Category Archives: સ્વપ્ન…ભજન..રાસ ..છંદ..સાખીઓ..ભક્તિ

મારી ગાડી તારા હાથે…..ભજન


મારી ગાડી તારા હાથે…..ભજન

====================================

પરમ કૃપાળુ પ્રભુએ કાયા રૂપી ગાડી (કાર) બનાવી છે તેના

 જુદા જુદા પાર્ટ્સ કેવા પેટ્રોલ ઓઈલથી ચાલે છે .

 આ વિષે એક ભજન..

=====================================

પ્રભુ મારી ગાડી હંકારો મારી ગાડી તારા હાથે 

 દેહ રૂપી ગાડીમાં સુખ દુખ હમેશાં મારી સાથે…પ્રભુ…..

 કાયાના એન્જીનની કઠણાઈ ચાલતું ને  બગડતું

 લોભ લાલચના પેટ્રોલથી એ પુરપાટ જ દોડતું 

 રગોના રેડિયેટરમાં સ્વાર્થ વેરઝેર મારા માથે  ….પ્રભુ ….

 કામ ક્રોધ મોહ ને  માયાના ચાર પૈડે એ ફરતું

 મન મંદિરના એક્સીલેટરને ના કદીયે  ગણતું

 પાપ પુણ્યની બ્રેકને એ કદીય ના પણ ગાંઠે ….પ્રભુ…

 અરમાનોના  ઓઈલ સાથે કર્મનું કુન્લટ રેડતું

 સ્નેહના સ્ટેરીંગને કદી આમ  તેમ રહે ધુમાવતું  

 સ્ટીરીયોમાં ભજન નહી પોપ સંગીત વાગે  …..પ્રભુ…

 અક્કલમઠ્ઠાને અક્કલ કયાંથી આવે ના સમજાતું

 ગાડી બનાવેલી પ્રભુજીએ પણ અહંકારે અથડાતું

 ‘સ્વપ્ન’ કહે જીવનમાં ઉદ્ધાર  ભક્તિ કેરા ભાથે …પ્રભુ….

 ======================================

સ્વપ્ન જેસરવાકર

સતભામાંજી નું રુસણું…(ભજન..રાસ)


સતભામાંજી નું  રુસણું……( ભજન… રાસ )

=============================================

Posts

પરાર્થે સમર્પણ

OCTOBR – 6  – 2014

raslilaa krushna

બ્લોગર મિત્રો તેમજ વાંચકોને શરદ પુર્ણિમાની શુભ કામના.

 

આજના શુભ અવસરે ” પરાર્થે સમર્પણ “ ના આંગણિયે

  ૫૦૦ મી કૃતિ પ્રગટ કરતાં આનંદ અનુભવું છું.

 ============================================================================

રમવાને આવો રે સતભામાં સુંદરી 

શરદ પુનમનો ચંદ્ર ચઢ્યો આકાશ જો….. રમવાને આવો..

કામણગારી  કામણથી નયનો ભરી

રુમઝુમ રુમઝુમ  ઝાંઝરનો ઝમકાર જો…..રમવાને આવો..

રમવાને  હું શું આવું  શ્રી હરિ

જેના પીયુનો  પર  ઘેર હોય  વાસ જો …..રમવાને હું શું…

સપનામાં સુખેય ના દીઠું જરી

પરણી ને પછી પસ્તાણી  છું આજ જો ……રમવાને હું શું…

ઘેલા નારી ઘેલું  શું   બોલો તમે

તમ થી  વહાલું  કોઈ નહિ  મુજને  જો……..રમવાને  આવો..

મારા માનીતા  આ શું  બોલો તમે

ભૂલ હોય તો પ્રેમથી મને સમજાવો જો …….રમવાને આવો…

પારિજાતકનું પુષ્પ જ લાવ્યા સ્વર્ગથી

દીધું રુક્ષ્મણી ને  મુજથી   વહાલી ગણી……..રમવાને હું શું..

