Category Archives: સ્વપ્ન…મુક્તક..તુક્તક..જોડકણા

તુક્તકો.. સ્વપ્નનાં…


     તુક્તકો.. સ્વપ્નનાં…
 
====================================================
 
સ્વપ્ન  સુંદર હોય પણ  એ સાચાં હોતા નથી
 
અને સાચા  સ્વપ્ન  કદીયે સુંદર  હોતા નથી.
 
મન અને દિલની સુંદરતા હોય  તો  જુઓ
 
મહેનતકશ લોક કદી સ્વપ્નો  સેવતા જ નથી.
 
=====================================================
 
ખુલ્લી  ને  બંધ આંખે  સ્વપ્નાં  જોયા છે
 
હસતા ને  રડતા  પણ સ્વપ્નાં જોયા છે
 
એમને  જોયા  છે ઘણી  વખત જયારે
 
તો એમને  સ્વપ્નાંમાં  રડતાં  જોયા છે.
 
===================================================
 
સ્વપ્નમાં  પ્રેમ  ને  પ્રણય ને  જોયા છે
 
સ્વપ્નમાં મેં છળ ને કપટને  જોયા  છે
 
બેહાલ જનતાના દુખ-દર્દ પણ જોયાં છે
 
સ્વપ્નમાં નાલાયક નેતાઓને  જોયા  છે.
 
==================================================
 
અરે ભાઈ સ્વપ્નાંની વાતો કયાં કરો  છે
 
એમણે  વચનોનો  માહોલ  બનાવ્યો છે
 
ધોળે  દિવસે  તારા બતાવી  જનતાને
 
એમણે પોતાનો તાજમહેલ  બનાવ્યો  છે.
 
=====================================================
 
સ્વપ્ન સાચું પડ્યું તો એ છકી  ગયા છે
 
વાયદા અને  વચનો  બધું ભૂલી ગયા છે.
 
ઈશ્વરને  પણ  ચિંતા છે  એ  વાતની કે
 
મારા બનાવેલા મને પણ બનાવી  ગયા છે.
===================================================
 
‘સ્વપ્ન’ જેસરવાકર 

મુક્તકો…


            મુક્તકો…..
================================
 
આંટો દીધો મંદિર ભણી તો મહાદેવ મળ્યા 
 
ને મસ્જીદમાં બંદગી કરતાં તો  ખુદા મળ્યા 
 
માનવતાના મહેલમાં લટાર જ મારી સ્વપ્ને,
 
સ્વાર્થી લુચ્ચા એવા માનવ જુદા જુદા મળ્યા.
 
=================================
 
મંદિરોમાં ભરેલા ખજાનાના પટારા  મળ્યા
 
ખોલી જોયા રાજવીઓના જ  ઠઠારા મળ્યા
 
કૈક રાજવીઓ પ્રજા વત્સલ હતા જ ભલા,
   
આજે તો શાસકો પણ કેવા નઠારા  મળ્યા.
 
=================================
 
ભ્રષ્ટાચારની ભૂગોળ છે એવી અટપટી
 
શાસકો કરે છે તપાસમાં કેવી ખટપટી
 
બીલના મુસદામાં કાઢે  એવા વાંધાવચકા,
 
સજાનાં સમીકરણો  રચે કે થાય ચપટી.
 
================================
 
ચપટીનો અર્થ નજીવી જ સજા થાય તેમ…..
 
=================================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

મુક્તકો……….


—-પ્રિય મિત્રો—– આપણા દેશની અત્યારની પરિસ્થિતિને
 
અનુરૂપ થોડા ‘ મુક્તકો ‘  રજુ કરું છું. આશા છે આપને ગમશે .
 
