એ જ સાચો કાયદો…તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)


એ જ સાચો કાયદોતુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)
===============================================

 

 

 એ જ સાચો કાયદો તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)
=================================== 
દેવદિવાળી આવી અને ઠેર ઠેર તુલસી વિવાહ ઉજવાય

લક્ષ્મીવર પરણે વૃંદાને એતો કેવું  અજબ જેવું  કહેવાય

 સ્વર્ગમાં ચર્ચા ચાલી ભાઈ આ તો  દ્વીપત્ની પદ  સોહાય

 દેવોમાં વાદ વિવાદ  ને  ચર્ચા કેરો દોર ઘડી ઘડી  થાય

 નારદ આમતેમ દોડે  બ્રહ્મા શંકર ઇન્દ્ર કેરો લે અભિપ્રાય

 હવે સમય ઘણો ઓછો રહ્યો કૈંક નવા રસ્તાઓ  વિચારાય

 સમગ્ર  બ્રહ્માંડ વિચાર વંટોળે ચઢ્યું હવે  શો કરવો  ઉપાય

 વિષ્ણુજી  વિચારે ચડીયા  સ્વર્ગના દેવોને કેમ સમજાવાય

 વિચારે   ચઢી  વિચરણ કરતાં  સામેથી નારદજી  ભટકાય

 નારદજી કહે દિનબંધુ દીનાનાથ મુશ્કેલીથી કેમ ગભરાવાય

 શોધી લાવું  સરળ રસ્તો જો નેતા કોઈ ભારતીય ભેટી જાય

 “જેમાં જણાયે ફાયદો એજ સાચો કાયદો” એવું ત્યાં કહેવાય

 નેતાઓ  ને જરૂર પડે તો ત્યાં  કાયદા પણ  બદલાઈ  જાય

 શીખી લઈએ તેમની પાસેથી તો  સ્વર્ગ ભૂમિએ  એવું થાય

 કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહીં કયાંક દેખાય

 નહિ તો ‘સ્વપ્ન’ને પૂછીએ ને કયાંકથી  સરનામું મળી જાય

 =============================

 સ્વપ્ન જેસરવાકર 

10 thoughts on “એ જ સાચો કાયદો…તુલસી વિવાહ (કટાક્ષ કાવ્ય)

  1. કયાંક વકીલો કે નેતાઓ ભારતના ફરતા અહીં કયાંક દેખાય

    નહિ તો ‘સ્વપ્ન’ને પૂછીએ ને કયાંકથી સરનામું મળી જાય

    વાત સાચી છે .સ્વપ્ન’ પાસે સબ દર્દો કી દવા હાજર જ હોય છે !

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.