કબૂલાતનામું


આદરણીય વડીલ શ્રી દાવડા સાહેબના

” કબુલાતનામા” ને શત શત વંદન

================================

P.K.Davada

“કાર્ય છે સરાહનીય ને હર કાર્યે થયા ઉતીર્ણ

સહુને ગમતા સહુને ભાવતા નામ છે પ્રવિણ

પોતાનો બ્લોગ નહિ ને પરને કરી દે અર્પણ

નિખાલસ ભરી વાતો કરે ને કરી દે સમર્પણ”

=====================================================

કબૂલાતનામું

===================================================================

૨૦૦૯ ના ફેબ્રુઆરી માસથી શરૂ કરી આજ સુધીમાં મેં

આસરે ૨૦૦ પોસ્ટ અલગ અલગ બ્લોગમા મૂકી.

એમાથી ૫૦ કવિતાઓ હતી ને ૧૫૦ જેટલા લેખ હતા.

મેં કયારે પણ લેખક કે કવિ હોવાનો દાવો કર્યો નથી.

શરૂ કર્યું ત્યારથી આજ સુધી મને અહેસાસ છે કે શિક્ષણને

નાતે અને વ્યવસાયને નાતે હું એક એંજીનીઅર છું,

અને મારૂં વ્યક્તિત્વ એક આંકડા ગણતા એંજીનીઅરનું છે.

સાહિત્ય સાથે મારો દૂર દૂરનો પણ કોઈ સંબંધ નથી.

અને મારા કોઈપણ લખાણમાં, ક્યાંયે સાહિત્યની ઝલક નથી.

ઈંટ ઉપર ઈંટ મૂકી જેમ મકાનનું ચણતર થાય, તેમ શબ્દો

ગોઠવી મેં કવિતા કરી અને લેખ લખ્યા. મારા લખાણમાં ક્યાંયે

કોઈ સંદેશ નથી, કંઈ જ્ઞાનની વાત નથી, અધ્યાત્મ નથી અને

શિક્ષણ પણ નથી. વિષય ઉપરછલ્લા છે,એમાં કોઈ ઉંડાણ નથી,

એમા છે તો માત્ર વાણી વિલાસ છે.

મારા લખાણને તમે structured writings કહી શકો.

મારી સૌથી મોટી નબળાઈ મારૂં ખરાબ ગુજરાતી વ્યાકરણ છે.

મારી જોડણીમાં અનેક ભૂલો હોય છે. અનુસ્વાર મને હંમેશાં

મુંજવણમાં મૂકે છે. સ,શ કે ષ નો નિર્ણય પણ મને મુંજવે છે.

દ અને ડ મને દ્વિધામા મૂકે છે. થોડે અંશે જ અને ઝ નું પણ

આવું જ છે. અને તેમ છતાં મેં ૨૦૦ જેટલી બ્લોગ પોસ્ટ લખીને

બ્લોગમાં મૂકી દિધી એ મારા માટે પણ આશ્ચર્યની વાત છે.

સવાલ એ છે આમ મેં શાનાથી કર્યું?

મને લાગે છે કે બ્લોગ્સમાંથી મને જે નવા મિત્રો મળ્યા અને

એમણે જે પ્રોત્સાહન આપ્યું, એ મારા માટે લખવા માટેનું કારણ

બની ગયું.

આજે મારા E-group માં ૧૮૦ નામો છે,

આમાથી ૧૪૦ જેટલા મારા બ્લોગ-મિત્રો છે. જેમને કદી

જોયા નથી, જેમની સાથે ટેલીફોનમાં પણ વાત કરી નથી,

એવા અનેક જાણે કે નજીકના મિત્રો હોય એવું લાગે છે.

અહીં એક બીજી મહત્વની વાત કઈ દઉં. મોટા ભાગના આ નવા

મિત્રો ઉમરમાં મારી નજીકના છે,

એટલે કે ૬૦ + છે. આનો એક ફાયદો એ છે કે અમે એકબીજાની

વાત સારી રીતે સમજી શકીએ છીએ.

આજે મારે ૨૫-૩૦ વર્ષના યુવકો સાથે વાત કરવી હોય તો

મને આટલું સહેલું ન લાગે.

આ બધું મેં આજે એટલા માટે લખ્યું છે કે

Now I am running out of steam.