નથી જ મળ્યું  પદ મને પટરાણી તણું

તે દહાડાની  લાગી દિલમાં લાય જો……. રમવાને હું શું…

મનાવવા સતભામા ને   સ્વર્ગે ગયા

લાવ્યા પુષ્પને પૂરી  મનની આશ જો…….રમવાને આવો..

લીલા જુઓ શ્રી હરિ એ કેવી  કરી

રાસે રમતાં મલકયા છે વિશ્વનાથ જો……રમવાને   આવો…

=============================================================

રચયિતા— અજ્ઞાત .

સંકલન–સ્વપ્ન જેસરવાકર

એ વાત જગતમાં જાહેર છે…ભજન


એ વાત જગતમાં જાહેર છે…ભજન

=======================================

કૃષ્ણ બાલ લીલા

(રાગ – ઓ દિલ લુંટનેવાલે જાદુગર…ફીલ્મ – મદારી )

=======================================

ગોકુળમાં ગાયો ચારી તમે એ વાત જગતમાં જાહેર છે.

મનમોહન નામ તમારું હતું એ વાત જગતમાં જાહેર છે.

મથુરાની જેલોમાં જન્મ્યા હતા

ગોકુળની ગલીયોમાં ઉછર્યા હતા

મહીં માખણ ચોરી ખાધાં તમે એ વાત જગતમાં જાહેર છે.

મામા માસી ને માર્યાં તમે

નાથીને નાગને નાચ્યા તમે

કુબજાનું ચંદન લીધું હતું તમે એ વાત જગતમાં જાહેર છે.

વૃંદાવન રાસ રચાવ્યો તમે

‘નંદુ’ ના હૈયે ભાવ્યા તમે

મધુવનમાં બંસી બજાવી તમે એ વાત જગતમાં જાહેર છે .

========================================

રચયિતા= શ્રી નંદુ ભગત

સંકલન- સ્વપ્ન જેસરવાકર

ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં


 ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં
====================================================================

               (  ગુગલ મહારાજનો ખુબ આભાર )

મિત્રોને નટખટ નંદલાલના પ્રાગટ્ય પ્રસંગના હાર્દિક વધામણાં
==
==========================================================================
હાં રે ગોકુળમાં આજ દિવાળી
પ્રગટ થયા છે વનમાળી રે ( ૨ ) ગોકુળમાં…. હાં રે ગોકુળમાં આજ .
હે ઘેર ઘેરથી ગોપીઓ આવે
મનગમતા એ સાજ  સજાવે
હેજી ભક્તો તારા ગુણલા ગાવે રે (૨)ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
હે નામ પાડ્યું છે ગાયોના ગોવાળા
સહુના હૈયે ઉછળે હરખના ઉચાળા
હેજી  નીરખવાને નંદલાલા રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
હે ભક્તો અબીલ ગુલાલ  ઉડાડે
એતો મારગડે જ મટકી ફોડાવે
હેજી ગોરસ રસ ને રેલાવે  રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
હે ત્યાં તો ભીડ ભરાય છે ભારી
એતો નંદરાયના દરબારે સારી
હેજી નંદ ભુવન ગાજે ત્યારે રે  ( ૨ ) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
હે પારણીયે ઝૂલે છે નંદ બિહારી
એને ઝુલાવે છે નંદજીની નારી
હેજી ગોવિંદ જાયે બલિહારી રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ .
 
==================================================

સ્વપ્ન જેસરવાકર

હૃદયે રહેજો…ગરબો


હૃદયે રહેજો…ગરબો
================================================================
મિત્રો ચૈત્રી નવરાત્રિની શરુઆત થઇ ગઇ છે ચાલો ગાંધીધામ ( કચ્છ)થી
આદરણીય પરમ ભક્તરાજ શ્રી કેદારર્સિંહજીના ગરબાને માણીએ.
ગરબાના અંતે તેમના બ્લોગની લિંક અને મેઇલ એડ્રેસ આપેલ છે.આપ
એમના શબ્દોને વધાવતો સંદેશ મોકલશો એવી વિનંતી…..
==========================================
હૃદયે રહેજો…ગરબો
==========================================
 
અંબિકા મારે હૃદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો…..
 
મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહી લેજો
બાલુડો તારો માંગુ હું માવડી,    ચાકર ને ચરણો માં લેજો…
 
ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિ વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું,        અંબા અધમ ને ઉગારો…
 
દેવી દયાળ તું બેઠી જઈ ડુંગરે, ભક્ત ને ભુલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો…
 
આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન “કેદાર” પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો… 
રચયિતા :કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
kedarsinhjim@gmail.com
મોબાઈલ: +૯૧૯૪૨૬૧૪૦૩૬૫
======================================================
 સંકલન= સ્વપ્ન જેસરવાકર

નોરતાં ની રાત…ગરબોનોરતાં ની રાત…ગરબો

==========================================

મિત્રો ચૈત્રી નવરાત્રિની શરુઆત થઇ ગઇ છે ચાલો ગાંધીધામ ( કચ્છ)થી

આદરણીય પરમ ભક્તરાજ શ્રી કેદારર્સિંહજીના ગરબાને માણીએ.

ગરબાના અંતે તેમના બ્લોગની લિંક અને મેઇલ એડ્રેસ આપેલ છે.આપ

એમના શબ્દોને વધાવતો સંદેશ મોકલશો એવી વિનંતી…..

=========================================

 

આવી આજે નોરતાં ની રાત, અંબા ના રૂપ અનેરાં

ગાઓ ગરબા ને રમો રાસ, ભક્તિ ના ભાવ ઘણેરા…

 

આશાપૂરા માં મઢ થી પધાર્યાં,   આવી ને માંએ મારાં ભાગ્ય જગાડ્યાં

                                                 હૈયે મારે હરખ ન માય…

 

સોળે શણગાર માં ને અંગે શોભે,   રૂપ નિરખી ને માંનું બાલુડાં લોભે

                                        મુખડું માં નુ મલક મલક થાય…

 

ભાવ જોઇ ને ભક્ત જનો નો,  છૂપી શક્યો નહિ નેહ જનની નો

                                     અંબા માં ગરબા માં જોડાય…

 

ગોરું ગોરું મુખ માં નું ગરબો ઝિલાવે, ઝાંઝર ના ઝણકારે તાલ પૂરાવે

                                                 તાલી દેતી ત્રિતાલ…

 

દીન “કેદાર” ની માં દેવી દયાળી,  દેજે ઓ માં તારી ભક્તિ ભાવ વારી

                                                રમશું ને ગાશું સારી રાત…

 

કેદારસિંહજી મે. જાડેજા

 

ગાંધીધામ.   ૯૪૨૬૧ ૪૦૩૬૫

 

kedarsinhjim@gmail.com 

 

kedarsinhjim.blogspot.com

 

==============================================

સંકલન== સ્વપ્ન જેસરવાકર

ધન્ય ધન્ય રણછોડ રાયા…ભજન


ધન્ય ધન્ય રણછોડ રાયા…ભજન

=================================================================

 

  ડાકોરના ઠાકોર રાય રણછોડજીનું મદિર …. ( આભાર ગુગલ દેવ )

     ડાકોરના ઠાકોર રાય રણછોડજી…. ( આભાર ગુગલ દેવ )

