારાસભ્યો સાંસદોપ્રધાનો કે મુખ્યપ્રધાન  કે વડા પ્રધાન ના બની શક્યા
હોત. અલ્યા જેમને લીધે આવું  ઉચ્ચ સ્થાન ને સુખ સગવડો ભોગવો છો એમને જ ભુલી
જાવ છો આવા નગુણા કેમ છો ?
(૧૮) રામના નામે પથરા તર્યા.
(૧૯) ગાંધીના નામે ગઠિયા તર્યા.
(૨૦) સરદારના નામે સાંઢિયા તર્યા.

=========================================================================

સ્વપ્ન જેસરવાકર ..

” શિક્ષણ સરોવર ” બ્લોગાધિપતિ માનનીય કિશોરભાઇ પટેલ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક બનશે.


” શિક્ષણ સરોવર ” બ્લોગાધિપતિ માનનીય કિશોરભાઇ પટેલ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક બનશે.

કિશોર પટેલ

                                                           શ્રી કિશોરભાઇ પટેલ
         મુરબ્બી વડિલો તથા સ્નેહી મિત્રો
ઘણા સમય બાદ આપની સમક્ષ ઉપસ્થિત થવા બદલ માફી માગું છું.
એક નવીનતમ ખુશીનો સંદેશ આપની સાથે વહેંચવા માગું છું.
” શિક્ષણ સરોવર “ બ્લોગાધિપતિ માનનીય કિશોરભાઇ પટેલ (સુરત) જેઓ શિક્ષણ ક્ષેત્રે અનન્ય
સિધ્ધિઓ પ્રાપ્ત કરી સુવર્ણ ચંદ્ર્ક તેમજ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું અદકેરું બહુમાન પામ્યા છે.

3 ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક રાજય પારિતોષિક મેળવવા બદલ રાજયપાલશ્રી.

 

 

 

 

 

“ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પણ કરતા  રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્મા “

રાજ્ય કક્ષાએ ઝળહળતા તારલા જેમ ચમકી હવે રાષ્ટ્રીય કક્ષાએ અનેરા સન્માન સાથે ચમકશે.
આગામી પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ ” શિક્ષક દિને”  ભારતના રાષ્ટ્ર્પતિ માનનીય
પ્રણવ મુકરજી સાહેબના વરદ હસ્તે રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન મેળવશે.
આ આનંદોત્સવના ભાગીદાર થઇ એમને અનેરા અભિનંદન પાઠવશો એવી અભ્યર્થના.
આ છે એમનો બ્લોગ……….
https://shikshansarovar.wordpress.com/
તેઓનું મેઇલ એડ્રેસ અને ભારતનો ફોન નીચે મુજબ છે.
doctor.kmpatel811@gmail.com
dr.kishorpatel@yahoo.co.in
૯૪૨૭૮૧૧૮૧૧ ( સુરત)

૧૧ એવા દેશોનું ચલણ જ્યાં ડોલરની દાદાગીરી નથી ચાલતી


૧૧ એવા દેશોનું ચલણ જ્યાં ડોલરની દાદાગીરી નથી ચાલતી.

=======================================================================================

તે દેશોના ચલણ સામે રૂપિયો છે કંગાળ

આ એવા દેશ છે જેમના ચલણોની સામે ડોલર ઘણો નબળો પડે છે. 

============================================

 દેશ – કુવૈત

 ચલણ – દીનાર 

 1 દીનાર = 3.39 યુએસ ડોલર

 1 દીનાર = 208.06 રૂપિયા

=========================

 દેશ – બહરીન

 ચલણ – દીનાર

1 દીનાર = 2.65 યુએસ ડોલર

1 દીનાર = 162.88 રૂપિયા

========================

દેશ – ઓમાન

ચલણ – રિયાલ

 1 રિયાલ = 2.60 યુએસ ડોલર

 1 રિયાલ = 159.51 રૂપિયા

=========================

દેશ – લાટવિયા

ચલણ – લાટ્સ

 1 લાટ્સ = 1.60 યુએસ ડોલર

 1 લાટ્સ = 98.29 રૂપિયા

=======================

દેશ – યુનાઇટેડ કિંગડમ (યુકે)