મને આજકાલ નવું લખવા વિષય મળતા નથી.

મારા લખાણ વાંચનારાઓનો ઉત્સાહ પણ ઓછો થયો છે

એવું મને લાગે છે.

બ્લોગ માટે લખવામા જે સમય વ્યતિત થાય છે એ સમય માટે

alternative activity શોધવા પ્રયત્ન કરૂં છું.

==================================================================

-પી.કે.દાવડા

16 thoughts on “કબૂલાતનામું

  1. શ્રી દાવડાજીના ઘણા લેખો ,કાવ્યો ,વિચારો વી. ઘણા બ્લોગોમાં વાંચતા હોઈએ છીએ। વિનોદ વિહારમાં

    પણ અવાર નવાર એમના પ્રેરક લેખો સ્થાન પામ્યા છે અને બધાને ગમ્યા છે .

    એમના નિખાલસ વિચારો એક પાકત વ્યક્તિત્વની નિશાની છે . એમના આ ગુણને લીધે એમને

    ઘણા નેટ મિત્રો બનાવ્યા છે .તેઓ લખવાનું ચાલુ રાખે એવી આશા રાખીએ .

    Like

  2. આદરણીય દાવડા સાહેબ,

    આપે આપના લેખો દ્વારા સાચે જ આત્મિયતાની ઉજાશ પ્રસરાવી છે. નિખાલસતા એ જીવનની મોટી પુંજી છે અને એથી આપ છલોછલ છો…વિચારોથી વરસતા રહે જો…

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. શ્રીમાન. દાવડા સાહેબ

    આપના જણાવ્યા મુજબ

    ” આપને સાહિત્ય સાથે સંબંધ નથી ????

    ના….ના…. આપનો સાહિત્ય સાથેનો

    સંબંધતો હ્ર્દયનો, દિલનો સંબંધ છે. ”

    આપના નિખાલસ વિચારો ખુબ જ ગમે છે,

    બસ, લખતા રહો અને ગુજરાતી સમાજની સેવા કરતા રહો.

    Like

  4. અવસાદનો આ ભાવ દરેકને ક્યારેક તો આવે જ. પણ એને પસાર થઈ જવા દેવો.

    સર્જનાત્મક લખાણો વીશે નેટ પર ઘણા અધુરા ખ્યાલો પ્રવર્તે છે. મનમાં આવે તે વીચારોમાં ભાવનો ઉભરો હોય એટલે તેને ઠાલવી દેવો તે સર્જન નથી….દરેક સર્જન / સાહીત્યીક લખાણ કોઈ ને કોઈ સ્વરુપમાં ઢળતું હોય છે. કાવ્ય, વાર્તા, નીબંધ, પત્ર વગેરે. આ દરેક સ્વરુપનાં પોતાનાં લક્ષણો અને નીયમો હોય છે…..

    આપનો એક તબક્કો સહેજ અટક્યો છે, બંધ નથી થયો. અવસાદે એમાં ભાગ ભજવીને આપને રોકાવા તૈયાર કર્યા…..બસ ાાટલી જ વાત છે. હવે –

    ૧) ફરી પાછો લેખનનો સમય આવશે જ;
    ૨) સર્જનાત્મક લખાણો સીવાય પણ બીજું ઘણું લખવા જેવું હોય છે…સંકલનો, અનુવાદો, સંપાદનો વગેરેમાં ઘણું થઈ શકે….

    અવસાદને “થોડા સમય પૂરતું” જીતવા દો !

    શુભેચ્છાઓ સાથે !

    Like

  5. Govindbhai,
    The Email of P.K. Davda is a Post here.
    I had received it & replied>>>>

    પીકેજી,

    નમસ્તે !

    તમારો ઈમેઈલ વાંચ્યો.

