Tag Archives: ‘સ્વપ્ન ‘આરતી ડુંગળી મૈયા ..

ડુંગળી ડખા આરતી..(આરતી )


     ડુંગળી ડખા આરતી….. ( આરતી )

==========================================

 

જય ડુંગળી માતા  મૈયા જય ડુંગળી માતા 

 ડખાથી તમારા પોકાર પણ  જબરા પડતા …….જય.

ગરીબ તણી  છે કસ્તુરી તું તો  સહુને ભાવતી (૨)

ભજીયાની તો  સાથે (૨) ચટણીમાં વપરાતી……..જય  

પાઉં ભાજીમાં સોડમ તારી અનેરી   આવતી (૨) 

શાકમાં તો તારી(૨) બટાકા સાથે  જોડી  જામતી….જય  

પોકાર પડ્યો તારા નામનો દર બાર વર્ષે (૨)

અઠ્ઠાણુંમાં આગ લગાવી (૨)  અટલને ભરમાવી …જય

અજબ ગજબના  રંગ તારા કૈક  ધોળા ને રાતા (૨) 

અમીર ગરીબ સહુ  જ  (૨)  કચુમ્બરમાં જ ખાતા…જય

મોઘવારીમાં ચડી હડફટે મનમોહન તો મુઝાતા (૨)

નફફટ બની  ખેતી પ્રધાન (૨)  પવાર તો મલકાતા…જય

બિલ્ડરોની  યોજના ફ્લેટ સાથે ડુંગળીના મફત કટ્ટા (૨)

વેલેન્ટીન દિને  પ્રેમિકા  (૨) માંગશે  ડુંગળીના ગઠ્ઠા..જય

વાગે  ઢોલ ને શરણાઈ યુવાન હૈયા રહે છલકાતા (૨)

કરિયાવર ,મંગળફેરામાં (૨) ડુંગળી કેરા દાન દેવાતાં…જય

ડુંગળીના ડખા તણી આરતી જે કોઈ  ભાવથી ગાશે  (૨)

ગાયે ગોવિંદ ગમ્મતથી (૨)  આંખેથી પાણી  નીતરતા….જય

=================================================

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

Advertisements