============================================================
 
               મુક્તકો
=============================================================
 
Union Home Minister Lal Krishna Advani addressing an election meeting at Hajipur Court Ground on Sunday, in favour of BJP candidate Nrityanand Roy
 
 
 ગરજતી ને વરસતી આ ચુંટણી સભા જોવા દે
 
આક્ષેપબાજી નારા દ્વારા વ્યક્ત થતી વ્યથા જોવા દે
 
સળગી રહી છે સરહદો ને, વિલાઈ ગયું  છે ‘સ્વપ્ન’
 
આઝાદ હિન્દુસ્તાન ની થયેલ આ દુર્દશા જોવા દે
 
=====================================================
 
 
 
 કૌભાંડો ને ગોટાળા જેવું રાજકારણ છે આપણું
 
લોકો ભલે પાડતા બુમો, પણ આ રાજ છે આપણું
 
ચુંટણી ટાણે દઈ ભેટ અને વચનોનું ‘સ્વપ્ન’
 
પાંચ વરસ ચરી ખાવાનું આ ખેતર છે આપણું
 
======================================================
 
 
 
  સરવાળો કર્યો છે એમણે હમેશાં કૌભાંડોનો
 
ગુણાકાર ગણ્યો છે એમના બેનામી  ખાતાંઓનો
 
ભાગકારનું ‘સ્વપ્ન’ છે એમનું આ દેશની સરહદોનું
 
બાદબાકીમાં ગણી લીધું છે  એમણે  આપેલા વચનોનું
 
 
========================================================
 
 
 હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ
 
વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ
 
ઈતિહાસને યાદ કરોને આઝાદીના આંગણે   જુઓ
 
ભૂગોળ અને   ભૂમિતિને અખંડીતત્તા  તાંતણે જુઓ
 
ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ
 
વ્યાકરણમાં વીંટળાઈ ને માનવતાને આબાદ જુઓ
 
રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના ‘સ્વપ્ન’ પર
 
ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર
 
============================================================
 
સ્વપ્ન જેસરવાકર    ( ગોવિંદ પટેલ )

મુક્તકો……..


                   મુક્તકો …..

===================================================

પોસ્ટ તણા  પ્રેમની છે આ અનોખી   વાત એવી,

પધાર્યા પ્રેમથી પણ સ્વાગત કરી શક્યો જ નહિ.

ગીત, ગઝલ, લેખ,,ટુચકા, મજાક કે બીજું કંઈ પણ,

આપને રૂબરૂ  મળીને  પીરસી  શક્યો પણ જ નહિ .

========================================

વીત્યાં બાળપણ યુવાની ને ઘડપણનો આવ્યો આરો,

ને જવાબદારીના બોજમાં જિંદગી  તો દબાઈ   ગઈ.

હસવું, રડવું, લડવું, ઝગડવું ક્યારેક રીસાવું ને મનાવું,

ગમે તેમ તોય એ લાખેણી જિંદગી  તો જીવાઈ ગઈ.

=========================================

ઝંઝોળી  ઝાકળ  ને એક દિ જોયું  જ હતું 

એક  સોનેરી  સોણલું  હરતું  ફરતું  જ દેખાયું.

નીરખવા ગયો  જ્યાં વધારે ત્યાં  તો એ ,

એકલું એકલું અધૂરું  ઝબુક્તું  રમતું  જ દેખાયું.

==========================================

હતા એક પિતામહ ભીષ્મ જેની પ્રતિજ્ઞા વખણાય છે,

ભાઈના માટે હસ્તિનાપુરની ગાદી પણ છોડી જાય છે.

શું  જમાનો આજે  છે  આ હળાહળ કળીયુગ જ  કેરો,

આજ જ્યાં જુઓ ત્યાં શકુનિઓનો વહીવટ દેખાય છે.

==========================================

 

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

મુક્તકો…….


         મુક્તકો ……
====================================
 
ચાલતાં  જ્યાં પડછાયો તમારો પડતો  હતો,
 
પાગલ હતો  હું  એ જ  જમીનને  ચૂમતો  હતો.
 
પણ ક્યાં હતી  તમને કદીય ફિકર  લાગણીની ,
 
હું તમને  જીવનમાં  ક્યાંય  પણ નડતો  હતો.
 
==============================================
 
 
જીવન  જીવવાની  કળા તમારી  અજબ  છે,
 
પ્રેમના ઢોંગ  કરવાની તમારી કળા ગજબ છે.
 
તમારા પ્રેમ ખાતર બદનામી  ભોગવી જેણે,
 
તેને  તરછોડવાની  કળા પણ  લાજવાબ  છે.
 
===============================================
 
સ્વપ્ન  જેસરવાકર     ( ગોવિંદ પટેલ )

તુંક્તકો..કેટલાક કટાક્ષો.. (ગણેશજી અને નેતાજીનો સમન્વય.)


