હરખ હૈયે માતો નથી…… કાવ્ય


હરખ હૈયે માતો નથી….. કાવ્ય
 
=======================================================
 
 મિત્રો સને ૧૯૫૦ ની ૨૨ મી એપ્રિલના રોજ સ્વ. વજુભાઈ કોટક
 
નામના  ગરવા ગુજરાતીએ ” ચિત્રલેખા ” નામનું અઠવાડિક મેગેઝીન
 
શરુ કર્યું.  આજે બે લાખ પચાસ હજાર પ્રતો ધરાવતું આ મેગેઝીન
 
 ગુજરાત અને ભારતની સરહદો  વટાવી દુનિયાભરના મોટા ભાગના
 
દેશોમાં ખુબ પ્રચલિત બન્યું છે. ચિત્રલેખા આજે ષષ્ઠીપૂર્તિ ઉજવે છે
 
ત્યારે ગરવા ગુજરાતી વાંચકો , ચિત્રલેખાના પત્રકારો તસવીરકારો
 
લેખકો, સંચાલક મંડળના સભ્યો, કાર્યાલય કર્મચારી ગણ  તેમજ
 
ચિત્રલેખા ગ્રુપના ચેરમેન શ્રી મોલિકભાઈ અને માધુરી બહેનને
 
આજે  ગૌરવવંતા દિને    ખુબ અભિનંદન .
 
=======================================================
 
 
                (   ચિત્ર માટે ગુગલનો આભાર….)
 
 
૨૦ એપ્રિલ ૨૦૧૧ ના રોજ ભારતીય ગણતંત્રના વડારાષ્ટ્રપતિ શ્રીમતી
 
પ્રતિભાબેન પાટીલે સ્વ. વજુભાઈની ટપાલ ટિકિટનુંઅનાવરણ કર્યું છે.
 
 આવી સફળતાના શિખરો સર કરવા બદલ ધન્યવાદ
 
====================================================================
 
  
      ચિત્ર માટે ગુગલનો આભાર
==============================================================
 
 
હે…દેશ દુનિયા ને રાજકારણનાં કરતું  એ લેખાં જોખાં
 
ભાઈ એજ છે ગરવા ગુજરાતીઓનું  ચિત્રલેખા…….ભાઈ એજ છે
 
સાઈઠ વર્ષથી અણનમ અજોડ બેનમુન ચાલે ચકાચક
 
ભાઈ એજ ગૌરવવંતો લોક લાડલો આપણો વજુ કોટક …..ભાઈ એજ
 
================================================================
 
               હરખ હૈયે માતો નથી…
============================================ ====================
( રાગ==  તને સાચવે સીતા સતી – ( અખંડ સૌભાગ્યવંતી)
 
=====================================================
 
આજે અવસર રૂડો વર્તાય હરખ હૈયે  માતો નથી 
 
આજે  ષષ્ઠીપૂર્તિ ઉજવાય હરખ હૈયે માતો નથી
 
બાવીસમી  એપ્રિલ  ને  પચાસની  સાલે
 
પ્રથમ અંક પ્રાગટ્ય તિલક ધર્યું   ભાલે
 
વજુ કોટક જેવા સ્થાપક સોહાય હરખ હૈયે માતો નથી 
 
ગુજરાતી  ને  મરાઠીમાં  તો શરુ જ કર્યું
 
અઠવાડિક  મેગેઝીને  તો ડગલું  જ ભર્યું 
 
જુદા વિભાગોમાં જ  સમાવાય હરખ હૈયે માતો નથી
 
સમાચાર,પ્રસંગો અને સાંસ્કૃતિક વાતોમાં 
 
શબ્દોની સોનોગ્રાફી સાથે ઉંધા ચશ્મામાં
 
કવરસ્ટોરી,દેશ દુનિયા વંચાય હરખ હૈયે માતો નથી
 
જલસા ઘર ને મુખવાસ તો મીઠા ભર્યા
 
ઝલક કાડીયોગ્રામ ને પ્રિયદર્શની  વહ્યા
 
નવલ કથામાં રહસ્ય પમાય હરખ હૈયે માતો નથી
 
જસ્ટ મિનીટ ને હોમ ડેકોરેશન મળે
 
વર્લ્ડ વોચ સાથે લાઈફ સ્ટાઈલ જડે
 
જાણવા માણવા જેવું પરખાય હરખ હૈયે માતો નથી
 
હરકિશન મહેતા સરીખા  તંત્રી મળ્યા
 
ઘેલા ભરતભાઈએ એને આગળ વધાર્યા   
 
માધુરીબેન ને મોલિક હરખાય   હરખ હૈયે માતો નથી
 
દુનિયામાં એક કૈક નવતર જ થયું
 
કોલમ પરથી તો સીરીયલ  બન્યું
 
તારકનાં  ઉલટા ચશ્માં પહેરાય હરખ હૈયે માતો નથી
 
ગરવા ગુજરાતીએ તો  ડંકો રે દીધો
 
દુનિયાભરમાં એને તો ગાજતો કીધો
 
વજુભાઈની ટપાલ ટીકીટ  પડાય હેખ હૈયે માતો  નથી
 
આશા સાથે “સ્વપ્ન”માંગે એટલું
 
ચિત્રલેખા વિકસે  ગગન  જેટલું
 
લાખો કરોડો વર્ષો જ ઉજવાય  હરખ હૈયે માતો નથી.
 
