Category Archives: સ્વપ્ન- હાસ્ય કવિતા

હે ટેવો તારી જણાવ બબલીના બાપા ( હાસ્ય કવિતા)


હે ટેવો તારી જણાવ બબલીના બાપા ભુલો તારી જણાવરે…( હાસ્ય કવિતા)
================================================
(રાગ= પાપ તારું પરકાશ જાડેજા…ફિલ્મ= જેસલ તોરલ )

================================================

હે ટેવો તારી જણાવ બબલીના બાપા ભૂલો તારી જણાવ રે
તને છોડીને નહીં જાઉં એમ બબલીની બા કે’ છે જી રે….
હે જેટલા રુપિયા સાડીના બબલી બા જેટલા સાડીના રુપિયા રે
એટલાં બીડી ને હુકા મેં ફૂંક્યા એમ બબલીના બાપા કે’ છે જી રે.
હે નખરાં તારાં જણાવ બબલીના બાપા આદતો તારી જણાવ રે
તને છોડી નહીં જાઉં એમ બબલીની બા કે’ છે જી રે..
હેં તું જાતી મૈયરીયા વાટે બબલીની મા મૈયરીયા કેરી વાટે રે
રંગરેલિયાં મનાવવા જાતો એમ બબલીના બાપા કે’ છે જી રે.
હે ચટકા ને ભટકા જણાવ બબલીના બાપા તડાકા જણાવ રે
તને છોડીને નહીં જાઉં એમ બબલીની બા કે’ છે જી રે.
હે જ્યાં તેં લીધી મંદિરની વાટ બબલીની બા લીધી મંદિર વાટ રે
હે દારૂપીઠે- બિયર બારે સંચર્યા એમ બબલીના બાપા કે’ છે જી રે.
હે શું ગત થૈ તારી બબલીના બાપા વીત્યું તને શું જણાવ રે
તને છોડીને નહીં જાઉં એમ બબલીની બા કે’ છે જી રે.
હે મંદિરે ભજનમાં તું નાચતી બબલીની બા નાચતી કુદતી રે
પીધેલો હું ને પોલિસે મને નચાવ્યો એમ બબલીના બાપા કે’ છે જી રે.
==========================================
સ્વપ્ન જેસરવાકર

વાહ રે મોંઢાની ચોપડી તારી કમાલ–હાસ્ય કવિતા


વાહ રે મોંઢાની ચોપડી તારી કમાલ--હાસ્ય કવિતા

======================================

વરસ્યો વરસાદ અભિનંદન કેરો મોંઢાની ચોપડીએ.

મેં પણ કર્યાં આભાર દર્શન એજ મોંઢાની ચોપડીએ.

જન્મ દિવસની શુભેચ્છાનું ઝરણું મોંઢાની ચોપડીએ.

પોસ્ટકાર્ડ ગ્રેટિંગ કાર્ડ આવી ગયાં મોંઢાની ચોપડીએ.

દેશ વિદેશના સમાચારો મળે એ મોંઢાની ચોપડીએ

ના મલ્યા હોય તોય ઓળખાણ મોંઢાની ચોપડીએ.

ચેટ થાય ભેટ અપાય મિત્રો થાય મોંઢાની ચોપડીએ

વેપાર ને ધંધા કેરી જાહેરાત થાય મોંઢાની ચોપડીએ

શું છે મોંઢાની ચોપડી તો કહું તો ભાઇ એ ‘ ફેસ બુક ‘

‘અંદર આવ બરાબર’ હોય તો જ ચાલે ભાઇ ‘ફેસબુક’

facebook_2015_logo_detail

===================================

ઇન= અંદર / ટર = આવ  / નેટ = બરાબર

અંદર ટર બરાબર===”  ઇન્ટરનેટ  “

જુના જમાનામાં ઘર બહાર  કે શાળામાં મેદાનમાં બાળકો તોફાન કરે

ત્યારે વડિલો કે શિક્ષકો કહેતા

“અંદર  ટર” એટલે કે ” અંદર  આવ. “

એટલે ” ટર “ કે ” ટળ “ શબ્દ વાપરતા.

