ભારત થી અમેરિકા એક પત્ર ………….
==============================================================================================
( અમેરિકાથી એક પત્ર ” અમેરિકાની ઝાંખી” ના જવાબમાં જેસરવાથી એક
પત્ર જેનું સ્વપ્નની કલમે ” ભારતની ગૌરવ ગાથા “ સ્વરૂપે અંકિત થયું…….
( “અમેરિકાની ઝાંખી ” ૧ જુલાઈ ૨૦૧૦ ના રોજ પ્રસિદ્ધ થયું હતું. )
==============================================================
ભારત ની ગૌરવ ગાથા….
( રાગ=….. આંધળી માં નો કાગળ ……. )
=================================================
ભારત છે દેવતાઓની ભૂમિ, થયા ઋષિ, મુની, ને સંત,
એવી આધ્યાતિમ્કતાની ધરતી, પરથી દીપેશ લખે ખત.
ભાઈ મારો છે નોર્વોક ગામે ,
બ્રિજેશ જેસરવાકર જ નામે.
રામ- કૃષ્ણ- બુદ્ધ – નાનક ને થયા છે મહાવીર સ્વામી,
હનુમાનજી -જલાબાપા- સાથે કબીર ને સહજાનંદ સ્વામી.
સવાર-સાંજ આરતી કીર્તન થાયે
ભક્તિ ભાવમાં સૌ તરબોળ દેખાયે.
સૂર્ય -ચન્દ્ર- અગ્નિ -ધરતી , પવન સાથે જ ગૌ માતા,
મહેનત પ્રમાણે આપે છે સૌને, ઉપરવાળો જ અન્નદાતા.
ગંગા- જમના- ગોદાવરી ને સરસ્વતી,
તાપી- નર્મદા- મહી ને સાબરમતી.
આ ધરતી પર તો માનવતા , છે એક રૂડી ચીજ,
આવેલાને ને આવકાર આપે ઈજ્જતની છે બીક.
ભૂખ્યાને તો એ જરૂર ભોજન કરાવે,
મુશીબત ના ટાણે એ દોડી ને આવે.
સંસ્કૃત તો છે ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્રભાષા,પણ ગુજરાતીએ વિવેક દેખાય.
તમારે ત્યાં પાણીના પૈસા લેવાય,
અહી તો મફત પરબો જ મંડાય.
ઝાંસીની રાણી- તાત્યા ટોપે થયા બહાદુરશા ઝફર,
સ્વતંત્ર સંગ્રામના સેનાનીઓ, કુરબાની ની કરી સફર.
વિક્રમ થયો છે પરદુઃખભંજન રાજા,
રાણા પ્રતાપ ને શિવાજી મહારાજા.
આ દેશની ધરતી પર થઈ ગયો એક જ ફકીર,
આફ્રિકાની ભૂમિ પર ફેક્યું એણે સત્યાગ્રહ કેરું તીર.
સાબરમતી કેરો એ સંત જ કહેવાયો,
અહિંસા ના રસ્તે એ આઝાદી લાવ્યો.
ભગતસિહ, આઝાદ, મોલાના, ટીળક, લાલ,બાલ, પાલ,
શાસ્રી, સુભાષ, નહેરુ, ને સરદારે તો કરી છે કમાલ.
બારડોલીમાં અંગ્રેજ હકુમત હચમચાવી,
અખંડ ભારત કેરી જુઓ ધુણી ધખાવી.
ગેટ વે ઓફ ઇન્ડિયા મુબઈમાં, ને કલકતામાં બ્રીજ હાવરા,
કુતુબ, લાલ કિલ્લો દિલ્હીમાં , ને તાજ મહાલ તો આગરા.
આણંદની ઓળખ શ્વેતક્રાંતિ છે અમુલ ડેરી,
રથયાત્રા માટે મશહુર અમદાવાદ ને પૂરી.
ગ્વાલિયર ને વડોદરા તો ભાઈ, શ્રીમંત રાજવી કેરાં શહેર,
અજન્તા – ઈલોરાની ગુફાઓ, સાથે જુઓ લખનૌ કેરી જ લહેર.
જયપુર ને તો કહેવાય છે ગુલાબી નગર,
ભોપાલ,પટના, બેગ્લોર, મદ્રાસ, ને અમૃતસર.
અમેરિકા- રશિયા- ઈંગ્લેડ- કેનેડા , ફ્રાંસ સિંગાપુર ને પાકિસ્તાન ,
ભારતને જ માતા કહેવાય ભાઈ, ના દુબઈ ચીન કે જાપાન.
સમર્પણ ની ભાવના હરદમ શીખાયે,
કાયમ પડોશી રાષ્ટ્રો ની મદદે જાયે.
ભારત છે ભવ્ય ભૂમિ ને ભવ્ય સંસ્કૃતિનો વારસો જ ગણાય,
એક દિ દુનિયાને જરૂર દોરશે, ને જગતનો તાત જ થાય.
ભારતની ગૌરવ ગાથા દુનિયામાં ગવાય,
એક વાર “ સ્વપ્ન “ની પાંખે બેસવાનું થાય.
==============================================================
“ સ્વપ્ન “ જેસરવાકર ( ગોવિંદ પટેલ )
Like this:
Like Loading...