 તુંક્તકો …કેટલાક કટાક્ષો…( ગણેશજી અને નેતાજી  સમન્વય )
===============================================================================
( ૧)
ગજાનન ગણપતિ દાદા  ,  તમે પધારો જરૂર  હરેક  વરસે  ,
અમારા પ્રતિનિધિઓ  પણ ,  પધારે   જરૂર  પાંચેક   વરસે .
તમે તો  અમારા  આરાધ્યદેવ,  અને  છો  આપ  વિઘ્નહર્તા ,
આ તો  બની બેઠા  અમારા માલિકો, અને કાયમ  દુખ દેતા.
 
================================================================================
(૨)
આપ કદીયે ના માગો કશુંયે,  માનવ યથા શક્તિ ભોગ ધરતા,
અમારા   આખલાઓ  રોજ ખાતા, ને કોઈક વાર તો માગી લેતા.
આપને લાડુના  ભોગ ધરાવીએ તો,  પ્રસાદી  ભોગથી ખુશ થતા,
આ  વિચક્ષણ પ્રાણીઓ  તો, નાણાં  પ્રસાદ વગર  સહેજ ના ધરાતા
 
=======================================================================================
(૩)
આપ ના દર્શન બહાને તેઓ , પંડાલમાં  રોજ  આંટા  જરૂર   મારશે,
આવે  એ  આરતી પ્રસાદ ટાણે, માઈક લઈને પાછા ભાષણ ભરડશે.
તમારી  સેવા ને ગુણો તો બાજુ પર,  ચુંટણી  ચમકારા ચમકાવશે,
આચાર સહિંતા ના નડે એવા, રસ્તાઓ  શોધી એમના બોર્ડ મુકાવશે.
 
===========================================================================================
( ૪)
આપની શોભા યાત્રામાં, ભક્ત જનો ઢોલ ત્રાંસા દુંદુભી વગાડી નાચે,
આમની જીત યાત્રામાં જરૂર ચમચાઓ, નાચે   પ્રજા  ને  પણ  નચાવે.
આપને  ધૂપ દીપ અબીલ ગુલાલ , ચઢે ને  ભક્ત જનો હાર  પહેરાવે,
આતો હાર ખરીદી લે ને પાછા,ચમચાઓ  થકી  પ્રજા  દ્વારા  પોતે પહેરે.
 
===============================================================================================
(૫)
હે ગજાનન ગણપતી દાદા,સહુ નું રૂડું કરતા ને વિઘ્ન સૌ  હરતા,
આ સગવડિયા લોકો  જન સેવા,એવા રૂપાળા નામે ખિસ્સાં ભરતા.
આપને દર્શને આવી શાંતિ મળે,  આપ હર સમયે  જરૂરથી  મળતા.
કોઠા વીંધીએ પત્ની ,પટાવાળો,અને પી.એ પછી જ પ્રધાન  મળતા.
 
================================================================================================
 
સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

તુક્તકો….. સ્વપ્નનાં…..(૨)


     તુક્તકો.. સ્વપ્નનાં…..[૨]
============================================================================
સ્વપ્ન  સુંદર હોય પણ  એ સાચા હોતા નથી,
અને સાચા  સ્વપ્ન  કદીયે સુંદર  હોતા નથી.
મન અને દિલની સુંદરતા હોય  તો  જુઓ ,
મહેનતી  લોક કદી સ્વપ્નો  સેવતા જ નથી.
==========================================================================
ખુલ્લી  ને  બંધ આંખે  સ્વપ્નાં  જોયા છે,
હસતા  ને  રડતા  પણ સ્વપ્નાં જોયા છે.
એમને  જોયા  છે ઘણી  વખત જયારે,
તો એમને  સ્વપ્નાંમાં  રડતાં  જોયા છે.
=========================================================================
સ્વપ્નમાં  પ્રેમ  ને  પ્રણય ને  જોયાં છે,
સ્વપ્નમાં મેં છળ ને કપટને  જોયાં  છે.
બેહાલ જનતાના દુખ-દર્દ પણ જોયાં છે,
સ્વપ્નમાં નાલાયક નેતાઓને  જોયાં  છે.
=======================================================================
અરે ભાઈ સ્વપ્નાંની વાતો કયાં કરો  છે,
એમણે  વચનોનો  માહોલ  બનાવ્યો છે.
ધોળે  દિવસે  તારા બતાવી  અમને,
પોતાનો પણ  તાજ મહેલ  બનાવ્યો  છે.
=======================================================================
સ્વપ્ન સાચું પડ્યું તો એ છકી  ગયા છે,
વાયદા અને  વચનો  બધું ભૂલી ગયા છે.
ઈશ્વરને  પણ  ચિંતા છે  એ  વાતની કે,
મારા બનાવેલા મને બનાવી  ગયા છે.
=======================================================================
 