=======================================

અમને લાગી તમારી માયા નિર્મળ થઇ છે અમારી કાયા

તમે ભક્તોની વહારે  ધાયા  ધન્ય ધન્ય  રણછોડ રાયા

કોયલી નામે છે એક ગામ વસતા માસ્તર મનસુખરામ

તમે તો  મનસુખરામને ભાયા ધન્ય ધન્ય રણછોડ રાયા

એમણે લીધી હતી એક ટેક કે ડાકોર દર્શન કરવાં અચુક

ભાવ  ભક્તિની ગંગામાં નાયા ધન્ય ધન્ય રણછોડ રાયા

હતો એક શિક્ષણાધિકારી એની હતી અદેખી અમલદારી

ઇન્સપેકશન કેરાં કર્યા ચાળા ધન્ય ધન્ય રણછોડ રાયા

મનસુખરામ ગયા ડાકોર એમના રુપે પધાર્યા છે ઠાકોર

રાય રણછોડે બાળકો ભણાવ્યા ધન્ય ધન્ય રણછોડ રાયા

ઇન્સપેકશન પુરાં કર્યા વિચારી મન મલકયા અધિકારી

સ્ટેશને મનસુખરામ ભટકાયા ધન્ય ધન્ય રણછોડ રાયા

અધિકારી મુખ વિસ્મય ને ખીજ એ હતી ફાગણ સુદ બીજ

એમનાં બબ્બે રુપથી ચકરાયા ધન્ય ધન્ય રણછોડ રાયા

શ્રધ્ધા ને વિશ્વાસ કેરી વાત ભગવાન જાણે છે ભલી ભાત

‘ ગોવિંદે ‘એના ગુણલા ગાયા ધન્ય ધન્ય રણછોડ રાયા

===============================

સ્વપ્ન જેસરવાકર

” ગોદડિયા ચોરા” માં માર્ચ ૧૫- ૨૦૧૩ન રોજ વાંચવા પધારો

          ” ઓ હો હો હો શું નામ રાખ્યાં છે ” ?

http://www.godadiyochoro.wordpress.com/

શિવ ની સમાધિ


આદરણીય વડીલ શ્રી કેદારસિંહજી જાડેજા દ્વારા ” શિવની સમાધિ ” નામની એક રચના મેઈલ

દ્વારા મળી છે તો આજે શ્રાવણ માસના સોમવારે ચાલો માણીએ એમની ભાવ ભરી રચના.

જો આપને રચના ગમે તો તેમની મેઈલ પર આપનો પ્રતિભાવ રૂપી સંદેશ મોકલવા કૃપા કરશોજી.

=================================================================


શિવ ની સમાધિ

=================================================================


         
              ગુગલ દેવનો આભાર

==================================================

મારી સરવે સમજ થી પરે,  આ ભોળા શંભુ કોની રે સમાધિ ધરે..

સ્તંભ બની બ્રહ્મા વિષ્ણુ ના, મદ ને મહેશ હરે

દેવાધી દેવ મહા દેવ છે મોટા, કોણ છે એની ઉપરે…

દેવી ભવાની જનની જગતની, ગણપતિ ગુણ થી ભરે

કાર્તિક કેરી કીર્તિ સવાઈ,  નવખંડ નમનું કરે…

સિંહ મયૂર ને મૂષક મજાનો, નંદી કચ્છપ કને

ભૂત પિશાચ છે ભક્તો તમારા, ભભૂત ભંડાર ભરે…

નારદ શારદ ઋષિ ગણ સઘળા, કોટી કોટી દેવો ઉચરે

સ્વપ્ન મહીં પણ શિવજી મળે તો, ધન્ય ધન્ય જીવન કરે…

મૃત્યુંજય પ્રભુ છે જનમેજય, સમર્યે સહાય કરે

“કેદાર” કહે ના ધરી છે  સમાધિ, એ તો ભક્ત ના હૃદય માં ફરે..