    અને આ રહ્યા “ચંદ્ર-શબ્દો”>>>

    તમે ઈમેઈલ દ્વારા અમેરીકા આવ્યા બાદ કરેલી પ્રવૃત્તિઓ વિષે કહી દીધું,

    એવું કહેતા, તમે તમારી ભુલો કે નબળાયો વિષે પણ કહી દીધું,

    એની સાથે, “ઓલટરનેટીવ એકટીવીટીસ” કરવાની જાણ કરી,

    નિવૃત્તિ જીવન એટેલે જ મનને આનંદીત રાખવાની વાત રહી,

    તમારા વિચારે એક રીતે ચંદ્ર હૈયે ખુબ જ આનંદ થયો,

    પણ, અંગેજી શબ્દો ” નાવ આઈ એમ રનીંગ આઉટ ઓફ સ્ટીમ” વાંચી નારાજ થયો,

    ૭૦+ની ઉમરે જે તમોએ કર્યું કે કરી રહ્યા છો એનો મારા હૈયે આનંદ જરૂર છે,

    જે હવે પછી થશે તેમાં “પ્રભુ ઈચ્છા” જરૂર હશે એવું મારૂં માનવું છે,

    તમે ઘણું લખ્યું અને લખી અનેકને જણાવ્યું એ એક હકિકત છે,

    કોઈએ વાંચ્યું કે ના વાંચ્યું અને પ્રતિભાવો મળ્યા કે નહી એની ચિન્તા ના કરવી,

    જે તમ હ્રદય કહે કે નિજાનંદને ગમે તે માટે જ જીવન સફર હવે તમે રાખવી !

    …ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  6. “આજે મારા E-group માં ૧૮૦ નામો છે, આમાથી ૧૪૦ જેટલા મારા બ્લોગ-મિત્રો છે. જેમને કદી જોયા નથી, જેમની સાથે ટેલીફોનમાં પણ વાત કરી નથી, એવા અનેક જાણે કે નજીકના મિત્રો હોય એવું લાગે છે. મને આજકાલ નવું લખવા વિષય મળતા નથી. મારા લખાણ વાંચનારાઓનો ઉત્સાહ પણ ઓછો થયો છે એવું મને લાગે છે. બ્લોગ માટે લખવામા જે સમય વ્યતિત થાય છે એ સમય માટે alternative activity શોધવા પ્રયત્ન કરૂં છું.”
    -પી.કે.દાવડા જી,
    આપના જેવી દ્વિધા અમારા જેવા અનેકો એ અનુભવી છે.અમને તો તમારા લખાણો ગમે છે.આપ પ્રેરણાદાયી પ્રતિભાવ તો જરુર આપી શકો.બીજી પ્રવ્ૃતિ સાથે સમય મળે આપના લખાણો કાવ્યો પ્રગટાવતા રહેશો.અમારી લાગણી છે કે આપની બીજી પ્રવતિ સાથે આ ઓછી ભલે થાય…પણ સમય મળે આપ આપના લખાણોનો પ્રસાદ જરુર આપશો.આપની સાથે પૂ જલારામબાપા યાદ આવે!તેમના ભંડારાની અસર દૂર દૂર થઇ અને ઘણાખરા પોતાની રીતે ભેદ ભાવ વગર ભંડારો કરે……………….અને આ ભારેખમ શબ્દ કબુલાતનામું.યાદ આવે
    હૃદયરોગના અમેરિકન નિષ્ણાતનું ચોંકાવનારું કબૂલાતનામું

    હૃદયરોગના અમેરિકન નિષ્ણાતનું ચોંકાવનારું
    કબૂલાતનામું
    – તબીબી વિજ્ઞાનનું શીર્ષાસનઃ ઓછું કોલેસ્ટરોલ ધરાવતો આહાર લેવાથી જ હૃદયરોગ થાય છે

    આપણી છાતીમાં જરાક દુખાવો થાય કે તરત જ આપણે ફેમિલી ડોક્ટર પાસે દોડી જઇએ છીએ. ફેમિલી ડોક્ટર આપણને કાર્ડિયોગ્રામ કઢાવવાની સલાહ આપે છે. કાર્ડિયોગ્રામના આડાઅવળા લીટાઓનો અભ્યાસ કરીને હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર આપણને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપે છે. એન્જિયોગ્રાફીમાં બ્લોકેજ દેખાય કે તરત જ આપણને સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવે છે. આપણા હૃદયની બીમારીમાંથી તબીબો અબજો રૂપિયાની કમાણી કરે છે, પણ તેઓ આપણને જીવતા રાખવાની ગેરેન્ટી આપી શકતા નથી. પોતાની જિંદગીમાં આશરે પ,૦૦૦ ઓપન હાર્ટ સર્જરી કરી ચૂકેલા અમેરિકાના હૃદયરોગના નિષ્ણાતે તાજેતરમાં એવી ચોંકાવનારી કબૂલાત કરી છે કે તબીબો હૃદયરોગની સારવાર બાબતમાં આજે પણ અજ્ઞાન છે અને તેમની સારવારથી હૃદયરોગ મટી શકે તે સંભવિત નથી.

