Category Archives: સ્વપ્ન…વ્યંગ કવન…કટાક્ષ…કવન

દોડાવ્યો એમણે હાથી..ટ્રમ્પ..કાવ્ય..


દોડાવ્યો એમણે હાથી..ટ્રમ્પ..કાવ્ય..

=====================================

trump=============================================================

ઓ મારા ભાઇ ટ્રમ્પ, તેં તો જબરો માર્યો જમ્પ

સામે હતી હિલેરી, એતો  લાગતી બહુ  ભલેરી

રાજ્યો રંગ્યા રંગે લાલ, પ્રમુખ પદે સજ્યું ભાલ

લોકો  મિડિયા આવેદનો, ના નડયાં નિવેદનો

દુનિયામાં મચ્યો હડકંપ, ના નડયો કોઇ બમ્પ

બોલ્યા ચણાવો દિવાલ, વચનનો રાખો ખ્યાલ

ના રહી કોઇ દુવિધા, સજાવો લોકોની સુવિધા

માનસ આપનું  વેપારી, જીત મલી છે  જબરી

બિરાજો વાઇટ હાઉસ, બોલીમાં બનો નાઇસ

મતદારો બન્યા સાથી, દોડાવ્યો એમણે હાથી

==============================

ભાલ= કપાળ,  બમ્પ= આડશ, અવરોધ,

હાથી= રિપબ્લિક નિશાન

==============================

સ્વપ્ન જેસરવાકર

 

ઘુસી ગયા રુપિયાની થોકડીમાં…કટાક્ષ કાવ્ય


ઘુસી ગયા રુપિયાની થોકડીમાં…કટાક્ષ કાવ્ય

=======================================================================

Stack of Indian Rupee

વાહ રે વાહ ધન્ય હો ઓ બાપુ ગાંધી

જબરી ચલાવી બ્રિટિશરો સામે આંધી

સંદેશ દેવા જીવન વિયાવ્યું પોતડીમાં

ને ઘુસી ગયા રુપિયાઓની થોકડીમાં

દીધો તમે તો સત્ય અહિંસાનો સંદેશ

કાળા નાંણા રુપે રુપિયા ગયા પરદેશ

આપ તો મિટાવતા ધર્મ નાતના વાડા

અનામતે લોકોને લડાવે ચુંટાયેલા પાડા

હિંદ છોડો હાકલે ભગાવ્યા છે બ્રિટિશ

એ મેલતા ગયા છે વા’લા ડાયાબિટિશ

મીઠાં મધ જેવાં વચનો જનતાને આપે

પગાર ભથ્થાં લેવા કરવેરાથી જ કાપે

ઓફિસે બાપુ આપની તસવીર રાખે

રોડ રસ્તામાં લાંચનું ગંગાજળ ચાખે

જે રુપિયા પર આપનો છપાયો ફોટો

એ માટે ખુન ચોરી ધાડનો ના તોટો

===========================

સ્વપ્ન જેસરવાકર

હે ગોદડિયારામ કહે એસા વકત આયેગા…કટાક્ષ કવન કાવ્ય…


હે ગોદડિયારામ કહે એસા વકત આયેગા…કટાક્ષ કવન કાવ્ય…
==================================================================
આ કટાક્ષ કવન કાવ્ય કોઇ એક પક્ષને અનુલક્ષી  નથી હરેક પાર્ટીમાં દાગી નેતાઓ
ભરપુર ફુલ્યા ફાલ્યા છે એટલે દરેકને લાગુ પડે એમ સર્વ સામાન્ય છે.
                  ( ગુગલનો આભાર )
=================================================
 
રાગ= હે રામચંદ્ર કેહ ગયે સિયાસે એસા કલજુગ આયેગા.…..ફિલ્મ=ગોપી)
=================================================
 