સ્વપ્ન જેસરવાકર  ( ગોવિંદ  પટેલ )
 

તુક્તક……… જોડકણા…. સ્વપ્ન…


      ===============================
           તુક્તક
         ===========================================================================
મુક્તક કહો તો મુક્તક, એ કવિઓનું  સર્જન  છે,
તુક્તક કહો તો તુક્તક , એ મારું   વર્ણન   છે.
સ્વપ્ન  સજાવવા  છે,  મારે આપ સહુના,
તમારા ચરણોમાં  આ મારું  એક   કીર્તન  છે.
==============================================================================
 
દિવસો   ચુંટણીના  આવી   રહ્યા   છે  ને,
ચર્ચા છે  પક્ષોમાં ઉમેવારના  ચયન  સુધી.
ના  સંસદ   સુધી, ના વિધાન ભવન  સુધી,
અમારે પહોચાડવાના તમારા જ ભવન સુધી.
==========================================================================
 
ચુંટીને  અમે  મોકલ્યા તો, તમે તો બહુ ફર્યા,
ગાડીમાં જોયા તમને તો કાચ નીચા ન કર્યા.
અમે  તો  અરજી લઈને દોડતા હતા  પણ,
પરવા ક્યાં હતી તમોને , કદીયે ના  મળ્યા.
=========================================================================
 
એક   વાતનું  દુખ છે, હજી  સમજાતું   નથી,
જયારે કરીએ  ફોન ત્યારે  સાહેબ ઘર  નથી.
એવો જ  હોય છે, આપના પત્નીનો  પ્રત્યુતર,
ચુંટ્યા છે કોને  આપને, કે એમને સમજાતું નથી.
============================================================================
 
કહેવત  છે એ જ કે , જીવનચક્ર  કાયમ  ફરવાનું,
કાલ સુધી તમેજ બોલતા, આજ મારે પૂછવાનું.
તમે તો  સલામત  રહો  છો  કમાન્ડોની  વચ્ચે,
અમારે  આતંકવાદ, ને નકસલવાદમાં રહેવાનું.
=============================================================================
 
સ્વપ્ન  જેસરવાકર….. ( ગોવિંદ  પટેલ )
 TAG…….તુક્તક…….  જોડકણા…… સ્વપ્ન
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                  

વડાપ્રધાનો ના વિશેષણો


GOVIND   PATEL---  SWAPNA

વડાપ્રધાનો ના વિશેષણો

 

