સ્વપ્ન સજાવતા રહ્યા..( કાવ્ય )


સ્વપ્ન સજાવતા રહ્યા…( કાવ્ય )
================================
 
ઘૂઘવતા સાગરને જોતા રહ્યા,
 
હજારો  જોજન દુર રહ્યા  અમે.
 
કેમ કરી ને આવું પેલી પાર,
 
પરદેશી તો ખરા રહ્યા   અમે.
 
રસ્તો કે નથી ચાલતી હોડી,
 
મનોમન  મુંઝાતા રહ્યા અમે.
 
અહી સબંધોની  કીમત  છે કોડી,
 
સંદેશાની રાહ જોતા રહ્યા અમે.
 
સુગંધ વિનાના ફૂલોમાં વસ્યા ,
 
માનવતા કાજે  તરસતા  રહ્યા .
 
મળે એજ સ્વદેશ તણી ધરતી,
 
સ્વપ્ન મનમાં   સજાવતા  રહ્યા.
 
=============================
 
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

6 thoughts on “સ્વપ્ન સજાવતા રહ્યા..( કાવ્ય )

  1. શ્રી ગોવિંદભાઈ,

    વતન એટલે વતન .વતનથી વ્હાલું બીજું કોઈ નહિ. દરેક માણસ

    બહાર ફરવા જાય પછી જેમ ઘર યાદ્દ આવે છે. તેમ પરદેશમાં

    રહેતા દરેક માણસને સ્વદેશ યાદ આવે છે. વતન પ્રેમનું કાવ્ય.

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.