સાર:-મારા મકાનની સામે જે ભાઈનું મકાન છે, તેમણે ભગવાન શ્રી શિવની સમાધિ

અવસ્થામાં બેઠેલા ભોળાની સુંદર છબી લગાવી છે, મારા મકાનમાંથી નીકળતાંજ

મારી નજર તેના પર જાય અને હું આનંદ વિભોર બની જાઉં,  ભોળાની એ મુખ મુદ્રા

જોઈને મને આ ભજન બનાવવાની પ્રેરણા થઈ અને આ રચના બની ગઈ, મને એ વિચાર

આવતો કે આ દેવાધી દેવ મહાદેવ કોના ધ્યાન માં બેઠાં હશે ? એ કોની સમાધિ

ધરતા હશે ? એમનાથી મોટું તો કોઈ છે નહિ ?

એક વખત બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન સાથે સાથે ભ્રમણ કરતા હતા, અને બન્નેને

મનમાં એકજ વિચાર ચાલતો હતો કે અમે બે અને ત્રીજા શિવ, આ ત્રણ દેવોમાં

મોટું કોણ ? (મોટા બનવાનો મોહ ઈશ્વરને પણ છોડતો નથી તો આપણે માનવ તો કઈ

વિસાત માં ?)  મહાદેવ તો જરા પણ સમય મલ્યો નથી કે બેસી જાય સમાધિ માં

એટલે એ વખતે શિવજી સમાધિ માંજ હતા, પણ જેવો આ બન્ને દેવોને આવો વિચાર

આવ્યો કે તુરંત શિવજી એક મહા કદાવર સ્તંભ બનીને એ બન્ને દેવોના માર્ગ માં

આવી ગયા, બન્ને દેવો વિચારવા લાગ્યા કે આ સ્તંભ શાનો છે? ત્યારે બન્ને

દેવોએ વિચાર્યું કે આપણે બન્ને આ સ્તંભ નો તાગ મેળવીએ અને જે પહેલાં તાગ

લઈને આવે તે મોટો, આમ વિચારી બન્ને દેવો એક ઊપર અને એક નીચે સ્તંભનો છેડો

શોધવા નીકળી પડ્યા, પણ અથાગ મહેનત કરવા છતાં જ્યારે તેઓ સફળ ન થયા ત્યારે

ફરી એજ જગ્યા પર આવીને પોત પોતાની નિષ્ફળતા જણાવવા લાગ્યા. ત્યારે ત્યાં

શિવજી પ્રગટ થયા અને બન્નેનો મોટું કોણ ના મામલાનું સમાધાન કરવા આ સ્તંભ

તે પોતે પ્રગટ કરેલ છે એમ જણાવેલ, ત્યારે બન્ને દેવોએ શિવજીને નમન કરીને

ત્રણે દેવોમાં શિવજી ને મહાદેવ તરીકે સ્વીકારી લીધા.

શિવજી નો પરીવાર પણ અલૌકિક છે. શિવજી નાં અર્ધાંગની, સતિનો બીજો અવતાર

જગત જનની માં ભવાની, જે માતા પાર્વતીજી નામે વધારે ભક્તો ના હ્રદય માં

બિરાજમાન છે, જે અન્નપૂર્ણા પણ છે.

એક પુત્ર ગણાધીપતી ગણેશ, ગજાનન (ઘણા લોકો ગજાનંદ કહે છે જે ખોટું છે.) જે

ગુણોના સાગર છે, જેમનું રૂપજ એક પ્રતીક છે, ઝીણી નજરે જોનાર, મોટા કાન,

જે આજુ બાજુ ની દરેક વાત સાંભળીને કે લાંબા નાક વળે સૂંઘીને રજે રજની ખબર

રાખે અને મોટા ઉદર માં સમાવીને સમયાનુસાર ઉપયોગ કરે,  દેખાવ હાથી જેવો પણ

વાહન માં મુષક,  જે સમજાવે છે કે નાનામાં નાના જીવને પણ મહત્વ આપો,

રિદ્ધિ અને સિદ્ધિ જેમના પત્ની છે, એવા ગણ નાયકને મારા હજારો હજારો વંદન.