========================================================

સ્વપ્ન જેસરવાકર

ના લાવશો વિદેશી વઉ….હાસ્ય કવિતા


ના લાવશો વિદેશી વઉ….હાસ્ય કવિતા

==================================

૨૨ માર્ચ ૨૦૧૩ ને શુક્ર્વારે ” ગોદડિયા ચોરા” માં
    ”  કાળસંગનો ખરઘોડો ”   
http://www.godadiyochoro.wordpress.com/
===================================
                        આભાર ગુગલ દેવ
==================================================
અલ્યા હોંભરો ને જવાનિયા  તમને હાચી  વાત કઉ
મારું માનો તો ભઇલા તમે  ના લાવશો વિદેશી વઉ
 
અને લાવીએ તો શું થાય……..>>>>>>>>>>>>>>>>>>
 
 
પીઝા પાસ્તા બર્ગર બરીટો ને સેન્ડવીચે ધ્યાન બઉ
રોટલા રોટલી હાંડવો ખીચડી ઢોકળી તો ના હું ખઉ…ન લાવશો.
બીન્સ પોટેટો ચિપ્સ રાઇસ ચીઝ ને ભાવે બટર પાંઉ
કોદરી બાજરી બંટી બાવટો ના હમજે ડાંગર કે ઘઉં…ના લાવશો.
છાસ માખણમાં હમજે નહિ ને કોકાકોલા પીએ બઉ
ગાયની જેમ આખો દા’ડો ચાવ્યા કરે ચીગમ  ચાંઉ…ના લાવશો.
ચણિયા ચોળી પોલકાં ના ફાવે કહે પેન્ટ પહેરી લઉં
દિવાળી હોળી ન હમજે એને વેલેન્ટાઇન વા’લું બઉ…ના લાવશો.
કાશી દ્વારકા મથુરા મેલે પડતું  ના જુવે એ લખનઉ
ગોદડિયાજી કહે ગુરુ પરતાપે એ જાયે પેરિસ મકાઉ…ના લાવશો.
======================================
સ્વપ્ન જેસરવાકર …

પરાર્થે સમર્પણ….>>>>>>>>>>>>>>>>>>>>

https://swapnasamarpan.wordpress.com/

તું તો પચાસમાં પેઠો…હાસ્ય કવિતા


તું તો પચાસમાં પેઠોહાસ્ય કવિતા

============================================

      આભાર ગુગલ મહારાજનો

==============================================

ઘણા ભણેલા ગણેલા ને ઉચ્ચ હોદ્દે બિરાજતા દરેક કાર્યમાં ટેન્ડરનો

મોહ રાખે છે પણ અમુક વ્યવહારુ પ્રસંગે આ પ્રક્રિયા હાસ્ય સર્જે છે .

લગ્ન પસંગે એક મહાશયના  આ પ્રક્રિયાને લીધે પચાસ વર્ષે પણ

પરણવાના ઓરતા કેવું હાસ્ય સર્જે છે….તે વાંચો.

================================================

માન્યું નહિ કોઈનું ને કેરિયર બનાવવા ઝઝૂમતો રહ્યો
વઘતી ગઈ ઉંમરને પૈસા બનાવવા માટે દોડતો રહ્યો
ચાલીસી વટાવી ગયો ને સરકારમાં ઉચ્ચ હોદે જ રહ્યો
દરેક વાતમાં ને કાર્યમાં હમેશાં ટેન્ડર ભરાવતો જ રહ્યો
આવી પહોચી લગ્ન જીવનની વાત તો ટેન્ડર  મંગાવ્યું
 
કેટલું ટકાઉ શો ભાવ તાલ કેવો છે માલ  બધું  જણાવ્યું
ખોલીને જ ટેન્ડરો વાંચી ચક્કરે ચઢ્યો શું છે આ બધું  તુત
જાણે બધાં યમરાજનાં સગાં શાને વળગ્યું પરણવાનું ભૂત
કરિયાણા કરતા કચકચ ને મંડપવાળા પડી ગયા મોંઘાં
વાજાં ને ઘોડા  ઘમ્મર ફેરવે એથી તો ગધેડાં પડે સોંઘાં
બૈરી માગે બાવન તોલા સોનું ને સાસુ તો માગે ફીઝ ગાડી
સસરાને તો સ્કુટર જોઈએ પરણવાનું તો માથે ટાલ દે પાડી
ના નથી મંજુર ટેન્ડર મુજને કહીને હું માથે હાથ દઈને બેઠો
બાપા કે’ ઓ અક્કલ વિનાના બળદીયા તું તો પચાસમાં પેઠો
==========================================
સ્વપ્ન જેસરવાકર