ચલણ – પાઉન્ડ

 1 પાઉન્ડ = 1.51 યુએસ ડોલર

 1 પાઉન્ડ = 92.71 રૂપિયા

=======================

દેશ – ફોકલેન્ડ આઇલેન્ડ્સ

ચલણ – પાઉન્ડ

1 પાઉન્ડ = 1.51 યુએસ ડોલર

1 પાઉન્ડ = 93.06 રૂપિયા

=======================

દેશ – ગિબ્રાલ્ટર

ચલણ – પાઉન્ડ

 1 પાઉન્ડ = 1.50 યુએસ ડોલર

 1 પાઉન્ડ = 92.20 રૂપિયા

=======================

દેશ – જોર્ડન

ચલણ – દીનાર

 1 દીનાર = 1.41 યુએસ ડોલર

 1 દીનાર = 86.54 રૂપિયા

=======================

દેશ – યુરોપીય સંઘના દેશ

ચલણ – યુરો 

1 યુરો = 1.12 યુએસ ડોલર

1 યુરો = 69.07 રૂપિયા

======================

દેશ – ઐજરબેઝાન

ચલણ – માનત

 1 માનત = 1.27 યુએસ ડોલર

 1 માનત = 78.25 રૂપિયા

=====================

દેશ – કેમેન દ્વીપ

ચલણ – ડોલર

1 ડોલર = 1.22 યુએસ ડોલર

1 ડોલર = 74.95 રૂપિયા

=============================================

હાલમાં અમેરિકન ડોલર, યુરો, બ્રિટિશ પાઉન્ડ અને

જાપાનીઝ યેન પછી પાંચમાં ક્રમ પરચીનનું ચલણ યુઆન આવે છે.

=============================================

સ્વપ્ન જેસરવાકર

આજે ખોડિયાર જયંતિ:


૨૦૧૪નાં પરાર્થે સમર્પણનાં લેખાં જોખાં


The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

૨૦૧૪નાં પરાર્થે સમર્પણનાં લેખાં જોખાં

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 56,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 21 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.

મળવા જેવા માનવી-શ્રી અરવિંદ અડાલજા…શ્રી.પી.કે.દાવડા


 

 મળવા જેવા અનેરા માનવી- શ્રી અરવિંદ અડાલજા…શ્રી.પી.કે.દાવડા

===============================================================

ARAVIND ADALAJAA

અરવિંદભાઈનો જન્મ ૧૯૩૯ માં જામનગરમાં થયો હતો. એમના જન્મના ત્રણ-ચાર

મહિના બાદ જ એમના પિતાનું અકાળ અવસાન થયું. અરવિંદભાઈ અને એમની મોટી

બહેનને ઉછેરવાની જવાબદારી એમના માતા, નાની અને પરદાદાએ નિભાવી.

પરદાદાને મળતું નજીવી રકમનું પેનશન અને માતા અને નાની ને નાના-મોટા કામો

કરી મળતી આવકમાંથી કુટુંબનો  નિભાવ થતો.

અરવિંદભાઈનું પ્રાથામિક શાળાનું શિક્ષણ ગામની શાળામાં થયું. માધ્યમિક શાળાનું

શિક્ષણ નવાનગર હાઈસ્કૂલમાં થયું. અહીંથી તેમણે ૧૯૫૬ માં SSC પરીક્ષા પાસ કરી.

SSC બાદ તેમણે જામનગરની ડી. કે. વી. કોલેજમા આર્ટસમાં પ્રવેશ મેળવી,

૧૯૬૦ માં  અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર(Political Science) માં B.A. ની ડીગ્રી

મેળવી. શાળા અને કોલેજના અભ્યાસ દરમ્યાન એમને મોઢ-વણિક જ્ઞાતિની

સંસ્થાએ ખૂબ જ સહાય કરી. વાંચનનો શોખ એમનો શાળાના સમયની શરૂ

થઈ ગયેલો, જે કોલેજના અભ્યાસ દરમ્યાન પણ જળવાઈ રહ્યો.

અરવિંદભાઈ કહે છે, “વાંચને મને તટસ્થાતાથી વિચારવા પ્રેર્યો અને મારાં વિચારો

પૂર્વગ્રહ રહિત તથા પ્રી કંડીશન્ડ નહિ થતાં ખૂલ્લા મને વિચારી મારાં પોતાના વિચારો

ઘડતા શીખવ્યો.”