બીજા પુત્ર કાર્તિક સ્વામી, જેનું વાહન મયૂર છે, રાક્ષસ રાજ તાળકાસુર નો

વધ કરીને દેવતાઓને રાક્ષસોના ત્રાસ માંથી છોડાવનાર, અને દેવતાઓ ના સૈન્ય

ના સેના પતી, એક વખતે પાર્વતીએ બંને ભાઈઓને બોલાવી કહ્યું કે જે પૃથ્વીની

પ્રદક્ષિણા કરી વહેલો આવે તે રિદ્ધિ અને સિદ્ધિ સાથે પરણે. તે ઉપરથી

કાર્તિક સ્વામી તો મોર ઉપર સવારી કરી તુરંત નીકળી પડ્યા, પણ ગણપતિ માતા

પિતા ને પૃથ્વી રૂપ ગણીને તેમની પ્રદક્ષિણા કરી હાથ જોડીને ઊભા રહ્યા.

તેથી માતાએ તેમને પરણાવ્યા. કાર્તિક સ્વામી આવી ને જુએ છે તો ગણપતિને

પરણેલા દીઠા. તે ઉપરથી પોતે ન પરણવાનો નિર્ધાર કરી ને કુંવારા રહ્યા.

શિવનો દ્વારપાલ નંદી; પોઠિયો; નંદિકેશ્વર. એક વખત ભગવાન શિવ સમાધિમાં

એટલાં લીન બની ગયા કે વર્ષોના વર્ષ વીતી ગયા, ત્યારે દેવતાઓ અને ભક્તો

નંદી પાસે શિવ ક્યારે સમાધિ છોડશે અને અમારી વ્યથા ક્યારે સાંભળશે એવી

રજૂઆત કરતા રહ્યા. જ્યારે પ્રભુએ સમાધિ છોડી ત્યારે નંદીએ ભક્તો ના દુખની

વાત ભગવાન શિવ ને કરી, ત્યારે શિવજીએ નંદીને વચન આપ્યું કે મારી આવી

સમાધિ વખતે જો કોઈ તારા કાન ની અંદર પોતાની વ્યથા/કથા કહેશે તો તે મને

કોઈ પણ સંજોગો માં સંભળાશે, ત્યારથી લોકો શિવ મંદિરમાં જાય છે ત્યારે

નંદિનાં કાનમાં પોતાની વ્યથા વ્યક્ત કરે છે. પણ ઘણા લોકો કે જેને આ વાતની

ખબર નથી હોતી તે દેખા દેખી થી જ નંદિના કાન પાંસે મોં રાખે છે, કદાચ

બોલતા પણ નહીં હોય, છતાં આતો ભોળો નાથ છે, વગર માંગ્યે પણ આપી દે છે.

નંદી નાં શિંગડા ઉપર અનામિકા તથા ટચલી આંગળી રાખી શંકરનાં દર્શન કરવાથી

વધારે ફળ મળવાનું માહાત્મ્ય પણ જણાવાય છે. અરે ભાઈ પ્રભુને રીજ ભજો કે

ખીજ, ભોળો નાથ બધાની અરજ સાંભળે છે.

કાચબો- નંદિની આગળ નત મસ્તક કાચબો આવનાર સર્વે ભક્તો ને જાણે કહેતો હોય

કે શિવ ના શરણે આવો ત્યારે સંસારની સર્વે માયાને છોડી ન શકો તો સંકોરીને

કવચમાં રાખી દો અને નિર્લેપ ભાવે ભોળાને સમર્પિત થઈ જાવ, એ જરૂર સાંભળશે.

અને ભોળાનાં પ્યારાં ભૂતડાઓ, આપણને ભલે ગમે તેવા લાગતા હોય પણ મેં એક

જગ્યાએ વાંચેલું કે પ્રભુ પોતાના લગ્ન વખતે જે વધારે આનંદિત થઈને નાચતા

હતા તેવા ભૂતોને પોતાની સાથે નંદી પર બેસાડતા, તો આપણે પણ એવી ભક્તિ કરીએ

કે કમ સે કમ આપણા પર નજર તો ધરે! મોટા મોટા સંતો, મહંતો અને ઋષિઓ કહે છે

કે ભોળા નાથ નાં દર્શન તો ભાગ્યશાળી હોય તેનેજ થાય, પણ જો એકાદ વખત

સ્વપ્ન માં પણ ભોળો દેખાય ને, તો બેડો પાર થઈ જાય.

