ગોદડીયો ચોરો….. ….કમાલનો કોદાળો


 
 
ગોદડીયો ચોરો….. ….કમાલનો  કોદાળો
 
===================================================================

 
આવતા શુક્રવારે  સ્વપ્ન કથાના ગોદડીયા ચોરામાં  વાંચો ” સોરઠીયો શામળો”
 
===================================================================

ભાદરવો ભરપુર વરસ્યો . નેવાના પાણી મોભે ચડાવે એમ ગાજી નાચીને વરસ્યો .
 
વાતાવરણમાંઠંડક  પ્રસરી ગઈ . ભગવાન , નારદજી અને ભદો ભૂત રાજકોટમાં હતા  
 
એમને ત્યાં આરામ કરવા દઈએ. આપણે આજે ગોદડીયા ચોરે રંગત જમાંવીએ.
 
ગોદડીયા ચોરામાં ધીમે ધીમે માહોલ જામતો હતા. ગોદડી જરા હવાટ મારી ગંધાઈ
 
રહી અવનવી સુગંધ વેરી રહી હતી .
 
ચોરામાં હું ગોદડીયો,  નારણ શંખ , શાંતિ ધ્રુતરાષ્ટ્ર એમ  ત્રણ ત્રેખડ બેઠા  હતા.
 
વર્ષા રાણીએ વિદાય લઇ લીધી હતા. શ્રાદ્ધ પર્વ પૂરું થઇ ગયું. નવરાત્રીના નગારાં
 
વાગવાની શરૂઆત થઇ ચુકી હતી. યુવાધન અને મોટેરાઓ માતાજીના દર્શનનો
 
લ્હાવો લઇ અવનવી માંગણીઓ મુકતા હતા.
 
ભાઈ ભાઈ ગુજરાતની વાત જ અનોખી છે. ગુજરાતના ગરબા અને ઢોલ સાત સમન્દર
 
પાર   દેશ દેશાવરમાં ગાજી રહ્યા હતાં.
 
ગુજરાતના આ ચાર તાલ મળે ત્યારે જ ગૌરવવંતુ  ગર્વીલું ગુજરાત બને.
 
 
 
(૧)નરસિહ મહેતાની કરતાલ….(૨) સ્વામીનારાયણનું વડતાલ
 
(૩) ગાંધીજીની હડતાલ ………..(૪) નવરાત્રિના તાલીના તાલ .
 
 
એટલામાં કનું કચોલા સાથે એક નવતર પદાર્થનું આગમન થયું. હવે કનું કચોલું
 
શિક્ષકની જેમ પ્રસ્તાવના આપવા બેસી ગયું. ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા  કચોલા સીધું
 
કહે ને આ નવતર પ્રાણી કોણ છે.?
 
કનું કહે આ ભાઈ વાતમાં વચ્ચે અંગ્રેજીના થોડા શબ્દો  ગુજરાતી હિન્દી ને સંસ્કૃત
 
એમ  વર્ણશંકર ભાષી છે.
 
ત્યાં પેલા ભાઈ કહે  મારું નેમ   કોદરભાઈ દામોદર રાવણીયા. એટલે પહેલો અક્ષર
 
લઇ  કોદારા  એટલે કોદાળા.
 
મહમદ તઘલખ  રાજધાની દિલ્હીથી દોલતાબાદ ટ્રાન્સફર કરી વો ટેમ કા હુવા
 
યુ ડોન્ટ નો
 
મહમદ સોચનેકો બેઠા વચમાં પહાડો આવિંગ તો હમ કેસે દુસરી તરફ દેખીંગ.
 
ગુજરાતમ તરફ્મ દેખીંગ તો બીચમે વિન્ધ્યાચલ આવે. . એટલે મહમદ બોલિંગ
 
પહાડકો તોડ ડાલો. સીધા દીખ શકે.
 
તે વખતે મશીનરી નથીંગ. એટલે માય બડા દાદાને કોદાળા જથ્થાબંધ બનાવીગ.
 
ધ્રુતરાષ્ટ્ર કહે આ પહાડો  તોડવાનું ત્યારથી ચાલુ થયું અને હજુ પણ ચાલ્યા જ કરે છે
 
સીધું જોવા માટે. પહાડો તોડવાના ને માલમલીદા ખાવાના !
 
