વિશ્વ મહિલા દિન..(કાવ્ય)


વિશ્વ મહિલા દિન…(કાવ્ય)
 
==========================================================
 
                          ચિત્ર માટે ગુગલનો આભાર
=============================================================
 
વિશ્વ મહિલા દિનની ઉજવણી તો થાય
 
મહિલાઓની સમસ્યાઓ શું દુર થાય ? 
 
હરેક મનમાં કેટલાક સવાલો પેદા થાય
 
મહિલા શક્તિ કેરી પોકળ વાતો થાય
 
મહિલાને તો અર્ધાંગીની જ કહેવાય
 
તો ભાઈ પુરુષો ને  શું કહેવાય ?
 
બળાત્કારો તો  મહિલાઓ પર થાય
 
અને કેસનો ચુકાદો વર્ષો વર્ષ ઠેલાય
 
આરુષી જેવા કેસની શું હાલત થાય
 
ત્યાં તાતી તલવારો છુટી પણ  જાય
 
તેત્રીસ ટકાની વાતો ગરજી  પણ થાય
 
ટીકીટ વેળાએ પક્ષો આઘા પાછા થાય
 
પુત્રના જન્મ ટાણે ઢોલ તો  વગાડાય
 
પુત્રીના જન્મે શાને કાગારોળ કરાય ?
 
સમારંભોમાં કદીક પ્રમુખ સ્થાન અપાય
 
મહિલાઓને અવગણી લાંબા ભાષણો થાય.
 
================================
 
સ્વપ્ન જેસરવાકર  (ગોવિંદ પટેલ)

8 thoughts on “વિશ્વ મહિલા દિન..(કાવ્ય)

  1. ગોવિંદભાઇ મહિલા દિને ખૂબ સરસ રચના.

    વિશ્વ મહિલા દિનની ઉજવણી તો થાય

    મહિલાઓની સમસ્યાઓ શું દુર થાય ?

    સત્ય વાત છે માત્ર એક જ દિવસ સમારંભો અને મેળાવડાની ઉજવણીઓ કરીને મહિલાઓના પ્રશ્નોનો ઉકેલ ના આવે. સાચી કેળવણી અને સામાજિક ક્ષેત્રે જાગૃતિ લાવવાથી સમસ્યાઓનો ઉકેલ આવે.

    Like

    1. શ્રીમતી મીતાબહેન,
      આપની વાત સાચી છે એક દિવસ સમાંરભો અને વાહ વાહ સાથે ભાષણો કરવાથી કઈ સમસ્યાનું
      નિરાકરણ નથાય તે માટે સર્વેએ હળીમળી સાચા દિલથી હરરોજ પ્રયત્નો કરવા જોઈએ.
      આપના ઉત્સાહ પ્રેરિત પ્રતિભાવ બદલ ખુબ જ આભાર..

      Like

  2. આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )

    વિશ્વ મહિલા દિને આપે સાચેજ એમની વેદનાઓને વાચા આપી તે સરાહનીય બાબત છે,

    આવી કેટલીય મહિલાઓની વેદનાઓનો ઉકેલ કોઈપણ ” વેદ ” માં આપેલો હશે કે નહિ

    તે આપણને ખબર નથી, પરંતુ આપે સાચો ચિતાર આપ્યો તે ખરેખર અભિનંદનને પાત્ર છે.

    લિ. કિશોરભાઈ એમ.પટેલ

    Like

  3. પુત્રના જન્મ ટાણે ઢોલ તો વગાડાય

    પુત્રીના જન્મે શાને કાગારોળ કરાય ?
    Govindbhai,
    Nice Rachana.
    But I chose your words with an importantnt question you had raised.
    Let our Samaj be educated to welcome a BOY or a GIRL with the same happiness at the Birth of a Child…as one Human Child.
    When this “bhav” is within ALL…I will be very HAPPY !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your visits/comments on Chandrapukar !

    Like

    1. આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

      આપના ભાવ સાથે સમ્મત ચુ પણ હજુ કેટલીક જ્ઞાતિઓ અને સમજો પુત્ર ઝંખના

      માટે આવું વિચારે છે માટે તે પંક્તિઓ રચી છે. આપના આશીર્વાદ પ્રેરિત પ્રતિભાવ

      માટે ખુબ જ આભાર.

      Like

  4. શ્રીગોવિંદભાઈ
    આપે સુંદર રીતે આજના સમયની ગાથાને વાચા આપી.
    મહિલા નારી જગત …તેના સમર્પણથી જ સંસારની
    વાડી ખીલતી રહે છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.