હેજી રે ….હેજી રે ….હેજી રે..
હે ગોદડિયારામ કહે જનતાસે એસા વક્ત આયેગા
સજ્જન સતાસે ભાગેંગે (૨) દાગી દેશકો ચલાયેગા
નેતાઓં કે બીચ (૨)નિશદિન હોંગી ખેંચાતાની….હોગી ખેંચાતાની.
ચુનાવપંચકા કોન સુને (૨)કરેંગે અપની મનમાની…અપની મનમાની.
જો બોલેગા સબસે બડી ગાલી (૨) વો ભીડસે તાલી પાયેગા…..સજ્જન સતાસે
ચાય નાસ્તેકી જયાફ્ત ઉડાકે(૨)બાંટેંગે મદિરારાની…બાંટેંગે મદિરારાની
જુઠે વાદેં કરકે મતદાતાઓંસે (૨)કહેંગે બનો મતદાની…બનો મતદાની
જો જીતેગા વોહી તો ફીર (૨) જનતાસે મુંહ મોડ જાયેગા…..સજ્જન સતાસે
પ્રિન્ટ ઇલેકટ્રોનિક મિડિયામેં (૨) હોગી હુંસાતુંસી…હોગી હુંસાતુંસી.
વિજ્ઞાપનકો લેનેકે લિયે તો (૨) બજાયેંગે વો  કુરનીશી…વો કુરનીશી
સચ્ચે ખોટે કાર્ટુન બનાકે ભૈયા(૨) બડા મુનાફા કમાયેગા…સજ્જન સતાસે
નેતા લડ ઝઘડકર (૨)એક દુસરેકો કરેંગે લાતાલાતી…કરેંગે લાતાલાતી.
મિલકર બાંટકે ખાતેં (૨)જાનતી હે જનતા ભલીભાંતી…જનતા ભલીભાંતી.
દેશપ્રેમ સેવાભાવ દિખાકે (૨)ઘોટાલેકા ધન લે જાયેગા…સજ્જન સતાસે.
 
મુખમંડલ એસા ભાવ જૈસે ભોલે લાગે હી લાગે
સબ જાનતે હૈ કિ વો પૈસોંકે પીછે ભાગે હી ભાગે
સતાકે ગલિયારોંમે રહેંગે સબસે આગે હી આગે
દલ બદલુ કહે અબ મેરા અંતરાત્મા જાગે હી જાગે ….જાગે હી જાગે
============================================
સ્વપ્ન જેસરવાકર

એ જ સાચો કાયદો…તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)


એ જ સાચો કાયદોતુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)
===============================================

 

 

 એ જ સાચો કાયદો તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)
=================================== 
દેવદિવાળી આવી અને ઠેર ઠેર તુલસી વિવાહ ઉજવાય

લક્ષ્મીવર પરણે વૃંદાને એતો કેવું  અજબ જેવું  કહેવાય

 સ્વર્ગમાં ચર્ચા ચાલી ભાઈ આ તો  દ્વીપત્ની પદ  સોહાય

 દેવોમાં વાદ વિવાદ  ને  ચર્ચા કેરો દોર ઘડી ઘડી  થાય

 નારદ આમતેમ દોડે  બ્રહ્મા શંકર ઇન્દ્ર કેરો લે અભિપ્રાય

 હવે સમય ઘણો ઓછો રહ્યો કૈંક નવા રસ્તાઓ  વિચારાય

 સમગ્ર  બ્રહ્માંડ વિચાર વંટોળે ચઢ્યું હવે  શો કરવો  ઉપાય

 વિષ્ણુજી  વિચારે ચડીયા  સ્વર્ગના દેવોને કેમ સમજાવાય

 વિચારે   ચઢી  વિચરણ કરતાં  સામેથી નારદજી  ભટકાય

 નારદજી કહે દિનબંધુ દીનાનાથ મુશ્કેલીથી કેમ ગભરાવાય

 શોધી લાવું  સરળ રસ્તો જો નેતા કોઈ ભારતીય ભેટી જાય

 “જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” એવું ત્યાં કહેવાય

 નેતાઓ  ને જરૂર પડે તો ત્યાં  કાયદા પણ  બદલાઈ  જાય

 શીખી લઈએ તેમની પાસેથી તો  સ્વર્ગ ભૂમિએ  એવું થાય

 કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહીં કયાંક દેખાય

 નહિ તો ‘સ્વપ્ન’ને પૂછીએ ને કયાંકથી  સરનામું મળી જાય

 =============================

 સ્વપ્ન જેસરવાકર 

મહંતો ને બાપુઓનાં અનેરાં રૂપ (વ્યંગ કાવ્ય)


 

મહંતો ને બાપુઓનાં અનેરાં રૂપ (વ્યંગ કાવ્ય)

===========================================

જુઓ કયાંક રામાયણની ચોપાઈઓનો સુંદર પ્રાસ  છે.

