આઝાદ દિનના અવસરે શત સલામ…


 

આઝાદ દિનના અવસરે શત સલામ…
 
====================================================================
મહાત્મા ગાંધી બાપુ…
====================================
 
જુઓં ગાંધી બાપુ  પાસે  સત્યાગ્રહ કેરું  હથિયાર  છે
 
તેની આગળ  અંગ્રેજ  સલ્તનત કેવી   લાચાર છે
 
નથી  પાછો  પડતો કોઈ વાતે ને વિચારે  એ
 
ખરેખર એ  તો  ભારતની  આઝાદીનો  પહેરેદાર  છે.
 
===========================================================================
 
    સરદાર વલ્લભભાઈ પટેલ …
 
==========================================================================
 
 
 મુજ નાવ પર દરિયાના કેટલા બધા ઘાવ છે
 
તોફાનો  સાથે લડવાનો મારો   સ્વભાવ   છે
 
નથી દુનિયાના વૈધો પાસે મારા દર્દની દવા
 
મારા શર પર  એકતા અખંડીતતાનો તાવ  છે.
 
========================================================================
 
   સુભાષચન્દ્ર બોઝ
 
=======================================================================
 
સુભાષ તારું નામ ને કામ સૌને  યાદ  છે
 
પરભોમથી લલકાર કર્યો એ  નિર્વિવાદ છે
 
કદાપિ ભુલાશે નહિ તું  હિન્દ તણી ભૂમિ પર
 
આઝાદ હિન્દ ફોજના નામથી જિંદાબાદ છે.
 
=======================================================================
 
જવાહરલાલ નહેરુ…
 
=======================================================================
 
જવાહર તું  અનમોલ  ઝવેરાત હીર  છે
 
શાંતિના પ્રતિક તણું  લાજવાબ તીર છે
 
દુનિયાના નેતાઓ સાથે કરી મિત્રતા
 
પંચશીલ સિધ્ધાંત તણો  ખરો વીર  છે.
 
======================================================================
 
લાલ બહાદુર શાસ્ત્રી
 
=====================================================
 
 
વામન તો  રૂપ તારું પણ વિરાટ છે વિચારો
 
દુશ્મનોને ઈંટનો  જવાબ પત્થરથી આપનારો
 
લોક હદયમાં વસ્યું છે  સાદગી ભર્યું  જીવન 
 
આપ્યો છે  “જય જવાન જય કિશાન”  નારો .
 
==================================================
 
   રાષ્ટ્ર ધ્વજ ……
 
=======================================================================
 
વિશાળ ગગને એ  લહેરાતો અમારી જાન  છે
 
તારા  રક્ષણ કાજે તો  હજારો  જીવ કુરબાન  છે
 
છે ત્રિરંગા સાથે  અશોકચક્ર  એ  બેમિશાલ
 
ભારત ભાગ્ય વિધાતાની આન,બાન, શાન છે.
 
======================================================================
 
  શહીદોને  સલામ….
 
=====================================================================
 
 
 
બળવંતા અને બળુકા એ  શહીદોને  સો સલામ છે
 
શહીદોની શહાદતથી  આજે આઝાદીનો આરામ છે
 
ટાઢ , તાપ ને વરસાદમાં  સરહદના સીમાડે
 
દેશરક્ષા માટે  ઝઝુમતા  વીરોને દેશના પ્રણામ છે.
 
===================================================================
 
“સ્વપ્ન” જેસરવાકર   (( ગોવિંદ પટેલ

14 thoughts on “આઝાદ દિનના અવસરે શત સલામ…

    1. આદરણીય ડો. શ્રી. ચંદ્રવદનભાઈ,
      જેમના બલિદાન થકી આઝાદીના મીઠા ફળ ચાખવા મળ્યા તેમને યાદ કરી વંદન કરવા જોઈએ
      અને એમના આદર્શોને જીવનમાં ઉતારી ભારતનું નિર્માણ કરવું જોઈએ.
      આપના આશીર્વાદ રૂપી શુભ સંદેશ બદલ આપનો ખુબ ખુબ આભાર.

      Like

  1. શ્રી ગોવિંદભાઈ,

    આઝાદીના મહાનાયકો એવા પૂજ્ય બાપુ,સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, પંડિત નહેરુ,

    આપનો રાષ્ટ્ર ધ્વજ, અને સરહદના સીમાડા સાચવતા જવાનોને આપે ખુબ સુન્દર શબ્દોથી

    વધ્વ્યા છે. ધન્યવાદ.

    Like

  2. ગોવિંદ રાજા
    આઝાદીના મહા નાયકોને સુંદર શબ્દોની પુષ્પ માળથી વધાવ્યા છે.
    સાથે સરહદના રખેવાળ એવા જવાનો માટે સુંદર શબ્દો .
    આઝાદ દિનની શુભ કામના.

    Like

  3. આદરણીયશ્રી. ગોવિંદભાઈ

    આવનાર રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપે

    સર્વેને યાદ કરી રચના તૈયાર કરી ખુબજ સારી

    બાબત કહેવાય.

    ખાસ કરીને આ દેશની આઝાદી માટે

    શહીદી વહોરનારાઓ તથા દેશની સીમાઓની

    રક્ષા કરનારાઓને ને યાદ કર્યા તે બાબત વધુ ગમી.

    Like

  4. શ્રી ગોવિંદભાઈ
    આઝાદી પર્વે ,એ આઝાદીના લડવૈયા મહનાયકોને આપે આદર પુષ્પોથી વધાવ્યા તે બદલ
    ખૂબખૂબ અભિનંદન. જયહિંદ..જય જય હિંદની સેના.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.