B.A. નો અભ્યાસ પુરો કરી, બેંકમાં નોકરી કરતાં કરતાં એમણે રાજકોટની લૉ કોલેજમાં

અભ્યાસ કરી, ૧૯૬૨ માં L. L. B. ની ડિગ્રી મેળવી. નોકરી હોવાથી આર્થિક ભીંસમાંથી

થોડી રાહત મળી.વકીલાત કરવા તેમની પસંદગી જામનગર ઉપર હતી, એટલે એમણે

બેંકને વિનંતી કરી, પોતાની બદલી જામનગર ખાતે કરાવી લીધી. અહીં વકિલાત શરૂ

કરતાં પહેલાં જ એમના હાથમાં “An Art Of An Advocate” પુસ્તક આવ્યું.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક લાઈનમાં લખેલું,

“WE HAVE TO LIVE ON OTHERS MISFORTUNE”. આ વાક્યે એમને વિચારતા

કરી મૂક્યા. એમણે વકિલાત કરવાને બદલે બેંકની નોકરીમાં જ રહેવાનો નિર્ણય કર્યો.

૧૯૬૩ માં અરવિંદભાઈના લગ્ન હસુમતિબેન (કલ્પનાબેન) સાથે અત્યંત સાદાઈ પુર્વક થયા.

આદંપતીને બે પુત્રીઓ અને એક પુત્રની પ્રાપ્તી થઈ. ૩૭ વર્ષના અત્યંત સુમેળ ભર્યા

દાંપત્યજીવનબાદ, કલ્પના બહેનનો ૨૦૦૦ માં કેન્સરની બિમારીથી અવસાન થયું.

અરવિંદભાઈ કલ્પનાબહેન વિષે કહે છે, “મારી જીવનસંગીનીએ અભ્યાસ ઈંટર આર્ટ્સ

સુધી કરી છોડી દીધો હતો. પિયરમાં એકની એક દિકરી તરીકે લાડ-કોડમાં ઉછરેલી,

સાસરવાસમાં એક અત્યંત સમજદાર,કુશળ અને પરગજુ ગૃહિણિ પુરવાર થઈ.”

clip_image004

અરવિંદભાઈ, કલ્પનાબેન, ત્રણ બાળકો અને અરવિંદભાઈના માતા, એમ છ જણાના

સુખેથી ચાલતા પરિવારમાં ૧૯૭૬ માં કટોક્ટી ઉભી થઈ. અચાનક એમના બનેવીનું

અવસાન થતાં બહેન અને એના ચાર બાળકોની તમામ જવાબદારી અરવિંદભાઈ ઉપર

આવી પડી. આ સમયે તેઓજૂનાગઢમાં હતા.આમ એમના કુટુંબના છ અને બહેનના

કુટુંબના પાંચ મળી ૧૧ વ્યક્તિની તમામ પ્રકારની જવાબદારી નિભાવવામાં એમની

પત્ની કલ્પનાબેને  સિંહનો ફાળો આપ્યો.

એ સમયને યાદ કરી અરવિંદભાઈ કહે છે, “કપરા કાળમાં જ વ્યક્તિની સમજદારી-કુનેહ,

કુશળતા તથા વ્ય્વહારિક સમજની કસોટી થતી રહે છે, જેમાં મારી કલ્પુએ અમોને પાર

ઉતાર્યા. આ સમય દરમિયાન એણે નોકરી કરી, કરકસરથી બંને પરિવારને સાચવ્યા,

ઉપરાંત પાંચ વર્ષ સુધી પોતાના માટે એક કપડું નહિ ખરીદ્યું. અમારા બાળકોને પણ

સાદાઈ અને કરકસરથી જીવન બસર કરવાના સંસ્કાર આપ્યા.બહેનની ત્રણ દિકરી અને

એક દીકરાના શિક્ષણ, લગ્ન વગેરે સમજદારી પૂર્વક સાદાઈથી કરી, તેમને સર્વેને

પોતાના પગ ઉપર ઉભા કરી તેમનો સંસાર વસાવી આપ્યો.સંસાર ચલાવવાની

તેની કુનેહ અને હોંશિયારીને કારણે અમે અમારાં સ્વપનનું પોતીકું ઘર ” વિસામો ”

બનાવી શક્યા, ઉપરાંત બાળકોના લગ્ન વગેરે પણ સારી રીતે ઉકેલી શકયા.”

અરવિંદભાઈ અને કલ્પનાબહેનના વિચારોનું એમના બાળકોએ પણ એમના પોતાના

જીવનમાં અનુસરણ કર્યું છે. સ્વાલંબન, સાદગી અને કુટુંબ વત્સલતાના ગુણો એમના

ત્રણે બાળકોએ અપનાવ્યા છે. જરૂરત વખતે સખત પરિશ્રમ કરી કુટુંબની મુશ્કેલીઓનો

સામનો કરવામાં હાથ બઢાવ્યો છે, અને સમાજના ખોટા રીત રિવાજને તિલાંજલી આપી,

એમણે સાદાઈથી લગ્ન કર્યા છે.ત્રણે બાળકો હવે જીવનમાં ઠરીઠામ થઈ પોતપોતાનું

જીવન વ્યતિત કરે છે.

