દિપાવલીની શુભ કામના.==== કાવ્ય
=======================================================================
ભવ્ય ભારતના હરેક જન જનની તેમજ તમામ નાગરિકોને દિપાવલી શુભ કામના.
=======================================================================
ઘરના આંગણે દિવડા પ્રગટાવજો પણ
એના પ્રકાશનું કિરણ દિલમાં દીપાવજો.
ઘરના આંગણે રંગોળી સજાવજો પણ
એ રંગબેરંગી ડિઝાઇન દિલમાં કોતરજો.
દિપાવલીમાં મેવા મિઠાઇ ચાખજો પણ
એ મિઠાશ સમાજ ઘડતરમાં ફેલાવજો.
દિપાવલીમાં નવાં વસ્ત્રો ખરીદજો પણ
કોઇ અનાથને વસ્ત્ર આપીને સજાવજો.
દિપાવલીમાં ધનપપૂજન કરજો પણ
એમાંથી સફાઇ,આરોગ્ય, વિદ્યામાં વાપરજો.
દિપાવલી ઉમંગથી મનાવજો પણ
દેશ રક્ષા કાજે ઝઝુમતા જવાનોને ના ભુલજો.
દિપાવલીમાં કાશ્મીરથી કન્યાકુમારી અને
દિવથી દિબ્રુગઢ સુધી એકતા મનાવજો.
==========================
સ્વપ્ન જેસરવાકર
અંતરમાં ઉજાસ ધરતો કાવ્ય-દીપ..શ્રી ગોવિંદભાઈ
Sent from my iPhone
>
LikeLike