    અમેરિકામાં હૃદયરોગની સારવારનો ૨પ વર્ષનો અનુભવ ધરાવતા નામાંક્તિ નિષ્ણાત ડો. ડ્વાઇટ લુન્ડેલ કહે છે કે ‘આપણે ડોક્ટરો આપણા જ્ઞાન, તાલીમ અને અનુભવને આધારે એવા અહ્મથી પીડાવા લાગીએ છીએ કે આપણે કદી ખોટા હોઇ શકીએ નહીં. મને આવો અહ્મ નથી માટે કબૂલ કરું છું કે હૃદયરોગના નિદાન અને ચિકિત્સા બાબતમાં હું ખોટો છું.’ ડો. લુન્ડેલની ગણતરી હૃદયરોગ બાબતમાં ઓથોરિટી તરીકે થાય છે. તેઓ અને તેમના સાથીદારો હૃદયરોગ બાબતમાં ઓપિનિયન મેકર ગણાય છે.

    તેઓ કહે છે કે ‘વર્ષો સુધી અમે માન્ય કર્યું કે હૃદય રોગનું મુખ્ય કારણ બ્લડ કોલેસ્ટરોલમાં થયેલી વૃદ્ધિ છે. આ કારણે અમે હૃદયરોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડતી દવાઓ આપ્યા કરીએ છીએ અને જેમાં કોલેસ્ટરોલ વધુ હોય તેવો ચરબીયુક્ત આહાર ઓછો લેવાની સલાહ દર્દીને આપીએ છીએ. હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે કોલેસ્ટરોલના વધવાથી હૃદયરોગ થતો નથી. હવે એવું માનવામાં આવે છે કે ધમની પહોળી થવાથી હૃદયરોગ થાય છે. આ કારણે હૃદયરોગના પ્રાદુર્ભાવ અને ચિકિત્સા બાબતમાં વિચારવાની આખી દિશા જ બદલાઇ ગઇ છે.’

    પોતાની દલીલના સમર્થનમાં આંકડાઓ અને હકીકતોનું વર્ણન કરતાં ડો. લુન્ડેલ કહે છે કે ‘આજની તારીખમાં અમેરિકાના ૨પ ટકા નાગરિકો હૃદયરોગથી બચવા માટેની દવાઓ લે છે અને તેમણે પોતાના આહારમાં ચરબીનું પ્રમાણ એકદમ ઘટાડી દીધું છે. તેમ છતાં આ વર્ષે હૃદયરોગથી ક્યારે જ નહોતા મર્યા એટલા અમેરિકનો મરશે.’ અમેરિકન હાર્ટ એસોસિયેશનના આંકડાઓ કહે છે કે અત્યારે ૭.પ કરોડ અમેરિકનો હૃદયરોગથી પીડાય છે. બે કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને બીજા પ.૭ કરોડ લોકો ડાયાબિટીસની સરહદરેખા ઉપર ઊભા છે. જો લોહીનું વહન કરતી ધમનીમાં સોજો ન હોય તો લોહીનું સહેલાઇથી પરિભ્રમણ થાય છે અને હૃદયરોગનો હુમલો આવતો નથી. જો ધમનીમાં સોજો હોય તો તેમાં કોલેસ્ટરોલ અટકી જાય છે અને હાર્ટએટેક આવી શકે છે. આ રીતે હાર્ટએટેકનું ખરું કારણ કોલેસ્ટરોલ નથી પણ ધમનીનો સોજો છે. જે તબીબો હૃદયરોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યાં છે તેઓ દર્દીનું અહિ‌ત કરી રહ્યાં છે.