શિવ ભક્તો માં ઘણા એવા પણ હશે, જે કદાચ નંદી સુધી પણ ન પહોંચી શકતા હોય,

અને નંદિના કાનમાં પોતાની વાત ન કરી શકતા હોય, તો ભક્તો માટે આટ આટલું

કરનાર ભોળા નાથ શું ભક્તોને નિ’સહાય છોડીને દૂર રહી શકે? મને તો લાગે છે

કે ભોળાને કોની સમાધિ ધરવાની હોય? એ તો બસ ભક્તો નું ધ્યાન રાખવા માટે

ભક્તો ની સમાધિ ધરી ને બેસતા હશે, જેમ એક સંતે કહેલું કે હવે મારે ભગવાન

ની માળા નથી ફેરવવી પડતી, હવે તો ભગવાન મારી માળા ફેરવે છે. હવે મારુ

ધ્યાન એ રાખે છે.

જય ભોળા નાથ.

માન્યવર,

મારા થકી અહીં જે કંઈ લખાય છે તે ફક્ત મારી જેટલી બુદ્ધિ પહોંચે છે

તેટલુંજ લખાય છે, જે કદાચ ખોટું પણ હોઈ શકે, જેથી મારા લખાણ નો આશરો લઈ

ને કોઈ કાર્ય કે માન્યતા સ્વીકારવી નહીં.

જો આપને મારી આ રચના યોગ્ય લાગી હોય તો આપના સગા સ્નેહી તેમજ આપના બ્લોગ

કે ફેસ બુકના મિત્રોને જરૂરથી મોકલશો, અને સાથો સાથ મારા Email પર મને

Coment મોકલવા પણ મારા વતી વિનંતી કરજો, જેથી મને મારી ભૂલો અને

પ્રોત્સાહન જે મળવા લાયક હોય તે મળી રહે.

ધન્યવાદ.

રચયિતા:

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ.

૯૪૨૬૧ ૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com

===================================================================================

સંકલન= સ્વપ્ન જેસરવાકર

શ્રી કૃષ્ણ છંદ….


  

શ્રી કૃષ્ણ  છંદ….

================================================
=
=
=

પ્રિય મિત્રો ( વાંચકો ) છંદ લખવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.

ભૂલચૂક હોય તો માફ કરશો .આપ જેવા અનુભવી અને વિદ્વાન

લેખક મિત્રો અને વાંચકો જો આ છંદમાં યોગ્ય લાગે ત્યાં ફેરફાર

કારી શકશે .અને મને જણાવશે તો ફરીથી પ્રસિદ્ધ કરીશ.  આપના

અનમોલ અને મોઘેરા સૂચનો માટે અચૂક રાહ જોઈ આભારી થઈશ.

=====================================================================================

 ( ૧ )

જન્મ્યા જયારે , માઝમ રાત ત્યારે,  હર મંદિરે , ભીડ ભારી ,

ઉમંગ  આણી, મનદીરીયું શણગારી, જનમિયા  જયારે મોરારી;

દેવકી  દુલારા, વાસુદેવ પ્યારા, મહી માખણ , ખાધા   ચોરી ,

શ્રાવણ માસે , આઠમની રાતે,  પરગટ થયા  કૃષ્ણ મોરારી.