આમાં ચોરો , કરચોરો , અમલદારો અને સરકારો સંપીને પહાડો તોડી માઈન્સ રૂપી
 
મલાઈ ખાય છે.
 
કોદાળાભાઈ કહે કોદાળા પુરા પાડવા સાથે માણસો પણ અમે જ પુરા પાડેલા.
 
ત્યારથી અમે રેલીઓ અને સરઘસોમાં અમે માણસો પુરા પાડીએ છીએ.
 
હમણાં સદભાવના અને પ્રતિ ઉપવાસ ચાલ્યા એમાં બંને પાર્ટીના નેતાઓ અમારી
 
પાસે માણસોનો કોટા નક્કી કરવા આવિંગ  . અમે પણ બડા લાભ લઇ લીધિંગ  .
 
ભાજપા  કહે  બપોરે  બે વાગ્યા પહેલાં મોદી સાહેબને અમારા ટેકેદારો બતાવવા છે.
 
કોદાળો કહે  કઈ વાંધો નહિ કોંગ્રેસવાળાને સાંજના એના એજ માણસો આપી દેવિંગ.
 
કનું કચોલું કહે અલ્યા  એમ કેમ ? સવાર ને સાંજમાં  શો ફેર ?
 
કોદાળો કહે યુ નો ભાજપમાં લંચ છે.દિવસની ગરમીમાં એર કન્ડીશન હોલ છે, ચેર  છે.
 
પેલા કોગ્રેસવાળા પાસે જઈને ઓન્લી  મંજીરા જ વગાડવાના છે. નો ટી વોટર .કંઈ નથી
 
ને ફૂટપાથે બેસવાનું . સાબરમતીની ઠંડી હવા જ ખાવાની ને પીવાની .
 
હવે કોદાળો  કહે ને અમારે સાંભળવાનું હતું …………..
 
વી આર  તો ઉપડીંગ  અને હર “નમો નમઃ”,  “હર નમો નમઃ” , કરતા હડેડાટ
 
અમદાવાદ ગોઇંગ. નો કોઈ રોકિંગ નો પોલીસ કુછ કહીંગ. નો ચેકિંગ  
 
હવે અહી તો એક જાપ હર નમો નમઃ” નો જાપ જ જપાય ને બોલાય ગવાય
 
બીજા જાપ પ્રતિબંધિત  કહેવાય.
 
ત્યાં પહોચ્યા પોલીસે  ઉપ ડાઉન  આડે અવળે ઉભા આડા પહોળા બધી રીતે
 
ચેકિંગ કરીંગ.  
 
પછી અમારા નેતાની પાછળ હકડેઠઠ ભીડમાં ભળી ગયા. ઓર્ડર  આવિંગ  તમારા
 
પચ્ચીસ લઈને ગો  અપ . આમાં માય  નંબર લાગીંગ  . હવે બન્યું એવું કે અમારા નેતા
 
 નરેન્દ્રભાઈને શુભેચ્છા આપી નીકળી ગયા . હું છેલ્લો હતો ત્યાં અડવાણીજી કોઈ સાથે
 
 ફોન પર ટોકિંગ કરતા  બોલ્યા કમ દિલ્હી મને લાગ્યું કે મને કહ્યું એટલે મેં હાથ મિલાવી
 
નમસ્તે કર્યું. હવે નરેન્દ્રભાઈને કોઈએ આપેલ ફૂલ પડી ગયેલું
 
મેં નીચા નામિંગ  ઉપાડી એમને ગીવીંગ  તો એ મને હગ કિયા  અને વાત કરી ખભો થાબ્ડીંગ . 
 
ધીસ સીન  અમારાનેતાએ જોયું . નીચે આવ્યો તો મને પૂછતા  કહતા હતા . શું પૂછ્યું ?.
 
અડવાણીજી શું કહેતા હતા.?
 
જાણે રાતોરાત માય પ્રેસ્ટીઝ ભાવ બઢ ગયા . કોદાળાની વેલ્યુ  અપ . કોદાળો મોટો નેતા
 
થઇ ગયો. ઘણા બધા નેતાઓ ને ધારાસભ્યો મને ઘેરી વળી  મને રીસ્પેકેટથી  બોલાવિંગ.
 
