ન લખવાના બહાના


ન લખવાના બહાના

====================

લખો  લખો,  લેખ  લખો  તમારે;

બ્લોગો ઘણાં છે, કોઈ તો સ્વીકારે.

પણ  શું  લખું? કંઈપણ  સુઝે ના,

મને  બીક  લાગે કે લોકો હસે ના.

ભૂતકાળ  મારો  હતો સાવ  સાદો,

ભૂતકાળ  સામે  સૌને  છે  વાંધો!

છે  ભવિષ્ય  મારું  થોડું  જ બાકી,

તાકી રહ્યો છું, પણ ગયો છું થાકી;

હવે,  વર્તમાનમા હું દોડી રહ્યો છું,

બસ  એક સફળતા શોધી રહ્યો છું;

બસ તે  પછી મારા  લેખો વંચાસે,

સાદા શબદનો પણ ગુઢ અર્થ થાસે.

ભરાસે બધા બ્લોગ મારા જ લેખથી,

કોંમેન્ટ પણ થાતા હશે અતિ વેગથી.

ક્યારે  આ  સપના  પૂરા  થવાના?

કે આ બધા ન લખવાના બહાના?

======================

   રચયિતા== શ્રી .પી. કે. દાવડા

14 thoughts on “ન લખવાના બહાના

  1. દાવડા ભાઈ તમે મને એક વખત કીધેલું કે મારે લખતા રહેવું કોઈની કોમેન્ટની આશા રાખ્યા વગર અને મને એ વાત ગમી મારા મનોરંજન માટે લખવું એ બહુ અગત્યનું છે कर्मण्ये वा घिकारस्ते माँ फलेषु कदाचन

    Like

  2. દાવડાજી, ભુલો ભુતકાળને, ‘ને ભવિષ્યનું જરા ના વિચારો,

    ફક્ત વર્તમાનમાં જ રહી, પેન તમારી પકડી લખતા રહો,

    પ્રતિભાવોની આશાઓ ભલે તમ હૈયે વહેતી રહે,

    વર્તમાનમાં છો તો શાને ભવિષ્યનું તમે વિચારે ?

    ડાવડા કલમે તો શબ્દો બને અને બનતા રહે,

    ત્યારે ચંદ્ર કહે “જરૂર કોઈ ઈશ્વરી શક્તિ એ હશે !”

    ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting All to Chandrapukar !

    Like

  3. મને શંકા પડે છે કે દિવાના શું દિવાના છે
    સમજદારી થી અળગા થઇ જવાના બધા બહાના છે

    તમે પણ દુશ્મનો ચાલો અમારા સ્નેહી ઓ સાથે
    એ કબ્રસ્તાનથી આગળ મને કયાં લઇ જવાન છે

    ચાલો એ રીતે તો ઓછો થશે આ ભાર પૃથ્વી નો
    સુણ્યું છે ધનપતિ ઓ ચંદ્ર પર રહેવા જવાના છે

    રહે છે સદા શયાત ના ટોળા મહી તો પણ
    જલન ને પુછશો તો કહેશે બંદા ખુદાના છે

    Like

      1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

        આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ આપની કલમમાં અનેરો જાદુ છે.

        ના સાહેબ આપને તો અળગા નહિ જ થવા દઇએ

        અમ આંગણિયે પધારી શુભ સંદેશ આપવા બદલ ખુબ જ આભાર

        Like

    1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાંજુબહેન

      આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબની કલમમાં અનેરો જાદુ છે.

      બસ અમથી અજાણી એવી જલન માતરીની રચના આપ થકી માણવા મલી

      અમ આંગણિયે પધારી શુભ સંદેશ આપવા બદલ ખુબ જ આભાર

      Like

  4. ​ઉઠે જો હાથ તો દાવડા કલમ પકડી લેજો

    બાકી તો બહાના કાઢતા ,ઘણાને જોયા છે ​

    કલાને કામ ઈશ્વરનું સમજી બસ લખી લેજો

    બાકી તો કલાકારમાં, ઈશ્વર ઘણાને જોયા છે

    ભૂલી જા ટેવવશ જીવી જવાની આ પ્રથાઓને

    ​ ​બાકી તો સફળતા શોધતા, ઘણાને જોયા છે……

    Like

      1. દાવડાજી કવિતા તો તમારી એક ઓળખાણ બની ગઈ છે .લખ્યા વગર તમને જ ચેન નહી પડે .

        કોઈ બહાના વગર બસ લખ્યા જ કરો .

        દાવડાજી આ કવિતા તમારી મને બહુ ગમી ગઈ

        આવી બીજી અનેક લખશો એવી ઈચ્છા છે મારી

        Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.