====================================================

સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

26 thoughts on “હરખ હૈયે માતો નથી…… કાવ્ય

  1. આપનું કાવ્ય ફેસબુક પર વાચ્યું .મઝા આવી ગઈ

    ચિત્રલેખા એટલે ૬૦ વર્ષથી ગરવા ગુજરાતીઓને દેશ દુનિયા સાથે વિવિધ વાનગી પીરસતું અઠવાડિક

    Like

  2. વાહ ગોવિંદભાઈ
    આજથી સાઈઠ વર્ષ પહેલાના એ અનમોલ પ્રસંગને યાદ કરી સુંદર ભાવ વિભોર થઇ કાવ્ય રચના કરવા બદલ અભિનંદન.
    એ ગૌરવવંતો દિન યાદ કરવવા બદલ ધન્યવાદ … ચિત્રલેખાને અભિનંદન.

    Like

  3. આજે ષષ્ઠીપૂર્તિ ઉજવાય હરખ હૈયે માતો નથી

    બાવીસમી એપ્રિલ ને પચાસની સાલે

    પ્રથમ અંક પ્રાગટ્ય તિલક ધર્યું ભાલે

    વજુ કોટક જેવા સ્થાપક સોહાય હરખ હૈયે માતો નથી

    શ્રી વજુભાઈ કોટક, ચિત્રલેખા અને એટલા જ ગૌરવ ભર્યા શ્રી ગોવિંદભાઈના શબ્દો, ચાર ચાંદ
    કાવ્યમાં છલકાવી ગયા.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઈ, (આકાશદીપ)
      આપના દ્વારા પ્રોત્સાહન ભર્યા શબ્દો ચિત્રલેખા માટે લખ્યા તેનો જોટો જડે તેમ નથી.
      આપના આશીર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ આભાર.

      Like

  4. શ્રી ગોવિંદભાઈ,

    ચિત્રલેખાની ષષ્ઠીપૂર્તિ પ્રસંગે આપે ભાવ સભર કાવ્ય રચ્યું છે તે અજોડ અને બેનમુન છે

    સ્વ. વજુ કોટકને યાદ કરી ભારત સરકારે ટપાલ ટીકીટ ભાર પડી તે ગુજરાત અને ગુજરાતીઓ

    માટે ગૌરવ પૂર્ણ વાત છે.

    Like

  5. આજે અવસર રૂડો વર્તાય હરખ હૈયે માતો નથી
    આજે ષષ્ઠીપૂર્તિ ઉજવાય હરખ હૈયે માતો નથી
    બાવીસમી એપ્રિલ ને પચાસની સાલે
    પ્રથમ અંક પ્રાગટ્ય તિલક ધર્યું ભાલે
    khub j bhaavna sathe sunder rachana..
    Chitralekha etle chitralekha..

    Like

  6. વજુ કોટક અને માધુરિ કોટક દ્વારા સુંદર અઠવાડિક્ની ૬૦મી વર્ષગાંઠ પર અભિનંદન.

    મૌલિક કોટક અને ભરત ઘેલાણીએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.

    ચિત્રલેખા
    બાલપણથીજ ખુબ ગમતું અઠવાડિક છે. કાવ્ય સુંદર રચવા બદલ આભાર.

    Like

  7. શ્રી ગોવિંદ રાજા,
    પ્રસગોચિત બનાવો અને તવારીખ યાદ રાખી કાવ્ય સર્જવાની અનેરી કળામાં આપ માહિર છો.
    ૬૦ વર્ષ પહેલા શરુ થયેલ મેગેઝીનની યાદમાં મનમોહક કાવ્ય.
    ચિત્રલેખાને અભિનંદન.

    Like

  8. ગરવા ગુજરાતીએ તો ડંકો રે દીધો
    દુનિયાભરમાં એને તો ગાજતો કીધો
    વજુભાઈની ટપાલ ટીકીટ પડાય હેખ હૈયે માતો નથી
    આશા સાથે “સ્વપ્ન”માંગે એટલું
    ચિત્રલેખા વિકસે ગગન જેટલું
    લાખો કરોડો વર્ષો જ ઉજવાય હરખ હૈયે માતો નથી.
    સરસ
    અમારે મન એક હરખ વધુ છે કે અમારા દિકરા ચિ પરેશ
    અંગે તા ૧૮ એપ્રિલ ૨૦૧૧ના ચિત્રલેખાના ૬૦મા પાને
    માહિતી આવી છે જે આપના ઇ.મેઇલના ઉતરમા મોકલું છું

    Like

    1. આદરણીય શ્રી પ્રજ્ઞાજુ બહેન,

      આપના હરખમાં અમે સહભાગી થઈને આ લેખ જરૂર વાંચીશું. હું ઓન લાઈન ચિત્રલેખા ના બધા લેખ વાચું છું

      ચી. પરેશભાઈને ખુબ અભિનંદન.. આપના આશીર્વાદ થી ભરપુર સંદેશ બદલ ખુબ આભાર.

      Like

  9. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

    સરસ રચના છે, ભાઈશ્રી

    આપ એક એક પ્રસંગ ઉજવો છો,

    કાવ્યરૂપી ધુમ મચાવો છો,

    પ્રસંગો સરસ સજાવો છો,

    આજ વાચકો હરખાય છે.

    ડૉ.કિશોરભાઈ પટેલ

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.