 

તો કયાંક ભાગવતની કથાનો કેવો  મઝાનો  ક્યાસ  છે.

 

સંત પુનીત કેરા પગલે પગલે યાત્રા સંધો પથરાય  છે

 

તો પ્રમુખસ્વામી પગલે સંસ્કૃતિના અક્ષરધામો થાય છે

 

બાપા સીતારામ  જુઓ  ક્યાંક સંતરામ પણ દેખાય છે

 

જલિયાણ જોગીની સાથે ગીરનાર પરિક્રમ્મા થાય છે.

 

કયાંક ભજનો પ્રાર્થનાઓ  ને  અન્નદાન પણ કરાય છે

 

ક્યાંક પુનમના મેળાઓ તો ક્યાંક પરિક્રમ્મા થાય છે

 

છે એવા કૈક જે લોક માનસમાં સ્થાન જમાવી  જાય છે

 

લોકસેવાને કાર્યક્ષેત્ર બનાવી માનવ પ્રેમ કમાઈ જાય છે.

 

 

=============================================

  સાથે  બીજું એક રૂપ………………….

 

=======================================

હતું મને એમ કે  આ તો આધ્યાત્મિકતાનો દેશ છે

 

પણ કલ્પના કડવી બની આતો દેશ એવો વેશ છે.

 

કેટલાક બાપુઓ ને મહંતોનો  આ કેવો  આભાસ છે

 

બનાવી બેઠા  મઠો ને આશ્રમો કૈક  વેપાર  થાય  છે.

 

સરકારો નેતાઓ અધિકારીઓ ભક્ત અનેરા થાય છે

 

મફત જમીનો મેળવી ને  આશ્રમો  મોધાં બંધાય છે.

 

અહી વ્યભિચાર, વિલાસ વૈભવના  અડ્ડા  રચાય  છે

 

કયાંક દેશદ્રોહ અને  બલિદાન કેરા ખેલ ખેલાય છે.

 

પ્રેમ ,પ્રતિષ્ઠા ને પૂજન સાથે  સ્પર્શનો વહેવાર  છે,

 

પ્રેમના તો અહી રોજ ઉજવાતા નવા  તહેવાર  છે. 

 

કહેવાતા બાપુઓ , મહંતો દ્વારા  ઈજજતો લુટાય છે,

 

અહીં આશાઓની આશા ને રામોના રામ  ભેરવાય છે.

==========================================

સ્વપ્ન જેસરવાકર

એ જ સાચો કાયદો….તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)


 

એ જ સાચો કાયદોતુલસી વિવાહ  (કટાક્ષ કાવ્ય)

============================================================

 

 એ જ સાચો કાયદો તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)

=======================================================================

 

દેવદિવાળી આવી અને ઠેર ઠેર તુલસી વિવાહ ઉજવાય

 

લક્ષ્મી વર પરણશે વૃંદાને એતો કેવું  અજબ જેવું  કહેવાય

 

સ્વર્ગમાં ચર્ચા ચાલી ભાઈ આ  તો  દ્વીપત્ની પદ  સોહાય

 

દેવોમાં વાદ વિવાદ  ને  ચર્ચા કેરો દોર ઘડી ઘડી  થાય

 

નારદ આમતેમ દોડે  બ્રહ્મા શંકર ઇન્દ્ર કેરો લે અભિપ્રાય

 

હવે સમય ઘણો ઓછો રહ્યો કૈક નવા રસ્તાઓ  વિચારાય

 

સમગ્ર  બ્રહ્માંડ વિચાર વંટોળે ચઢ્યું  હવે  શો કરવો  ઉપાય

 

વિષ્ણુજી  વિચારે ચડીયા  સ્વર્ગના દેવોને કેમ સમજાવાય

 

વિચારે   ચઢી  વિચરણ કરતા  સામેથી નારદજી  ભટકાય

 

નારદજી કહે દિનબંધુ દીનાનાથ મુશ્કેલીથી કેમ ગભરાવાય

 

શોધી લાવું  સરળ રસ્તો જો નેતા કોઈ ભારતીય ભેટી જાય

 

“જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” એવું ત્યાં કહેવાય

 

નેતાઓ  ને જરૂર પડે તો ત્યાં  કાયદા પણ  બદલાઈ  જાય

 

શીખી લઈએ તેમની પાસેથી તો  સ્વર્ગ ભૂમિએ  એવું થાય

 

કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહી કયાંક દેખાય

 

નહિતર ‘સ્વપ્ન’ને પૂછી જોઈએ કયાંકથી  સરનામું મળી જાય

 

=======================================

 

સ્વપ્ન જેસરવાકર 

ગજાનન અને ગોટાળાજન …કટાક્ષ કવન..


ગજાનન અને ગોટાળાજન …કટાક્ષ કવન..  

 

સર્વે મિત્રો અને વાચક જનોને ગણેશોત્સવની શુભ કામના..

કોમ્પ્યુટરની ખામી હોઈ ઘણા સમયથી આના બ્લોગમાં આવી શક્યો નથી .

હજુ પણ પાંચ દશ મિનિટમાં બંધ થઇ જાય છે .

આપની ક્ષમા યાચના સહ….

================================

 ======================================

ગજાનન ગણપતિ દાદા    તમે પધારો જરૂર  હરેક  વરસે,  

 

અમારા પ્રતિનિધિઓ  પણ ,  પધારે   જરૂર  પાંચેક   વરસે .

 

તમે તો  અમારા  આરાધ્યદેવ   અને  છો  આપ  વિઘ્નહર્તા ,

 

આ તો  બની બેઠા  અમારા માલિકો, અને કાયમ દુઃખ દેતા.

===========================================

 

આપ કદીયે ના માગો કશુંયે   માનવ યથા શક્તિ ભોગ ધરતા,

 

અમારા  આખલાઓ  રોજ ખાતા, ને કોઈક વાર તો માગી લેતા.

 

આપને લાડુના  ભોગ ધરાવીએ તો,  પ્રસાદી  ભોગથી ખુશ થાતા,

 

આ  વિચક્ષણ પ્રાણીઓ  તો  નાણાં પ્રસાદ વગર સહેજ ના ધરાતા.

 

===========================================================================

આપ ના દર્શન બહાને તેઓ  પંડાલમાં  રોજ  આંટા  જરૂર   મારશે,

 

આવે  એ  આરતી પ્રસાદ ટાણે  માઈક લઈને પાછા ભાષણ ભરડશે.

 

તમારા સેવા  ગુણો તો બાજુ પર, પક્ષની વાહના ચમકારા ચમકાવશે,

 

પોતાની કે નેતાની  પ્રસંશા  કરતા સુત્રો  શોધી એમના બોર્ડ જ મુકાવશે.

=======================================================

આપની શોભા યાત્રામાં  ભક્ત જનો ઢોલ ત્રાંસા દુંદુભી વગાડી નાચે,

 

આમની મુલાકાત યાત્રામાં નાચે  ચમચાઓ, અને પ્રજાને પણ  નચાવે.

 

આપને  ધૂપ દીપ અબીલ ગુલાલ  ચઢે ને  ભક્ત જનો હાર  પહેરાવે,

 

આતો હાર ખરીદી લે ને પાછા ચમચાઓ  થકી  પ્રજા  દ્વારા  પોતે પહેરે.

=====================================================

 

હે ગજાનન ગણપતી દાદા સહુ નું રૂડું કરતા ને વિઘ્ન સૌ  હરતા,

 

આ સગવડિયા લોકો  જન સેવા એવા રૂપાળા નામે ખિસ્સાં ભરતા.

 

આપને દર્શને આવી શાંતિ મળે  આપ હર સમયે  જરૂરથી  મળતા.

 

કોઠા વીંધીએ પત્ની પટાવાળો અને પી.એ પછી જ પ્રધાન  મળતા.

