Tag Archives: સ્વપ્ન…કાવ્ય..ખુરશી..પ્રેમ..બાબલો

બાબલાને ખુરશીનો પ્રેમ થયો …કાવ્ય


બાબલાને ખુરશીનો પ્રેમ થયો …કાવ્ય

==============================



ચિત્ર માટે ગુગલ મહારાજનો ખુબ આભાર

========================

========================

પ્રેમ થયો પ્રેમ થયો ભાઈ પ્રેમ થયો

બધાનેય થાય છે એવો જ સેમ* થયો

ઉપરવાળાનો પણ ખુબ  રહેમ  થયો

સાથે મળી કામ કરવાનો ધરમ થયો

સત્તા મેળવવાનો પાયો પ્રથમ  થયો

પણ બાબલાને ખુરશીનો જ પ્રેમ થયો

કોઈ નડી પડશે એવો જ વહેમ  થયો

ક્યાંય એ ના જોઈએ કહેતો જેમ થયો

રીઝવવા રાજીનામાનો જ ગેમ થયો

ના ગુજરે  સરહદેથી એમ ગરમ થયો

કાર્યકરો ય વિચારે  કેવો કરમ  થયો

નાનાથી મોટો એ ભાઈ તું  કેમ થયો

નથી તું  મોટો એમનો જ  એમ થયો

શાને કાજે આટલો જ  બેશરમ  થયો

નાનીથી મોટી ખુરશી કેરો નેમ* થયો

દિલ્હી છે દૂર તને  શાનો ભરમ થયો

=============================


નેમ= ઈચ્છા , સેમ = સરખો


==============================


સ્વપ્ન જેસરવાકર