 મે  કહી દીધું જોયું ધીસ ઈઝ……………..  કોદાળાકા  કમાલ …………………………………
 
નરેન્દ્ર  મિલનનો ચમત્કાર હે  .
 
જો નરેન્દ્રભાઈ વડા પ્રધાનની લાઈનમેં  ખડા  રહે તો પછી કદાચ આ દગડુ ડોસા
 
 લાલજી  આડ-વાણી ના નાખે તો સારું !
 
બીકોઝ  કે એ લાલજીકો  હણકારા ઉપડતા હે  ને જાત જાતકે  સપના  આવતે હેંગે  .
 
મેં તાલ જોઇને કહ્યું મને ઓન્લી  મળવા દિલ્હી બોલાવ્યા હે અને નરેન્દ્રભાઈએ
 
મળવા કહીંગ .નેતાને લાગ્યું કે ચોક્કસ મારા વિરુદ્ધ રજૂઆત કરશે મારો વાલો
 
આ તો પહોચેલો નીકળ્યો.
 
 
એમણે મેરેકુ  ડબલ ભાડા દિયા  અને માણસોના ડબલ પૈસા આપવાનું કહ્યું.
 
 
કોદાળો પહોચેલી માયા હતી તે કહે મેંને  નરેન્દ્રભાઈકો રોકડા પરખાયા કી  આજે
 
તમે સબકો મીલીંગ એમ બધાને કાયમ મળતા રહીંગ તો બાત બનીંગ .
 
નહિતર અમારા જેવા કાયર કર્તાઓને મારા વા’લા નેતાઓ રોજ હવા પુરતે  હે. 
 
આમ કરીશ ઉપર કહીશ .ને સસ્પેન્ડ કરવાની ધમકીઓ દેતે હે . એની  ડે પાસે
 
 બેસાડી ચા પીવડાવી પણ નથી.
 
હવે તો અમે રોજ ગાઈએ છીએ કે………………

 
“અને……………………………..”તમને સમય નથી ને અમારો સમય નથી “
 
જબ  તમારી  પ્રવાસ યાત્રા  યોજાય ત્યારે નેતાઓ હમ  જેવાકુ  પાસે ફરકવા દેતા
 
નથી પોલીસ દુર રોકી રાખે છે. આમ કાયમ બધાને  નજીકથી મળતા રહો ભળતા
 
રહો તો કોઈ વાત બને.
  
હમકો ભી  અમારા નેતા નજદીક છે વાત સાભળે છે એવું કૈક લાગે.
 
બપોરે સ્વાદિષ્ટ ભોજન લઇ થોડો આરામ કરી અમે ચાર વાગે પાછા બસમાં
 
ગોઠવાયા.હવે સુર બદલાઈ ગયો અને બધા ભજનની જેમ ગાવા લાગ્યા.
 
“ઓમ શંકરાય  નમઃ,”   “ઓમ શક્તિએ  નમઃ”, “ઓમ નરહારાય નમઃ” ,
 
 “ઓમ અર્જુનાય નમઃ”, “ઓમ ફૂટપથાય નમઃ”, “ઓમ સાબર માતાય નમઃ”,
 
” ઓમ ગાંધી આશ્રમાય નમઃ,”
 
બસ આવી ધૂન બોલાવતા એના એજ માણસો કોંગ્રેસ ઉપવાસ છાવણી પહોચ્યા .
 
અમે જોયું તો મારા બેટા ઘણાય સવારે ત્યાં હતાં તે સાજે અહી અડીંગો જમાવી
 
બેઠા હતા.આવું ઘણીવાર બબ્બે જગ્યાએ મારા બેટા લાભ લેતા હોય છે.
 
ચૂંટણી વખતે આવા કેટલાય બબે જગ્યાએ ચા નાસ્તો કરી આવતા હોય છે !
 
 
હાટકો:==== લાલુજીએ કહ્યું  નરેન્દ્રભાઈ,  માયાવતીજી,  જય લલીતાજી,  શક્તિસિંહ  
 
                    રાહુલ ગાંધી  પ્રજા સાથે જોડાયેલા નથી.
 