    આપણા શરીરમાં સોજો શા માટે આવે છે, તે પણ સમજવા જેવું છે. આપણા શરીરને માફક ન આવે તેવો અથવા ઝેરી પદાર્થ તેમાં દાખલ કરવામાં આવે ત્યારે તેને બહાર ફેંકી દેવા માટે આપણા કાકડામાં સોજો આવે છે. સોજો એ શરીરની કુદરતી સંરક્ષણપ્રક્રિયા છે. પરંતુ આપણે જ્યારે ઇરાદાપૂર્વક શરીરમાં વારંવાર હાનિકારક પદાર્થો ઠાલવ્યા કરીએ ત્યારે આ સોજો અસાધ્ય બની જાય છે, જે શરીર માટે ભારે હાનિકારક છે. ડો. લુન્ડેલ અત્યંત જવાબદારીપૂર્વક લખે છે કે હૃદયરોગથી બચવા માટે તબીબો જે પ્રકારનો આહાર લેવાનું દર્દીઓને કહેતા આવ્યા છે એ આહાર જ હૃદયરોગ માટે કારણભૂત બને છે. તેમના જણાવ્યા મુજબ ઓછી ચરબી અને વધુ કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતો આહાર ધમનીના સોજાનું કારણ બને છે.

    કોઇ પણ વ્યક્તિને હૃદયરોગ થાય ત્યારે ડોક્ટરો તેને ઘી – તેલ જેવા ચરબીયુક્ત પદાર્થો આહારમાં લેવાની મનાઇ ફરમાવે છે. તેને બદલે તેને ઓછું કોલેસ્ટરોલ અને વધુ ઓમેગા – ૬ ધરાવતાં સોયાબીન, મકાઇ અને સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ડો. લુન્ડેલ કહે છે કે આ પ્રકારનો આહાર જ ધમનીના સોજા માટે જવાબદાર છે. એક સરખામણી આપતાં કહે છે કે જો તમે ચામડી ઉપર દરરોજ સૂકું બ્રશ ઘસ્યા કરો તો શું થાય ? લાલ ચાંદા પડી જાય અને તેમાંથી લોહી નીકળવા લાગે. ત્યારપછી પણ તમે બ્રશ ઘસવાનું ચાલુ રાખુ તો શું થાય? ત્યાં સોજો આવી જાય અને પીડા થાય. ડો. કહે છે કે બ્રશથી જે રીતે બાહ્ય ચામડી ઉપર ઇજા થાય છે, તેમ રૂક્ષ આહાર લેવાથી અંદરની ધમનીઓને ઇજા થાય છે. આ ઇજાગ્રસ્ત ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ઘટી જતાં હૃદય ઉપર દબાણ આવે છે અને હાર્ટએટેક આવે છે.

    હૃદયરોગના ભયથી અમેરિકાની અને મોટા ભાગના વિકાસશીલ દેશોની પ્રજા ચરબી અને વધુ શર્કરા ધરાવતો આહાર લેવા લાગી છે. બજારમાં હૃદયરોગ સામે કહેવાતું રક્ષણ આપતાં ખાદ્ય પદાર્થોનો ખડકલો થયો છે. લોકો જે બટેટાની ચિપ્સ ખાતાં હોય છે, તેને પણ સોયાબીનના તેલમાં તળવામાં આવી હોય છે. પ્રોસેસ્ડ ફૂડમાં ઓમેગા -૬ તેલોનો બહોળો ઉપયોગ થાય છે. આ પ્રકારના ખોરાકને કારણે શરીરમાં ચરબી વધે છે અને ધમનીઓ પહોળી થાય છે. આ પ્રકારનો આહાર નિયમિત લેવાને કારણે જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને છેવટે અલ્ઝાઇમર્સની બીમારી થાય છે.

    ડો. લુન્ડેલ આખી વાતનું સમાપન કરતાં કહે છે કે કોલેસ્ટરોલથી બચવા માટે આપણે જે પ્રોસેસ કરેલો આહાર ખાઇએ છીએ તે જ હૃદય રોગ પેદા કરે છે અને તેને વકરાવે છે. તેને બદલે જો આપણે ઘી, તલનું તેલ, માખણ વગેરેના સ્વરૂપમાં સંતૃપ્ત ચરબીયુક્ત આહાર ગ્રહણ કરીએ તો તેમાં ઓમેગા-૬નું પ્રમાણ ઓછું હોય છે અને તે હૃદય માટે લાભકારક બને છે. જો આપણે હૃદયરોગથી બચવું હોય તો આપણાં દાદીમા જે ખોરાક ખાતાં હતાં એ ખોરાક આપણે પણ ખાવો જોઇએ.
    Image

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.