મિત્રો અત્રે આપણા માનનીય વડાપ્રધાનો માટે

વિષે વિશેષ ટીપ્પણી કરી છે. આપને ગમે તો
અભિપ્રાય આપશો
==========================
વડાપ્રધાનો ના વિશેષણો
==========================
(૧ ) શ્રી પંડિત જવાહરલાલ નહેરુ=
વંશવાદનું એરુ === કાશ્મીરનું સ્વપ્ન અધૂરું
====================================
(૨) શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ==
જંગ બહાદુર==== સાદાઈનું સ્વપ્ન પૂરું.
===================================
((૩) શ્રીમતી ઇન્દિરા ગાંધી ==
કટોકટીકી આઈ આંધી=== બંગલા દેશકી સચ્ચાઈ .
=======================================
(૪) શ્રી મોરારજીભાઈ દેસાઈ==
સિદ્ધાંત કી લડાઈ ==== સિધ્ધાંતમાં ગયે ઘસાઈ
=======================================
(૫ ) શ્રી ચરણસિઘ ==
ના વાગી રીગ ==== બહુમતીની ટુકી પડી રીગ
=======================================
(૬) શ્રી રાજીવ ગાંધી ==
દેખુંગા દેખેગે કી આંધી ===ટેલીકોમ વ્યવસ્થા જાગી.
========================================
(૭ ) શ્રી વિશ્વનાથ પ્રતાપસીહ===
ખુદ બન ગયે અનાથ ===મંડલ પંચ વિવાદ .
=======================================
(૮ ) શ્રી ચંદ્રશેખર ====
એ હતા બેખબર === સતા માટે સિધ્ધાંત બાજુ પર.
==========================================
(૯) શ્રી નરશીહ રાવ===
ખાવું હોય એટલું ખાવ === મને સુટકેશમાં પૈસા આપી જાવ
================================================
(૧૦) શ્રી દેવગોડા====
સત્તા પર રહ્યા થોડા === સંસદમાં પણ ઉંઘવાના ગોડા .
================================================
(૧૧) શ્રી ઇન્દ્રકુમાર ગુજરાલ ==
ગયા સસુરાલ ====== નડી ગયો પક્ષનો અંતરાલ .
================================================
(૧૨) શ્રી અટલ બિહારી બાજપાઈ ==
રામ રાજ્કી દુહાઈ ======= સંસદ પર હુઈ ચઢાઇ.
=============================================
(૧૩ ) શ્રી મનમોહન સિંહ ==
ન્યુક્લીયર કી હુઈ ડીલ=== કોગ્રેસમાં સરકસના સિંહ .
===========================================
મિત્રો આવડ્યું એવું લખ્યું છે, આપજો અભિપ્રાયની પ્રીત,
ગુજરાતી જન જનમાં પ્રસરે તો , થાયે “સ્વપ્ન” મનનો મીત
સ્વપ્ન જેસરવાકર

Tags: SWAPNA

મુક્તકો


  

     

 
————————પ્રિય મિત્રો—– આપણા દેશની અત્યારની પરિસ્થિતિને

અનુરૂપ થોડા “મુક્તકો ” મુકું છું. આશા છે આપને ગમશે .
મુક્તકો
( ૧) ગરજતી ને વરસતી આ ચુંટણી સભા જોવા દે ,
આક્ષેપબાજી ને નારા દ્વારા વ્યક્ત થતી વ્યથા જોવા દે
સળગી રહી છે સરહદો ને, વિલાઈ દયું છે “સ્વપ્ન”,
આઝાદ હિન્દુસ્તાન ની થયેલ આ દુર્દશા જોવા દે .
——————===========————————-
( ૨) કૌભાંડો ને ગોટાળા જેવું રાજકારણ છે આપણું,
લોકો ભલે પાડતા બુમો, પણ આ રાજ છે આપણું,
ચુંટણી ટાણે દઈ ભેટ અને વચનોનું “સ્વપ્ન “
પાંચ વરસ ચરી ખાવાનું આ ખેતર છે આપણું
——————–============————————
.
( ૩) સરવાળો કર્યો છે એમણે હમેશાં કૌભાંડોનો ,
ગુણાકાર ગણ્યો છે એમના બેનામી ખાતાઓનો,
ભાગકારનું “સ્વપ્ન” છે એમનું આ દેશની સરહદોનું ,
બાદબાકીમાં ગણી લીધું છે એમને આપેલા વચનોનું .
=======================================
( ૪) હિન્દી ને રાષ્ટ્રભાષાના ગૌરવભર્યા સ્થાને જુઓ ,
વિજ્ઞાનને વિશ્વનામના ના અગ્રેસર સ્થાને જુઓ ,
ઈતિહાસને યાદ કરોને આઝાદીના આગણે જુઓ ,
ભૂગોળ ને ભૂમિતિ ને અખંડીતાતાના તાંતણે જુઓ,
ગણિત ગણો પણ લોક કલ્યાણના નાદ ને જુઓ
વ્યાકરણમાં વીટરાઈ ને માનવતાને આબાદ જુઓ ,
રમત રમશો નહિ કદી કચ્છ કે કાશ્મીરના “સ્વપ્ન” પર
ભાગલા છે ભાષાના પણ મરશું અખંડ હિંદના નામ પર
=========================================
સ્વપ્ન જેસરવાકર