                    કેમ કે…………. તેમને પ્રજા જ નથી.
 
==========================================================================
 
સ્વપ્ન જેસરવાકર 
 

18 thoughts on “ગોદડીયો ચોરો….. ….કમાલનો કોદાળો

  1. ગોવિંદ રાજા

    વાહ ભાઈ કમાલનો કોદાળો કહેવાય…સબ બંદર કે વેપારી જેવો હો કે !

    સરસ ચોરો અરે ભૂલ્યો ગોદડીયો ચોરો જમાવ્યો છે. માર મિત્રો પણ આ કથા વાંચે છે.

    બસ રંગ જમાંવીગ અને અમને હસવિંગ અને બહુત કુછ લીખીંગ .

    Like

  2. આદરણીયશ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન )

    આપ તો કલમને આધાર બનાવી બહુ ઉંચેથી

    કોદાળી મારો છો હોં ભાઈ…………..!

    ( મજાકમાં ) વચ્ચે બ્રાહમણ વિધી નોખી અનોખી છે.

    સરસ લેખ

    Like

  3. ગોવિંદભાઈ,

    અનોખી વિચારોની હારમાળાને ગુથી ગુથીને સરસ વર્ણન કરો છો.

    કલ્પનાના ઘોડા કેવી રસભરી શૈલીમાં દોડાવો છો. વાચવાની ને હસવાની ખુબ મઝા આવે છે….

    નવા વિષયો ને પાત્રો ઉમેરતા રહેજો. લેખનને સલામ.

    Like

  4. શ્રીગોવિંદભાઈ
    આજની પરિસ્થિતિને ઝીલી ,મૂલવી આપે આપની રંગત ભરી શૈલીથી
    સૌને આજની પરિસ્થિતિનો ચીતાર આપી દીધો છે. હવે અઠવાડિક પૂર્તિઓ
    વાંચવાની મજા આવશે આપના સંદર્ભ સાથે જોડી. સુંદર પાત્રોનું સર્જન
    અને લેખકની કમાલ.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. શ્રી રુપેનભાઇ,

      સીરીઝ ચાલુ છે હજુ જેમ જેમ વખત જામતો જશે તેમ તેમ નવા મુદ્દાઓ આવતા જશે.

      આપનો આવો પ્રેમ સંદેશ પીરસતા જજો.

      આપના સંદેશ બદલ ખુબ આભાર.

      Like

  5. અદભૂત! કવિતાની ચારુ ભાષાની સાથે કોદાળા ભાષા પણ લખી શકો છો.
    તમારી કલ્પના શક્તિને સો સલામ.
    પણ આ પોલિટિકસને ગેટ આઉટ કરી દો. આપણે સામાન્ય માણસું – અને એ બધા અધ્ધર હેંડનારા !

    Like

    1. આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

      આ બધો આપ જેવા વડીલોના આશીર્વાદના પરિપક રૂપે પ્રગટે છે.

      આપના આશીર્વાદ હમેશા મારું પ્રેરક બળ બની ઉભરે છે.

      આપના આશીર્વાદ રૂપી સંદેશ બદલ ખુબ આભાર.

      Like

    1. શ્રી શકીલભાઇ,

      આપ વાચિંગ અને મઝા આવિંગ તો હમ ફિર કુછ જ્યાદા લીખીંગ. (ગમ્મતમાં)

      બસ આવી રીતે દર શુક્રવારે ગોદડીયા ચોરે પધારજો ને અનેરો સંદેશ લાવજો.

      આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર.

      Like

  6. માનનીય ગોવિંદભાઈ,
    આપના લખાણની શૈલી અદભૂત છે. આજની તણાવભરી જીંદગીમાં હળવાસનો અનુભવ થાય છે. તપતા ઉનાળામા પવનની લહેર છે.
    બસ લખ્યા કરો..

    Like

    1. આદરણીય વડીલ શ્રી દાવડા સાહેબ,
      આપ જેવા વડીલોના આશીર્વાદ થકી આવું વિચારવાનો અને લખવાનો મોકો મળે છે.
      આપના આશીર્વાદરૂપી સંદેશ બદલ ખુબ આભાર.

      Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.