==================================================================================

( ૨ )

 

આકાશવાણીએ ચોંક્યો, કંસ કોપ્યો, રથ રોક્યો, છે લીલા ભારી,

કોટડી કાળી, ભયંકર ભયકારી, મુકીયા ચોકીદારો, છે હર  દ્વારી ;

બાળ જન્મીયાં, સાત હણીયાં , પાષણ  હૃદયે, ભરી ક્રુરતા  ભારી,

દેવકી દુલારા, વાસુદેવ વ્હાલા, મધરાતે અવતરીયા શ્રી મોરારી.

=======================================================================================

 ( ૩ )

યમુના કાળી,જળ ઉફાળી ,શેષ ફેણધારી, કાળી કામળી વસુદેવધારી,

ગોકુલકી ગલીયન, શ્યામ નિરખન, જશોદા ઘર  પધારે  ગિરધારી ;

પૂતના મારી , કંસ સંહારી,  માખણ ચોરી , લીલા કીધી અપરમપારી,

લાડ લડાવ્યા, રાસ રચાવ્યા , વસ્ત્ર હારી,  ગોવર્ધન  તોળ્યો ગિરધારી.

============================================================================================

 ( ૪ )

 

કાલીનાગ નાથી, સુદામા ભીડ ભાંગી,  પુત્ર  ગાંધારી,  ભારી કૌભાંડ કારી ,

ભીષ્મને ભાખી, વિદુર ભાજી ચાખી,  રહ્યા ન્યાયી  પક્ષે,  મોરપીંછ ધારી;

પાંડવ બંધુ,   દયાના  સિંધુ,  સારથિ બની ,   રથ  અર્જુન ગયા  હંકારી,

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, ગીતા જ્ઞાન ઉચ્ચારી, ઉપદેશ દીધો જગને સુદર્શનધારી.

================================================================================================

( ૫)

સોરઠ વસિયા, જગ મન બસિયા, દ્વારિકાનો નાથ, સુંદર શિખરધારી

મુખડું મલકે, નરનારી હરખે, શોભા સારી, બાવન ગજ   ધજાના ધારી;

દ્વારકાના વાસી, ડાકોર ગયા નાશી, છે શોભા સારી,મોર મુકુટ ધારી,

ગોવિદ ગાવે, સ્વપ્ન સજાવે, બોલો જય રણછોડ, પ્રેમથી સહુ નરનારી.

 
====================================================================================================

સ્વપ્ન જેસરવાકર 

ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં


 

ગોકુળમાં આજ દિવાળી…જન્માષ્ટમીનાં વધામણાં

====================================================


           

         (  ગુગલ મહારાજનો ખુબ આભાર )


સહુ મિત્રોને નટખટ નંદલાલના પ્રાગટ્ય પ્રસંગના હાર્દિક વધામણાં

====================================================

હાં રે ગોકુળમાં આજ દિવાળી

પ્રગટ થયા છે વનમાળી રે ( ૨ ) ગોકુળમાં…. હાં રે ગોકુળમાં આજ દિવાળી.

હે ઘેર ઘેરથી ગોપીઓ આવે

મનગમતા એ સાજ  સજાવે

હેજી ભક્તો તારા ગુણલા ગાવે રે (૨)ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે નામ પાડ્યું છે ગાયોના ગોવાળા

સહુના હૈયે ઉછળે હરખના ઉચાળા

હેજી  નીરખવાને નંદલાલા રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે ભક્તો અબીલ ગુલાલ  ઉડાડે

એતો મારગડે જ મટકી ફોડાવે

હેજી ગોરસ રસ ને રેલાવે  રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે ત્યાં તો ભીડ ભરાય છે ભારી

એતો નંદરાયના દરબારે સારી

હેજી નંદ ભુવન ગાજે ત્યારે રે  ( ૨ ) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

હે પારણીયે ઝૂલે છે નંદ બિહારી

એને ઝુલાવે છે નંદજીની નારી

હેજી ગોવિંદ જાયે બલિહારી રે ( ૨) ગોકુળમાં…  હાં રે ગોકુળમાં આજ દિવાળી

 
=====================================================


સ્વપ્ન જેસરવાકર