ગોવિંદ પાસે તારી આબરૂ કેટલી ? (કટાક્ષ કાવ્ય .)


  ગોવિંદ પાસે તારી આબરુ કેટલી ?
        ( કટાક્ષ કાવ્ય )
===========================================================

માનવી નુ મન ઈચ્છે રોજ ઘણુ ઘણું ,
પણ ઈચ્છે તેમ , જીદગીમાં થાતુ નથી.
આળસુ આશા અને મહેચ્છાના મિનારા ચણે,
પુરુષાર્થ અને પરિશ્રમ વગર કાંઇ ચણાતુ નથી.
મોટાઇથી વાતો કરે એ પાપ અને પુણ્યની,
પણ પાપ પુણ્ય એ કંઈ સસ્તે વેચાતું નથી.
કરવી બે ચાર દિવસ દેશપ્રેમની વાતો,
એથી કંઈ પુરા દેશ ભક્ત થઈ જવાતું નથી.
ઉૌપવાસ કરીને ખાય છે ફરાળી વાનગીઓ,
આવા ઉપવાસથી સ્વર્ગની સીડીએ ચડાતુ નથી.
લખો છંદ કે આછંદસ મા ગીત અને કવિતા,
પણ શબ્દમા જીવ પરોવ્યા વગર કવિ થવાતું નથી.
ભલે ન હોય સમાજ સાસરીમાં ‘સ્વપ્ન’ની આબરૂ,
ગોવિંદ પાસે એમજ કાંઇ આબરુ દાર થવાતુ નથી

 
===============================================================
 
મિત્રો મેં “એમ કદી થતું નથી “કટાક્ષ કાવ્ય લખેલું તેના
પ્રતિભાવ રૂપે મુરબ્બી શ્રી જયકાન્તભાઈ જાની
મોકલાવેલ કટાક્ષ કાવ્ય રજુ કરું છું
=================================================================
 
સ્વપ્ન    જેસરવાકર   ગોવિંદ પટેલ

2 thoughts on “ગોવિંદ પાસે તારી આબરૂ કેટલી ? (કટાક્ષ કાવ્ય .)

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.