અરવિંદભાઈ અંધ શ્રધ્ધાથી ખૂબ જ દૂર રહે છે. ગ્રહદશા, બાધા-આખડી, શુકન-અપશુકન

વગેરેમાં જરાપણ વિશ્વાસ ધરાવતા નથી. આજકાલ મંદિરોના હાલચાલ વિષે તેઓ કહે છે,

“આપણાં દેશમાં મંદિરો વ્યવસાય બની ચૂક્યા છે. મંદિરોની ભવ્યતા, અઢળક ધનરાશી,

સાધુ-સ્વામીઓ અને મહંતોની વૈભવી જીવન શૈલી જોઈ મગજ ચકનાચુર બની જાય છે.”

“પશ્ચિમના દેશોને વાર તહેવારે ભાંડતા આ લોકો તેમના દ્વારા શોધાયેલી તમામ ચીજ-વસ્તુઓ

પ્રેમથી વાપરે છે, અને ઉનાળાનાચાતુર્માસ પણ વિદેશમાં વિતાવે છે. આ લોકોની ધાર્મિકતા

-આધ્યાત્મિકતા, નિષ્ઠા કેટલી પ્રમાણિક હોઈ શકે તેવો પ્રશ્ન મને સતત સતાવ્યા કરે છે.”

” વધુમાં તેઓ કહે છે, “દેશભરમાં અનેક મંદિરો અસ્તિત્વમાં હોવા છતાં સંપ્રદાયોની

હરીફાઈને કારણે નવા મંદિરો બંધાયે જાય છે. આ મંદ્દિરો બાંધવા કે પુરાણા મંદિરોને

ભવ્યાતિભવ્ય બનાવવા દાનવીરો દાન આપતા રહે છે. આવી દાનમાં આવતી ધનરાશી

કયા વ્યવસાયમાંથી દાનવીરે પ્રાપ્ત કરી છે તે કોઈ દાન સ્વીકારનાર સાધુ-સંત-સ્વામી

કે મંહત પૂછતા હોવાનું જાણ્યું નથી. મોટે ભાગે આ ધનરાશી ગેરરીતી દ્વારા મેળવેલી હોય છે.

આવા દાનવીરોનો આત્મા કદાચ ક્યારેક ડંખતો હોવાને કારણે થોડું દાન આપી આત્માને

મૂંગો કરવા સાથે કીર્તિ અને પ્રતિષ્ઠા મેળવી, સમાજમાં ધાર્મિક હોવાનું બીરૂદ પણ અંકે કરવા

કોશિશ કરતા રહે છે. આવી ગેરરીતી દ્વારા મેળવેલ ધનથી બંધાયેલા મંદિરોમાં પ્રાણ -પ્રતિષ્ઠા

કરવા છતાં ઇશ્વર આવે ખરો? “

આપણે ત્યાં મૃત્યુ પાછળ પણ અનેક કર્મકાંડ અને કુરિવાજો અસ્તિત્વ ધરાવે છે.

જો આ કર્મકાંડ કે રિવાજો ના કરવામાં આવે તો મૃતકનો મોક્ષ ના થાય, સ્વર્ગ ના મળે

અને નર્કની યાતનાઓ ભોગવવી પડે વગેરે અનેક પ્રકારનો ભય દેખાડી લાગણીઓનું

બ્લેકમેલીંગ કરવામાં આવે છે,આવી માન્યતાઓને જાકારો આપી, અરવિંદભાઈએ

એમના માતુશ્રી અને પત્નીના મૃત્યુ બાદ કોઈ જાતના કર્મકાંડની વિધિઓ નહિ કરી,

સમાજને આ ઉપજાવેલી ભયાવહ વાતોમાંથી બહાર નિકળવા પ્રેરણા આપી છે.

આજે ૭૫ વર્ષની વયે અરવિંદભાઈ, બાળકો બધી રીતે સગવડ કરી આપવા તૈયાર

હોવા છતાં,એકલા રહે છે અને રાંધવાના અને અન્ય ઘરના કામો જાતે કરે છે.

એમના બ્લોગ

પોતાના વિચારો કોઈપણ જાતનાઆડંબર સિવાય નિર્ભયતાથી રજૂ કરતા રહે છે.
એમના સ્વતંત્ર, un-biased વિચારો એમને મળવા જેવા માણસ બનાવે છે.

==========================================================================

આલેખન==શ્રી. પી.કે. દાવડા