કોટા વધારો વિઝામાં … હાસ્ય કવિતા


કોટા વધારો વિઝામાં હાસ્ય કવિતા

===================================================
ગુગલ મહારાજની જય

====================================================

ઓ ભાઈ ભાઈ રે ભાઈ ઓબામા


તેં તો મત ભેગા કર્યા ખોબામાં


મરાવી નાખ્યો ઓસામા લાદેન


ચુંટણી જીતવા કર્યું છે તેં  કેમ્પેન


રીપબ્લીકનને નાખ્યો ગોબામાં


રોમની પણ ગયા હવે ખોખામાં


પ્રચારમાં લાગ્યું તું  થોડુંક  રિસ્ક


ક્લીન્ટને આવી મારી આપી કિક


ન્યુઝ ચેનલો રહી  લેખા જોખામાં


દુનિયા રહેશે મદદ કેરા ધોખામાં


મિશેલ આનંદે ભરી જશે મોલમાં


પહેરવા
ખરીદશે ડ્રેસ એ સેલમાં 


મિશેલ ક્યાં અક્કલ હતી એ ડોબામાં


તોય પણ ફરી જીતી ગયો  ઓબામા


જોયું ટીવીમાં ને કાલે જઈશું પાછા ધંધે


એતો કરશે લહેરને ટેક્ષ પડશે આપડે કંધે


ઓબામાજી મત આપ્યા છે રહેજો મઝામાં


ગુજરાતીઓ કહે કોટા તો વધારો વિઝામાં 


==============================


સ્વપ્ન જેસરવાકર 

લખવાનું હવે મુકો ને ? હાસ્ય કવિતા


આ લખવાનું હવે મુકો ને ? હાસ્ય કવિતા

==================================

આ રચના લેખક પતિ અને પત્નીના સંવાદ રૂપ

કલ્પના કરી છે . આશા છે કે આપને ગમશે

.

સર્વે મિત્રો અને બહેનોને દશેરાની શુભ કામના

===================================

રાગ== ઝટ જાવો ચંદનહાર લાવો… ( ફિલ્મ= અખંડ સૌભગ્યવતી )

==============================================


હે ઉઠો ને ઓ ગોદડિયાજી રાજ રે…આ  લખવાનું હવે મુકો ને ?
તમે તો કરોને કાંઈ કામકાજ રે… આ લખવાનું હવે મુકો ને ?
હે સાહિત્યની તને નહિ  સમજ રે… આ લખવાનું નહિ મુકું .
ને સાહિત્યથી મળે અનેરો  સ્વાદ રે… આ  લખવાનું નહિ મુકું .
હે કલમથી કસાડીયા ના બને ને શબ્દથી સેન્ડવીચ
સુરનો સલાડ ના બને મારે ખાવી બરીટો સાથે ચીઝ રે …લખવાનું હવે મુકો ને ?
હે અક્ષરથી શબ્દ બને ને શબ્દથી  સરજાય છે ગીત
સૂરનો સ્વાદ લાગી જાય તો બની જાય સંગીત રે… લખવાનું નહિ મુકું .
હે પ્રાસમાં પીઝા ના બને ને ટુચકાથી ટાકો બેલ
ગતકડાંથી ગુલાબજાંબુ ના બને ને ભાવથી ભેલ રે  ….લખવાનું મુકો ને ?
હે રાગના રોટલા ભલા ને  કલમથી સર્જાય કઢી
ફાસ્ટ ફૂડને ભુલાવે એતો વિદેશમાં ય દાઢે ચડી રે ……લખવાનું નહિ મુકું.
===================================================
સ્વપ્ન જેસરવાકર