================================================

સ્વપ્ન જેસરવાકર

કાયદા મંદિરમાં પેઠા…વ્યંગ કાવ્ય


 

કાયદા મંદિરમાં પેઠા…વ્યંગ કાવ્ય

================================================

   આભાર ગુગલનો
==============================================

શંકર અને જેઠા કાયદા મંદિરમાં પેઠા

શંકરે કાઢ્યું આઈપોડ ને કર્યું છે લોડ

સાથમાં મળ્યા જેઠા બન્ને જોવા બેઠા

આવે ચિત્રો મજાનાં લુંટ્યા છે ખજાના

જોઈને  હસીનાઓ પાર નહી ખુશીનો

પત્રકારની નજર પડી ને ચર્ચા ચડી

વાત અધ્યક્ષ ઓફીસ નીકળી નોટીસ

આદેશ જમા આઈપોડ કાઢીએ એ તોડ

કરો એની ચકાસણી કોંગ્રેસની માંગણી

નથી એમાં જ ફિલ્મ શાને કરો  ચિલ્લમ

મળી કલીનચીટ ઘરની ધોળી છે ભીંત

સમજી  ગયા  શાણા ગોવિંદ ગાયે ગાણાં

=============================

સ્વપ્ન જેસરવાકર

येतो हमारा यूपी हे…व्यंग कवन


 
येतो हमारा यूपी हे…व्यंग कवन
 
=============================================
 
 
        शुक्रिया गुगलकी
===============================================
 
जम गया जंग चुनावका पर जनता दुखी हे  
 
भाई देखो और सोचो येतो  हमारा यूपी हे
 
कही सायकल कही पंजा कही कमल  हे
 
कही कुछ और तो कही चला हाथी हे….येतो हमारा यूपी हे I 
 
कही अजित कही राहुल कही मुलायम हे
 
कही आजम कही माया कही नकवी हे…येतो हमारा यूपी हे ઈ
 
रेली पे रेली सभाओ पर सभाका मारा हे
 
कही भाषण कही नारा तो कही चुप्पी हे…येतो हमारा यूपी हे I
 
मिट गया था  एक दिन डाकुका इलाका
 
आज राजकीय डाकुओकी लम्बी थप्पी  हे…..येतो हमारा यूपी हे I 
 
ढूंढते रास्ते सभी यहासे जानेको  दिल्लीका
 
उनके सब वादेकी होती  जूठी  जबानी हे…येतो हमारा यूपी हे  I
 
पैसे शराब जाती पातीसे ए सबको पटायेंगे 
 
नहीं कुछ काम आयेगा तो चलती गोली हे…येतो हमारा यूपी हे I
 
=================================================
 ‘ स्वप्न ‘ जेसरवाकर

નેતા બની ગયો…કટાક્ષ કવન


 નેતા  બની  ગયોકટાક્ષ કવન  

 
===================================
 
સ્વ. આદિલ મન્સૂરીજીની લોકપ્રિય  ગઝલ-
 
“માનવ ના બની શક્યો તો એ ઈશ્વર બની ગયો”
 
ઉપરથી લખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
 
===================================
  
નાગરિક ના બની શક્યો તો એ   નેતા  બની  ગયો
 
બધાય ને બનાવી ને એ  પોતે  નેતા  બની  ગયો.
 
પાળ્યું ના વચન એનો  દિલમાં છે ડાઘ
 
એ   અમારા  ડાઘ  ને  ઘોળી  ને  પી   ગયોનાગરિક.
 
જીવવું  પણ દોહ્યલું  બન્યું છે હવે
 
અમારી એ વ્યથાને એતો  મજાક માની  ગયોનાગરિક.
 
ગેસ, ડીઝલ.પેટ્રોલે તો માઝા મૂકી
 
અમારી વાતોને એ  હવામાં ઉડાવી ગયોનાગરિક.
 
પાંચ વર્ષે  ફરી હાથ જોડી ઉભા રહ્યા
 
નઠારા નેતાઓ જુઓ  એકબીજાને ભાંડી રહ્યો નાગરિક.
 
નહોતું  કશું  ય  પણ હવે  છે  બધું  જ
 
સાયકલવાળો જ હવે  મોટરે ચઢી  ગયોનાગરિક.
 
“સ્વપ્ન” હતું  જે  એ  પૂરું  થઈ  ગયું
 
ઉધાર માંગતો એતો  કરોડોએ પહોંચી  ગયોનાગરિક.
 
==========================================

(નાગરિકનો અર્થ દેશ અને પ્રજાને વફાદાર સમજવું ) 

 

સ્વપ્ન જેસરવાકર